India

પેલેટ ગનથી ઘાયલ યુવક સાથે રાહુલ ગાંધીની પ્રેસ કોન્ફરન્સ, કહ્યું- વડાપ્રધાન મોદી માફી માંગે

By GS Team
24 Jul 20262 mins read
TukuTouch Logo
NEET પેપર લીક મુદ્દે CJPના આંદોલન વચ્ચે રાહુલ ગાંધીએ દિલ્હીમાં પ્રેસ કોન્ફરન્સ યોજી. તેમણે ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓની તસવીરો બતાવી કેન્દ્ર સરકાર પર પ્રહારો કર્યા. રાહુલ ગાંધીએ જવાબદારોને પદ પરથી હટાવવા, લાઠીચાર્જ કરનારાઓ સામે કાર્યવાહી અને PM મોદી માફી માંગે તેવી 3 મુખ્ય માંગણીઓ કરી. શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની પણ તેમણે માંગ કરી.

Summarized by AI; it may make mistakes. Check important info

પેલેટ ગનથી ઘાયલ યુવક સાથે રાહુલ ગાંધીની પ્રેસ કોન્ફરન્સ, કહ્યું- વડાપ્રધાન મોદી માફી માંગે

Rahul Gandhi On CJP Protest : NEET પેપર લીક મુદ્દે CJP(કોકરોચ જનતા પાર્ટી)નું આંદોલન સતત ચાલુ છે. શુક્રવારે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ પ્રદર્શન દરમિયાન ઈજાગ્રસ્ત થયેલા વિદ્યાર્થીઓ સાથે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. આ દરમિયાન તેમણે કેન્દ્ર સરકાર પર તીખા પ્રહારો કરતાં કહ્યું કે શાંતિપૂર્ણ પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓ પર બળપ્રયોગ કરવામાં આવ્યો છે અને હવે તેમને ન્યાય મળવો જોઈએ.

ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓની તસવીરો દર્શાવી

પ્રેસ કોન્ફરન્સ દરમિયાન રાહુલ ગાંધીએ ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓની તસવીરો દર્શાવી હતી. તેમણે દાવો કર્યો હતો કે હાથમાં ત્રિરંગો લઈને શાંતિપૂર્ણ પ્રદર્શન કરી રહેલા એક વિદ્યાર્થીને પેલેટ ગન વાગી હતી, જેના કારણે તેની એક આંખ ખુલી રહી નથી. કોઈ ભૂલ ન હોવા છતાં આ નિર્દોષ વિદ્યાર્થીઓ સામે આકરી કાર્યવાહી કરવામાં આવી છે.

રાહુલ ગાંધીની મુખ્ય 3 માગણીઓ

રાહુલ ગાંધીએ આ વિરોધ પ્રદર્શન અંગે 3 મુખ્ય માગણીઓ રજૂ કરી છે. જેમાં પેપર લીક માટે જવાબદાર વ્યક્તિને દૂર કરવા, વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ અને ગોળીબાર કરનારાઓ સામે પગલાં લેવા તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશના હજારો વિદ્યાર્થીઓની માફી માંગે તેવી માગ શામેલ છે.

શિક્ષણ મંત્રીના રાજીનામાની માગ

કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન પર નિશાન સાધતા રાહુલ ગાંધીએ કહ્યું કે 'ધર્મેન્દ્ર પ્રધાન આ અપરાધિક શિક્ષણ વ્યવસ્થાનું પ્રતીક છે અને શિક્ષણ વ્યવસ્થાના પતન માટે તેઓ જ જવાબદાર છે. મારા ભાઈઓને ગોળી વાગી છે અને હજારો વિદ્યાર્થીઓ રસ્તા પર છે તેના માટે તેઓ જવાબદાર હોવાથી તેમણે પદ છોડવું જ પડશે.' તેમણે ઘાયલ વિદ્યાર્થીઓને યોગ્ય સારવાર, વળતર અને ન્યાય આપવાની માગ પણ કરી હતી.

સરકાર અને CJP વચ્ચે વાટાઘાટો

બીજી તરફ શુક્રવારે CJP પ્રતિનિધિઓ અને કેન્દ્રીય મંત્રીઓ જેપી નડ્ડા તથા જિતેન્દ્ર સિંહ વચ્ચે 50 મિનિટ સુધી બીજા તબક્કાની વાતચીત થઈ હતી. CJPના દાવો મુજબ સરકારે વિદ્યાર્થીઓ સામેના કેસો પાછા ખેંચવા પર હકારાત્મક વલણ દાખવ્યું છે, પરંતુ શિક્ષણ મંત્રીના રાજીનામા અંગે શનિવાર બપોર સુધીનો સમય માગ્યો છે. માગણીઓ પૂરી ન થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે.