India

'નબળા હતા ત્યારે નમ્યા નહોતા, હવે તો...', જયશંકરનો પાકિસ્તાન અને અમેરિકાને જવાબ

By GS TEAM
7 Oct 20252 mins read
TukuTouch Logo
ભારત જ્યારે નબળો દેશ હતો, ત્યારે પણ કોઈની સામે ઝૂક્યું નથી, તો આજના સમયમાં તો તેનો ઝૂકવાનો કે ડરવાનો સવાલ જ ઊભો થતો નથી. અમુક દેશોના વ્યવહારે ભારતની સ્ટ્રેટેજિક ઓટોનોમી અર્થાત્ વ્યૂહાત્મક સ્વાયત્તતાના વિચારને વધુ મજબૂત બનાવ્યો છે. દેશના વિદેશ મંત્રી એસ. જયશંકરે આ નિવેદન આપી આડકતરી રીતે પાકિસ્તાન અને અમેરિકાને જવાબ આપ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

'નબળા હતા ત્યારે નમ્યા નહોતા, હવે તો...', જયશંકરનો પાકિસ્તાન અને અમેરિકાને જવાબ

Foreign Minister S Jaishankar: ભારત જ્યારે નબળો દેશ હતો, ત્યારે પણ કોઈની સામે ઝૂક્યું નથી, તો આજના સમયમાં તો તેનો ઝૂકવાનો કે ડરવાનો સવાલ જ ઊભો થતો નથી. અમુક દેશોના વ્યવહારે ભારતની સ્ટ્રેટેજિક ઓટોનોમી અર્થાત્ વ્યૂહાત્મક સ્વાયત્તતાના વિચારને વધુ મજબૂત બનાવ્યો છે. દેશના વિદેશ મંત્રી એસ. જયશંકરે આ નિવેદન આપી આડકતરી રીતે પાકિસ્તાન અને અમેરિકાને જવાબ આપ્યો છે.

જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીમાં આયોજિત અરાવલી સમિટમાં બોલતાં જયશંકરે કહ્યું કે, ભારતે દક્ષિણ એશિયામાં દરેક સંકટના સમયે ગો-ટૂ ઓપ્શન બનાવવું પડશે. રાજકીય અસ્થિરતાના આ દોરમાં ભારતે કો-ઓપરેશન માટે પોતે જ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભા કરવા પડશે. આ જ તેની નેબરહૂડ ફર્સ્ટ પોલિસીનો સાર છે. આ ઉપખંડમાં દરેક કટોકટીમાં ભારત હંમેશા પ્રથમ પસંદગી બનવું જોઈએ. ભાગલાના કારણે થતાં વ્યૂહાત્મક નુકસાન પણ અટકાવવું જોઈએ. તેમજ વૈશ્વિક અસ્થિરતાનો સામનો કરવા માટે આપણે વ્યૂહાત્મક રીતે આગળ વધવું જોઈએ.

આ પણ વાંચોઃ 'સેનાએ 4 લાખ મહિલાઓ પર દુષ્કર્મ આચર્યું હતું', ભારતે ફરી વિશ્વ મંચ પર પાકિસ્તાનની પોલ ખોલી

વ્યૂહાત્મક રણનીતિ તૈયાર કરવી જોઈએ. 

વૈશ્વિક પરિસ્થિતિ અંગે જણાવતાં વિદેશ મંત્રીએ કહ્યું કે, આજે વિશ્વ સહયોગના વચનથી દૂર જઈ હરીફાઈની દિશામાં આગળ વધી રહ્યું છે. આ બધું હથિયારકરણથી પ્રેરિત છે. તમામ દેશો સામે અનેક પડકારો છે. ભારતે પણ આ અસ્થિરતા વચ્ચે પોતાની રણનીતિ ઘડી આગળ વધવું જોઈએ. વાસ્તવિક પડકાર આ જટિલ પરિદૃશ્યને યોગ્ય દિશામાં આગળ વધારવાની જરૂર છે.

આપણે જાતે જ આપણી વાર્તા લખવી જોઈએ

જેએનયુના ભૂતપૂર્વ વિદ્યાર્થી જયશંકરે કહ્યું કે ભારતે પોતાના હિતોનું રક્ષણ કરતી વખતે ગ્લોબલ પ્રોજેક્શનમાં સતત આગળ વધવું જોઈએ. ભારતના દૃષ્ટિકોણથી માંગ, વસ્તી વિષયક ડેટા જેવા પરિબળો તેની પ્રગતિને આગળ ધપાવશે. આપણે 2047ની યાત્રા માટે આપણા પોતાના વિચારો સાથે વાર્તા લખવી જોઈએ. જયશંકરે JNUની સ્કૂલ ઑફ ઇન્ટરનેશનલ સ્ટડીઝ(SIS)ને ભારતને એક અગ્રણી શક્તિ તરીકે ઉભરી લાવવા માટે તેની ભૂમિકા અને જવાબદારી વધારવાની સલાહ આપી હતી. તેમણે કહ્યું, SIS ભારતની ક્ષમતા નિર્માણમાં મોખરે રહ્યું છે અને દેશમાં આંતરરાષ્ટ્રીય સંબંધોના અભ્યાસને પ્રેરણા આપી છે. હવે, તેણે વિકસિત ભારતના લક્ષ્ય તરફ યોગદાન આપવું જોઈએ.