FIR કરવાની માંગ કરનાર રાહુલ ગાંધી સામે જ ફરિયાદ, જાણો સમગ્ર મામલો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Shuddhikaran Controversy : ઉત્તરાખંડના હલ્દ્વાની જિલ્લામાં શ્રી રામ સેનાના અમિત કુમારે 30 ઓગસ્ટે લોકસભામાં વિરોધ પક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી સામે કોતવાલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. અમિત કુમારે આરોપ લગાવ્યો છે કે રાહુલ ગાંધીએ તેમના વિરુદ્ધ જાતિસૂચક શબ્દોનો ઉપયોગ કર્યો છે, તેથી રાહુલ ગાંધી સામે FIR દાખલ થવી જોઈએ. રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, શુદ્ધિકરણ કરવું એ SC/ST એક્ટ હેઠળ ગુનાહિત કૃત્ય છે અને જેમણે પણ આવું કર્યું છે તેમની સામે તાત્કાલિક FIR થવી જોઈએ.
પોલીસ દ્વારા ફરિયાદની તપાસ શરૂ
હલ્દ્વાની જિલ્લા પોલીસનું કહેવું છે કે, આ મામલે હજુ સુધી કોઈ FIR દાખલ કરવામાં આવી નથી. હાલમાં પોલીસ શ્રી રામ સેનાના અમિત કુમાર દ્વારા આપવામાં આવેલી ફરિયાદની તપાસ કરી રહી છે.
શુદ્ધિકરણ હવન બાદ વિવાદ સર્જાયો
આ સમગ્ર વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે (Mallikarjun Kharge)ની રેલી પૂર્ણ થયા બાદ શ્રી રામ સેનાના સભ્યોએ તે જગ્યાએ શુદ્ધિકરણ હવન કર્યો હતો. આ ઘટના સામે આવ્યા બાદ લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi)એ આ મામલે FIR નોંધવાની માંગ કરી હતી.
હું પોતે દલિત સમાજમાંથી આવું છું: વિનોદ આર્ય
શુદ્ધિકરણ વિવાદ અંગે શ્રી રામ સેના ધર્માર્થ સેવા ન્યાસના સભ્ય વિનોદ આર્યએ (જેમણે શુદ્ધિકરણ કરાવ્યું હતું) જણાવ્યું કે સનાતન પરંપરાના અનુયાયી તરીકે, જ્યાં ભગવાન શ્રી રામની પૂજા થાય છે અને ધાર્મિક કાર્યક્રમો યોજાય છે તે સ્થળની સ્વચ્છતા સુનિશ્ચિત કરવી મારો પ્રાથમિક અધિકાર અને ફરજ છે. તેઓ પોતે દલિત સમાજમાંથી આવે છે અને આ કાર્યક્રમ દરમિયાન તેમની સાથે દલિત સમુદાયના અન્ય ભાઈઓ પણ સામેલ હતા.
અમારા પર દબાણ લાવવાનો પ્રયાસ: આર્ય
આર્યએ વધુમાં જણાવ્યું કે તેમણે કોઈ ખોટું કામ કર્યું નથી. તેઓ દલિત હોવા છતાં રાહુલ ગાંધી તેમની સામે કાનૂની કાર્યવાહી અને કેસ નોંધવાની માંગ કરી રહ્યા છે. જેથી તેઓ રાહુલ ગાંધી વિરુદ્ધ FIR દાખલ કરવા માગે છે, કારણ કે તેમના પર ખોટું દબાણ ઊભું કરવામાં આવી રહ્યું છે અને ધરપકડની માંગ થઈ રહી છે.
રાહુલ ગાંધીએ શું નિવેદન આપ્યું હતું?
લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ 29 ઓગસ્ટે કહ્યું હતું કે, શુદ્ધિકરણ કરવું એ ગુનો છે. 10 ઓગસ્ટે શુદ્ધિકરણ કરવામાં આવ્યું અને 13 ઓગસ્ટે ખડગેજીએ ગૃહમાં જણાવ્યું કે તેમનું અપમાન થયું છે, છતાં અત્યાર સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. જેમણે પણ આ કૃત્ય કર્યું છે તેમની સામે વહેલી તકે FIR થવી જોઈએ, કારણ કે આ બાબત SC/ST એક્ટનું ઉલ્લંઘન છે.




