India

રામ મંદિર ટ્રસ્ટના CEO તરીકે નિવૃત્ત એર માર્શલ જિતેન્દ્ર મિશ્રાની નિમણૂક, ત્રણ નવા સભ્યનો પણ સમાવેશ

By GS Team
2 Sep 20262 mins read
TukuTouch Logo
અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા નવા CEO તરીકે નિવૃત્ત એર માર્શલ જિતેન્દ્ર મિશ્રાની નિમણૂક કરાઈ છે. તેઓ ટૂંક સમયમાં મંદિર વહીવટની મુખ્ય જવાબદારીઓ સંભાળશે. ટ્રસ્ટમાં 3 નવા સભ્યો, મદન મોહન પાંડે, મહેશ ભાગચંદકા અને નિર્મલા યાદવનો પણ સમાવેશ કરાયો છે. આ નિર્ણય ખાલી પડેલી જગ્યાઓ ભરવા માટે લેવાયો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

રામ મંદિર ટ્રસ્ટના CEO તરીકે નિવૃત્ત એર માર્શલ જિતેન્દ્ર મિશ્રાની નિમણૂક, ત્રણ નવા સભ્યનો પણ સમાવેશ

Ram Mandir CEO New Jitendra Mishra : શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ માટે નવા ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર(CEO)ની જાહેરાત કરી દેવાઈ છે. નવા CEO તરીકે નિવૃત્ત એર માર્શલ જિતેન્દ્ર મિશ્રાના નામ પર અંતિમ મહોર લાગી ગઈ છે અને તેઓ ટૂંક સમયમાં મંદિર વહીવટની મુખ્ય જવાબદારીઓ સંભાળશે.

ટ્રસ્ટમાં 3 નવા સભ્યોનો સમાવેશ

અયોધ્યામાં રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા CEOની સત્તાવાર જાહેરાત પહેલાં ટ્રસ્ટમાં 3 નવા સભ્યોની નિમણૂક કરવામાં આવી છે. આ નવા સભ્યોમાં અયોધ્યાથી મદન મોહન પાંડે (Madan Mohan Pandey), દિલ્હીથી મહેશ ભાગચંદકા(Mahesh Bhagchandka) અને શિકોહાબાદથી નિર્મલા યાદવ(Nirmala Yadav)નો સમાવેશ થાય છે.

જગ્યાઓ ખાલી થતાં લેવાયો નિર્ણય

ચંપત રાય(Champat Rai) અને અનિલ મિશ્રા(Anil Mishra)ના રાજીનામા તેમજ વિમલેન્દ્ર મોહન(Vimlendra Mohan)ના નિધન બાદ ટ્રસ્ટમાં 3 પદો ખાલી પડ્યા હતા. નવા બનેલા ટ્રસ્ટીઓ પૈકી મહેશ ભાગચંદકા અશોક સિંઘલ(Ashok Singhal)ના સંબંધી છે, જ્યારે મદન મોહન પાંડે હાઇકોર્ટમાં મંદિર પક્ષ તરફથી વકીલ રહી ચૂક્યા છે. આ ત્રણેય નવા સભ્યો ટ્રસ્ટની બેઠકમાં ઓનલાઇન માધ્યમથી જોડાયા હતા.

નવા CEOની નિમણૂક અંગે બેઠક

બુધવારે મંદિરના પ્રથમ CEOના નામની જાહેરાતને લઈને ટ્રસ્ટની મહત્ત્વપૂર્ણ બેઠક યોજાઈ. બેઠક દરમિયાન નિવૃત્ત એર માર્શલ જિતેન્દ્ર મિશ્રા(Jitendra Mishra)ની પસંદગી કરવામાં આવી છે.

CEO પદ માટે હજારો અરજીઓ

CEO પદ માટે દેશભરમાંથી કુલ 5,585 અરજીઓ આવી હતી. નિવૃત્ત જસ્ટિસ પ્રમોદ કોહલી(Pramod Kohli)ના વડપણ હેઠળની સ્ક્રીનિંગ કમિટીએ 16 ઉમેદવારોના ઇન્ટરવ્યુ લીધા હતા અને અંતિમ 3 નામોની યાદી બંધ કવરમાં ટ્રસ્ટના અધ્યક્ષને સોંપી હતી.