Get The App

રાજસ્થાનના કોટામાં મોટી દુર્ઘટના, બિલ્ડિંગ ધરાશાયી થતા અનેક લોકો દબાયા હોવાની આશંકા

Updated: Feb 7th, 2026

GS TEAM

Google News
Google News
રાજસ્થાનના કોટામાં મોટી દુર્ઘટના, બિલ્ડિંગ ધરાશાયી થતા અનેક લોકો દબાયા હોવાની આશંકા 1 - image


Rajasthan News: રાજસ્થાનના કોટા શહેરમાં એક મોટી દુર્ઘટના સર્જાઇ છે. જવાહર નગર વિસ્તારમાં તલવંડી ક્ષેત્રમાં એક નિર્માણાધીન બિલ્ડિંગ ધરાશાયી થતાં અનેક લોકો કાટમાળ નીચે દબાયા જેમાંથી 20 બાળકો હોવાની શક્યતા છે. આ બિલ્ડિંગનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું હતું અને નીચે રેસ્ટોરન્ટ ધમધમતી હતી. આ દુર્ઘટના શનિવારે મોડી રાત્રે ઘટી હતી. જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે.

બિલ્ડિંગ ધરાશાયી થવાની સૂચના મળતા જ મોટી સંખ્યામાં રાહત બચાવ દળ અને પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો છે. હાલમાં જોરશોરથી બચાવ અભિયાન શરૂ કરી દેવામાં આવ્યું છે. 

લોકોના ટોળે ટોળે ભેગા થયા

શનિવારે રાત્રે લગભગ 8:45 વાગ્યે જવાહર નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બે માળની બિલ્ડિંગ કાગળના મહેલની જેમ ઘસી પડી હતી. સ્થાનિક લોકોએ તાત્કાલિક સ્થિતિ પર કાબુ મેળવવા યુદ્ધના ધોરણે રાહત કાર્યમાં જોડાયા હતા. કાટમાળમાંથી 5 થી 6 લોકોને બહાર કાઢી હોસ્પિટલમાં લઈ ગયા. ઘટનાના સમાચાર મળતા જ લોકોના ટોળે ટોળાં બનાવ સ્થળે ઉમટી પડ્યા હતા. હાલ સુરક્ષાના ભાગરૂપે તંત્રએ વિસ્તારની વીજળી કાપી કાઢી છે.

20 બાળકો બિલ્ડિંગ નીચે દબાયેલા 

પ્રાથમિક માહિતી મુજબ 20 બાળકો બિલ્ડિંગ દબાયેલા હોવાની આશંકા છે. જિલ્લા કલેકટરે સાત લોકો ઘાયલ થયાની પુષ્ટિ પણ કરી દીધી છે જેમાંથી બે બાળકોની હાલત ગંભીર હોવાનું જણાઈ આવતા મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યા છે. મંત્રી મદન દિલાવર પણ ઘટનાસ્થળે પહોંચી રાહત બચાવ કાર્યનું સતત નિરીક્ષણ કરી રહ્યા છે.

આ પણ વાંચો: VIDEO: હરિયાણાના સૂરજકુંડ મેળામાં મોટી દુર્ઘટના: અધવચ્ચેથી રાઈડ તૂટી પડતા એક પોલીસ અધિકારીનું મોત, અનેક લોકો ઈજાગ્રસ્ત

બ્લાસ્ટનો અવાજ આવ્યો: પ્રત્યક્ષદર્શી

પ્રત્યક્ષદર્શીઓએ દાવો કર્યો છે કે રાત્રે લગભગ 9 વાગ્યે બ્લાસ્ટનો અવાજ આવ્યો અને બિલ્ડિંગ નીચે પડી ગઈ. અંદરથી બચાવો-બચાવોની ચીસા ચીસ સંભળાઈ રહી હતી. ઉલ્લેખનીય છે કે જે બિલ્ડિંગ ધરાશાયી થઈ તેની પાછળની બિલ્ડિંગમાં ઘણા સમયથી કામ ચાલી રહ્યું છે, દરરોજ હેમર અને ડ્રિલ મશીન ચાલતા ધરાશાયી થઈ તે બિલ્ડિંગમાં ધ્રુજારી આવતી હતી.