India

BRICS : દિલ્હીમાં રાહુલ-પ્રિયંકાએ મલેશિયાના PM સાથે કરી ખાસ મુલાકાત, અનેક મુદ્દે ચર્ચા

By GS Team
13 Sep 20262 mins read
TukuTouch Logo
મલેશિયાના વડાપ્રધાન દાતો સેરી અનવર બિન ઇબ્રાહિમે નવી દિલ્હીમાં રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સાથે નાસ્તા પર મુલાકાત કરી. તેમણે વિવિધ વિષયો પર ચર્ચા કરી. આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે પણ દ્વિપક્ષીય બેઠક યોજાઈ હતી, જેમાં સેમિકન્ડક્ટર અને સ્વચ્છ ઊર્જા જેવા ક્ષેત્રોમાં સંબંધો મજબૂત કરવા પર ભાર મૂકાયો. મલેશિયાના PMએ ભારતીય નેતૃત્વની લોકપ્રિયતા વખાણી. તેમનો બોલીવુડ ગીત ગાતો વીડિયો વાયરલ થયો.

Summarized by AI; it may make mistakes. Check important info

BRICS : દિલ્હીમાં રાહુલ-પ્રિયંકાએ મલેશિયાના PM સાથે કરી ખાસ મુલાકાત, અનેક મુદ્દે ચર્ચા

Malaysia PM India Visit : કોંગ્રેસ સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી તેમજ કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ નવી દિલ્હી ખાતે મલેશિયાના વડાપ્રધાન દાતો સેરી અનવર બિન ઇબ્રાહિમ સાથે ખાસ મુલાકાત કરી હતી. બંને નેતાઓએ મલેશિયાના વડાપ્રધાન સાથે નાસ્તા પર બેઠક યોજીને વિવિધ વિષયો પર ચર્ચા કરી હતી. આ અગાઉ બ્રિક્સ (BRICS) સમિટ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મલેશિયાના વડાપ્રધાન વચ્ચે પણ દ્વિપક્ષીય બેઠક યોજાઈ હતી, જેમાં બંને દેશો વચ્ચેના સંબંધોને વધુ મજબૂત કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.

Rahul Gandhi with Malaysian Prime Minister Anwar Ibrahim-1.jpg

ભારત અને મલેશિયા વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી પર ભાર

વડાપ્રધાન (PM Narendra Modi) એ જણાવ્યું હતું કે ભારત અને મલેશિયા વચ્ચેના સંબંધો હવે સેમિકન્ડક્ટર, મહત્વપૂર્ણ ખનિજો, સ્વચ્છ ઊર્જા, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને પ્રતિભાશાળી લોકોની અવરજવર જેવા નવા તેમજ મહત્વકાંક્ષી ક્ષેત્રોમાં ઝડપથી આગળ વધી રહ્યા છે. બંને દેશો વચ્ચે સંરક્ષણ સહયોગ, દ્વિપક્ષીય રોકાણ અને નાગરિકો વચ્ચેના સંપર્કો સતત મજબૂત બની રહ્યા છે, જે ભારત-મલેશિયા વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીને નવી ગતિ આપી રહ્યા છે. બંને દેશો આ સંબંધોની સંપૂર્ણ ક્ષમતાનો લાભ ઉઠાવવા સાથે મળીને કાર્ય કરશે.

Rahul Gandhi with Malaysian Prime Minister Anwar Ibrahim-2.jpg

મલેશિયાના વડાપ્રધાને ભારતીય નેતૃત્વની લોકપ્રિયતા વખાણી

દ્વિપક્ષીય બેઠકની શરૂઆતમાં મલેશિયન વડાપ્રધાન (Malaysia PM Anwar Ibrahim) એ ભારતીય વડાપ્રધાનની ભારે લોકપ્રિયતાની પ્રશંસા કરી હતી. તેમણે પોતાના મોબાઈલ પર આવી રહેલા સંદેશાઓનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે લોકોમાં તેમની મજબૂત પકડ છે અને તેઓ વૈશ્વિક સ્તરે અત્યંત લોકપ્રિય નેતા છે.

બોલીવુડનું ગીત ગાતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

ભારત મુલાકાત દરમિયાન મલેશિયાના વડાપ્રધાનનો એક અનોખો અંદાજ પણ સામે આવ્યો હતો, જેમાં તેઓ બોલીવુડના રંગમાં રંગાયેલા જોવા મળ્યા હતા. દિલ્હીની એક હોટલમાં તેઓ પ્રખ્યાત ગાયકનું લોકપ્રિય ગીત ‘ખ્વાબ હો તુમ યા કોઈ હકીકત’ ગાતા નજરે પડ્યા હતા અને આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.