India

ભારતમાં કરોડપતિઓની સંખ્યામાં ઉછાળો: 5.35 લાખ લોકોની વાર્ષિક કમાણી રૂ. 1 કરોડથી વધુ!

By GS Team
13 Aug 20262 mins read
TukuTouch Logo
દેશમાં 1 એપ્રિલથી 10 ઑગસ્ટ 2026 સુધીમાં સીધા ટેક્સ કલેક્શનમાં 23.09%નો વધારો નોંધાયો છે, જે ₹ 8.11 લાખ કરોડ પર પહોંચ્યો છે. ₹ 1 કરોડથી વધુ કમાણી કરનારા લોકોની સંખ્યા 5.35 લાખથી વધુ થઈ છે, જ્યારે ₹ 100 કરોડથી વધુ કમાણી કરનારા 576 થયા છે. આ વધારો ફાઇનાન્સ, IT, રિયલ એસ્ટેટ અને મેન્યુફેક્ચરિંગ સેક્ટરને આભારી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ભારતમાં કરોડપતિઓની સંખ્યામાં ઉછાળો: 5.35 લાખ લોકોની વાર્ષિક કમાણી રૂ. 1 કરોડથી વધુ!

India Direct Tax Collection Rises: દેશમાં વાર્ષિક ₹ 1 કરોડ કે તેથી વધુ કમાણી કરનારા લોકોનો આંકડો વધવાની સીધી અસર ટેક્સ કલેક્શન પર જોવા મળી રહી છે. આ જ કારણે દેશનું ડાયરેક્ટ ટેક્સ કલેક્શન ₹ 8.11 લાખ કરોડ પર પહોંચી ગયું છે. ચાલુ નાણાકીય વર્ષમાં 1 એપ્રિલ 2026થી 10 ઑગસ્ટ 2026 સુધીમાં દેશનું નેટ ડાયરેક્ટ ટેક્સ કલેક્શન 23.09% વધીને ₹ 8.11 લાખ કરોડ થઈ ગયું છે. છેલ્લા 4 વર્ષ દરમિયાન આ સૌથી મોટો વધારો છે. આમાં પર્સનલ ટેક્સપેયર્સ અને HUFનો હિસ્સો સૌથી વધુ છે.

ટેક્સ કલેક્શન અને રિફંડના આંકડા

ગ્રોસ ડાયરેક્ટ ટેક્સ: 19.75%ના વધારા સાથે ₹ 9.55 લાખ કરોડ પર પહોંચ્યો.

રિફંડ: ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટે ₹ 1.43 લાખ કરોડના રિફંડ જારી કર્યા, જે ગયા વર્ષની સરખામણીએ 3.79% વધુ છે.

કોર્પોરેટ અને નોન-કોર્પોરેટ ટેક્સ: કોર્પોરેટ ટેક્સ કલેક્શન ₹2.26 લાખ કરોડથી વધીને ₹ 2.70 લાખ કરોડ થયું. નોન-કોર્પોરેટ ટેક્સ કલેક્શન ₹ 4.11 લાખ કરોડથી વધીને ₹ 5.07 લાખ કરોડ નોંધાયું.

STT (સિક્યોરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સ): શેરબજારમાં તેજીને કારણે STT કલેક્શન ₹ 22,354.31 કરોડથી વધીને ₹ 33,823.74 કરોડ થયું.

ITR ફાઇનાન્સિયલ ગ્રોથ અને કરોડોની કમાણી કરનારાઓનો આંકડો

નાણાકીય વર્ષ 2022માં ITR ફાઇલિંગ 6.9 કરોડ હતું, જે નાણાંકીય વર્ષ FY 2025માં વધીને 9.2 કરોડ થઈ ગયું છે.

1 કરોડથી વધુ આવક: દેશમાં 1 કરોડથી વધુ વાર્ષિક આવક ધરાવતા લોકોની સંખ્યા વધીને 5.35 લાખથી વધુ થઈ ગઈ છે. છેલ્લા 1 વર્ષમાં આ કેટેગરીમાં 64,000 (13.63%) નવા લોકો ઉમેરાયા છે.

100 કરોડથી વધુ આવક: 100 કરોડથી વધુ કમાણી કરનારા લોકોની સંખ્યામાં 39%નો ઉછાળો આવ્યો છે. ગયા વર્ષે આ સંખ્યા 415 હતી, જે વધીને હવે 576 થઈ ગઈ છે.

કયા સેક્ટર્સે બનાવ્યા નવા કરોડપતિ?

સ્ટાર્ટઅપ અને ESOPs: ફાઇનાન્સ, IT, AI, ડિજિટલ બિઝનેસ અને હેલ્થકેર ક્ષેત્રે કમાણીના નવા દ્વાર ખોલ્યા છે. છેલ્લા 1 વર્ષમાં 20 સ્ટાર્ટઅપ કંપનીઓ શેરબજારમાં લિસ્ટ થઈ, જેનાથી એમ્પ્લોયી સ્ટોક ઓનરશિપ પ્લાન (ESOP) ધરાવતા કર્મચારીઓને મોટો કેપિટલ ગેઇન થયો.

ફાઇનાન્સ સેક્ટર: બ્રોકિંગ, વેલ્થ મેનેજમેન્ટ, મ્યુચ્યુઅલ ફંડ અને ઇન્વેસ્ટમેન્ટ બેંકિંગ ક્ષેત્રે થયેલા ઝડપી વિસ્તારથી કર્મચારીઓના બોનસ અને કમાણીમાં મોટો વધારો થયો છે.

રિયલ એસ્ટેટ: લક્ઝરી હાઉસિંગની માંગ વધવાથી ડેવલપર્સ, બિલ્ડર્સ, આર્કિટેક્ટ્સ અને ઇન્ટિરિયર ડિઝાઇનર્સની કમાણી વધી છે.

PLI સ્કીમ અને મેન્યુફેક્ચરિંગ: સરકારની PLI સ્કીમથી ઈલેક્ટ્રોનિક્સ, ઓટોમોબાઇલ અને ડિફેન્સ ક્ષેત્રે રોકાણ વધતાં પ્રમોટર્સ અને અપર-લેવલ મેનેજમેન્ટની આવકમાં વધારો થયો છે.