India

મહાગઠબંધનની ખેંચતાણ વચ્ચે લાલુ-તેજસ્વીની આરજેડીએ 143 ઉમેદવારોની યાદી જાહેર કરી

By GS TEAM
20 Oct 20252 mins read
TukuTouch Logo
બિહાર વિધાનસભા ચૂંટણી 2025 માટે લાલુ પ્રસાદ યાદવ અને તેજસ્વી યાદવની પાર્ટી રાષ્ટ્રીય જનતા દળ (RJD)એ તેના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી દીધી છે. મહાગઠબંધનમાં બેઠક-વહેંચણીનું સૂત્ર હજુ નક્કી થયું નથી, તે પહેલા જ RJDએ 143 બેઠકો પર પોતાના ઉમેદવારોના નામનું એલાન કરી દીધું છે, જેનાથી રાજકીય ગરમાવો આવી ગયો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

મહાગઠબંધનની ખેંચતાણ વચ્ચે લાલુ-તેજસ્વીની આરજેડીએ 143 ઉમેદવારોની યાદી જાહેર કરી

RJD Seats Candidates List: બિહાર વિધાનસભા ચૂંટણી 2025 માટે લાલુ પ્રસાદ યાદવ અને તેજસ્વી યાદવની પાર્ટી રાષ્ટ્રીય જનતા દળ (RJD)એ તેના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી દીધી છે. મહાગઠબંધનમાં બેઠક-વહેંચણીનું સૂત્ર હજુ નક્કી થયું નથી, તે પહેલા જ RJDએ 143 બેઠકો પર પોતાના ઉમેદવારોના નામનું એલાન કરી દીધું છે, જેનાથી રાજકીય ગરમાવો આવી ગયો છે.

આ પણ વાંચોઃ વડાપ્રધાન મોદીએ નેવી સાથે INS વિક્રાંત પર ઉજવી દિવાળી, કહ્યું- 'સૌભાગ્યશાળી અનુભવું છું..'

છપરા બેઠક પર મોટો ફેરફાર

આ યાદીમાં કેટલાક મોટા અને ચર્ચિત નામોનો સમાવેશ થાય છે. સૌથી મોટો ફેરફાર છપરા બેઠક પર જોવા મળ્યો છે, જ્યાં RJDએ પહેલા ભોજપુરી સુપરસ્ટાર ખેસારી લાલ યાદવની પત્ની ચંદા દેવીને ટિકિટ આપી હતી. પરંતુ હવે ટેકનિકલ કારણોસર, ખેસારી લાલ યાદવ પોતે જ RJDના સિમ્બોલ પર છપરાથી ચૂંટણી લડશે.

તેજ પ્રતાપની સાળી પરસા બેઠક પરથી લડશે ચૂંટણી

આ ઉપરાંત, લાલુ યાદવના મોટા પુત્ર તેજ પ્રતાપ યાદવની સાળી કરિશ્મા રાયને પરસા બેઠક પરથી ટિકિટ આપવામાં આવી છે. પાર્ટીના મુખ્ય ચહેરા અને વિપક્ષના નેતા તેજસ્વી યાદવે પણ તેમની પરંપરાગત રાઘોપુર બેઠક પરથી ઉમેદવારી નોંધાવી દીધી છે. RJDના ઘણા ઉમેદવારોએ ઉમેદવારી પત્ર ભરવાની પ્રક્રિયા પણ શરૂ કરી દીધી છે.

આ પણ વાંચોઃ '10 બેઠક પણ નહીં જીતી શકે...' સીટ વહેંચણી મુદ્દે કોંગ્રેસમાં અસંતોષ, દિગ્ગજની ચેતવણી

મહાગઠબંધનમાં ખેંચતાણ

ઉલ્લેખનીય છે કે, RJD બિહારમાં કોંગ્રેસ, વીઆઈપી, સીપીઆઈ-માલે, સીપીએમ અને સીપીઆઈ જેવી પાર્ટીઓ સાથે મહાગઠબંધનમાં ચૂંટણી લડી રહી છે. ગઠબંધનમાં હજુ સુધી બેઠકોની વહેંચણીની સત્તાવાર જાહેરાત થઈ નથી, ત્યારે RJD દ્વારા એકલા હાથે આટલી મોટી સંખ્યામાં ઉમેદવારો જાહેર કરવાથી ગઠબંધનમાં ખેંચતાણના સંકેતો મળી રહ્યા છે.