VIDEO : પંજાબના જલાલાબાદ પોલીસ સ્ટેશનમાં જોરદાર બ્લાસ્ટ, વાહનોના કાચ તૂટ્યા; તપાસ શરૂ કરી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Punjab Blast : પંજાબના ફાજિલ્કા જિલ્લાના જલાલાબાદ સ્થિત સિટી પોલીસ સ્ટેશનમાં મોડી રાત્રે જોરદાર બ્લાસ્ટ થતાં અફરાતફરી મચી ગઈ હતી. બ્લાસ્ટના કારણે પોલીસ સ્ટેશન પરિસરમાં ઉભેલા 4-5 વાહનોના કાચ તૂટી ગયા હતા. ઘટનાની જાણ થતાં ફાજિલ્કા SSP સહિત પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. બ્લાસ્ટ કઈ વસ્તુના કારણે થયો તે હજુ સ્પષ્ટ થયું નથી. સાવચેતીના ભાગરૂપે પોલીસે ઘટનાસ્થળને સીલ કરી દીધું છે.
રાત્રે સંભળાયો જોરદાર ધડાકો
જલાલાબાદના SP સતવિંદર કુમારે જણાવ્યું કે, ‘રાત્રે લગભગ 2 વાગ્યે બ્લાસ્ટનો અવાજ સંભળાયો હતો. બ્લાસ્ટમાં પોલીસ કસ્ટડીમાં રાખવામાં આવેલા કેસ-પ્રોપર્ટીના વાહનોને નુકસાન થયું છે અને 4-5 વાહનોના કાચ તૂટી ગયા છે.’
ફોરેન્સિક ટીમે તપાસ શરૂ કરી
SPએ જણાવ્યું કે ઘટનાની તપાસ માટે ફોરેન્સિક ટીમને ઘટનાસ્થળે બોલાવવામાં આવી છે. ટીમ બ્લાસ્ટનું કારણ શોધી રહી છે. આ ઉપરાંત પોલીસ દ્વારા આસપાસના વિસ્તારના CCTV ફૂટેજ પણ તપાસવામાં આવી રહ્યા છે. પોલીસે લોકોને અફવાઓ પર ધ્યાન ન આપવા અપીલ કરી છે.
બ્લાસ્ટનું કારણ શોધવા તપાસ ચાલુ
બ્લાસ્ટનું ચોક્કસ કારણ હજુ સામે આવ્યું નથી. તેથી સાવચેતીના ભાગરૂપે પોલીસે ઘટનાસ્થળને સીલ કરી દીધું છે. પોલીસ અને ફોરેન્સિક ટીમની તપાસ બાદ જ બ્લાસ્ટ કઈ વસ્તુના કારણે થયો તે સ્પષ્ટ થઈ શકશે. હાલ પોલીસ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે. ફોરેન્સિક તપાસ અને CCTV ફૂટેજની તપાસ બાદ બ્લાસ્ટનું ચોક્કસ કારણ સામે આવે તેવી શક્યતા છે.




