Get The App

વિમાનને રોડ પર ધક્કો મારીને લઈ ગયા યુવકો, અમેઠીનો VIDEO જોઈ લોકો ચોંક્યા

Updated: Apr 8th, 2026

GS TEAM

Google News
Google News
વિમાનને રોડ પર ધક્કો મારીને લઈ ગયા યુવકો, અમેઠીનો VIDEO જોઈ લોકો ચોંક્યા 1 - image

Amethi: ઉત્તર પ્રદેશના અમેઠી જિલ્લાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાઈરલ થઈ રહ્યો છે. સામાન્ય રીતે આવું કોઈ એરપોર્ટ પર અથવા ફિલ્મમાં જોવા મળે છે, પરંતુ અહીં મામલો કંઈક અલગ જ છે. ફુરસતગંજ સ્થિત ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય ઉડાન એકેડેમી કેમ્પસ પાસે રસ્તા પર એક ટ્રેઈની વિમાન (તાલીમાર્થી વિમાન) નજર આવે છે, જેને ઉડાનથી નહીં પણ ધક્કો મારીને લઈ જવામાં આવી રહ્યું છે. ખાસ વાત એ છે કે આ વિમાનને કોઈ મશીન કે વાહન નથી, પરંતુ પરંતુ પાંચ યુવાનો ધક્કો મારી રહ્યા છે. આ વીડિયો હવે જોત-જોતામાં સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ ગયો છે.

રસ્તા પર વિમાન, લોકો હેરાન

આ વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, એક હળવું ટ્રેઈની વિમાન રસ્તા પર ઊભેલું છે અને કેટલાક યુવાનો તેને પાછળથી ધક્કો મારીને આગળ વધારી રહ્યા છે. સામાન્ય રીતે વિમાનને હેંગર અથવા રનવેની અંદર જ ખાસ સાધનોની મદદથી ખેંચવામાં આવે છે અથવા ધકેલવામાં આવે છે. આવી સ્થિતિમાં રસ્તા પર આ રીતે વિમાનને ધક્કો મારીને લઈ જવું એ લોકો માટે આશ્ચર્યજનક હતું. વીડિયો સામે આવતાની સાથે જ લોકોએ તેને ઝડપથી શેર કરવાનું શરૂ કરી દીધું.

સોશિયલ મીડિયા પર ઉઠ્યા સવાલ

આ વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થતાં જ લોકોની પ્રતિક્રિયા પણ આવવા લાગી. કેટલાક લોકોએ તેને રમૂજ અંદાજમાં લીધું અને તેને "દેશી જુગાડ" ગણાવ્યું, જ્યારે કેટલાકે લોકોએ સુરક્ષા વ્યવસ્થા પર સવાલ ઉઠાવ્યા. કેટલાક લોકોએ સવાલ કર્યો કે આખરે વિમાનને આ રીતે રસ્તા પર કેવી રીતે લાવવામાં આવ્યું. ઘણા યુઝર્સનું કહેવું છે કે જો આ બેદરકારી હોય, તો તે ગંભીર મામલો હોઈ શકે છે. જ્યારે કેટલાક લોકો તેને માત્ર સામાન્ય પ્રક્રિયા માની રહ્યા છે. વીડિયોમાં એ પણ નજર આવી રહ્યું છે કે વિમાનને ધક્કો આપવાની સાથે-સાથે વીડિયો પણ બનાવવામાં આવી રહ્યો છે. 

આ પણ વાંચો: ઈરાન યુદ્ધ અટકતા જ આ બે દેશો વચ્ચે વધ્યો તણાવ, કિમ જોંગ ઉનની સેનાએ છોડી બેલેસ્ટિક મિસાઈલ

વિભાગે આપી સ્પષ્ટતા

આ વીડિયો વાઈરલ થયા બાદ જ્યારે મામલો ચર્ચામાં આવ્યો, તો સંબંધિત વિભાગે પણ પ્રતિક્રિયા આપી. અધિકારીઓએ જણાવ્યું કે, આ કોઈ બેદરકારી કે સુરક્ષામાં ચૂક નથી. તેમના મતે એકેડેમી કેમ્પસમાં રાખેલા જૂના અને જે સેવામાં નથી તેવા વિમાનોને એક સ્થાન પરથી બીજા સ્થાન પર શિફ્ટ કરવામાં આવી રહ્યું હતું. આ જ પ્રક્રિયાના ભાગ રૂપે વિમાનને દિવાલ પાસે ખસેડવામાં આવી રહ્યું હતું અને આ દરમિયાન કોઈએ તેનો વીડિયો બનાવી લીધો. જો કે, વિભાગના સ્પષ્ટતા સામે આવ્યા બાદ પણ એ સવાલ છે કે, શું આ રીતે વિમાનને રસ્તા પર ધકેલવું સામાન્ય પ્રક્રિયાનો ભાગ છે? નિષ્ણાતો માને છે કે નાના તાલીમ વિમાનને માનવ બળ દ્વારા મર્યાદિત અંતર સુધી ખસેડી શકાય છે, પરંતુ તેના માટે નિયંત્રિત અને સુરક્ષિત વાતાવરણ જરૂરી હોય છે. જો આ કામ ખુલ્લા રસ્તા પર કરવામાં આવ્યું છે, તો સુરક્ષાને લઈને સવાલ ઉઠવો એ સ્વાભાવિક છે.