RBI Vacancy 2025: ભારતીય રિઝર્વ બૅંકમાં કામ કરવાની શાનદાર તક! વગર પરીક્ષાએ મળશે નોકરી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

RBI Vacancy 2025: ભારતીય રિઝર્વ બૅંક(RBI)માં ભરતીને લઈને નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યો છે. જેમાં વિવિધ પદ પર અનુભવી ઉમેદવારોની ભરતી કરાશે. આ ભરતીના 17 ડિસેમ્બરથી 6 જાન્યુઆરી, 2026ના સાંજે 6 વાગ્યા સુધીમાં ફોર્મ ભરી શકાશે.

RBIમાં વિવિધ 93 પદ પર ભરતી
RBI દ્વારા જાહેર કરવામાં આવેલા નોટિફિકેશન મુજબ, રિઝર્વ બૅંક ઑફ ઇન્ડિયા(RBI)માં ફૂલ ટાઇમ કરારના આધારિત નિષ્ણાતો એટલે અનુભવી ઉમેદવારો માટે લેટરલ ભરતીની જાહેરાત કરવામાં આવી છે. જેમાં માહિતી ટૅક્નોલૉજી વિભાગ(DIT), પરિસર વિભાગ, સુપરવિઝન વિભાગ સહિતના વિભાગમાં ડેટા સાયન્ટિસ્ટ, ડેટા એન્જિનિયર, આઇટી સિક્યોરિટી ઍક્સપર્ટ, પ્રોજેક્ટ મેનેજર, આઇટી-સાયબર સિક્યોરિટી એનાલિસ્ટ, એકાઉન્ટ્સ સ્પેશિયાલિસ્ટ, સિનિયર બૅંક એક્ઝામિનર (લિક્વિડિટી રિસ્ક) સહિતના કુલ 93 પદ પર ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ઉમેદવારો ભરતીની સત્તાવાર વેબસાઇટ ibpsreg.ibps.in પરથી ફોર્મ ભરી શકાશે.
ભરતી સંબંધિત વધુ માહિતી, બોર્ડના સત્તાવાર નોટિફિકેશન rbidocs.rbi.org.in પરથી મળી રહેશે.
વયમર્યાદા
અલગ-અલગ પદ માટે લાયકાત અને ઉંમર મર્યાદા અલગ-અલગ છે. જેમાં ઉમેદવારો માટે લઘુતમ ઉંમર 25થી 40 વર્ષ છે, જ્યારે મહત્તમ ઉંમર 40થી 62 વર્ષ છે. અનામત શ્રેણીના ઉમેદવારોને સરકારી નિયમો અનુસાર ઉંમરમાં છૂટછાટ મળશે.
આ ભરતીમાં લેખિત પરીક્ષા લેવામાં આવશે નહીં. જેમાં પસંદગી પ્રક્રિયામાં પ્રાયમરી સ્ક્રિનિંગ-શોર્ટલિસ્ટિંગ, ડૉક્યુમેન્ટ વેરિફિકેશન અને ઇન્ટરવ્યુ લેવામાં આવશે. આ પછી ફાઇનલ સિલેક્શન કરવામાં આવશે. જેમાં પસંદગી પામનાર ઉમેદવારોને ફૂલટાઇમ કોન્ટ્રાક્ટ બેઝ પર લેવામાં આવશે. ભરતી માટે અરજી કરવા માટે સામાન્ય/OBC/EWS ઉમેદવારોને 600 રૂપિયા +GST અને SC/ST/PwBD ઉમેદવારોએ 100 રૂપિયા +GST સાથે રકમ ચૂકવવાની રહેશે.








