India

હવે ભગવંત માનના ખાસને ત્યાં ED ત્રાટકી, નોટો ભરેલા બેગ મળ્યા, દરોડાની કાર્યવાહી યથાવત્

By GS TEAM
7 May 20262 mins read
TukuTouch Logo
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ ગુરુવારે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનના OSD(ઓફિસર ઓન સ્પેશિયલ ડયુટી)ના નજીકના સહયોગીઓ પર ગાળિયો કસિયો છે. પંજાબના SAS નગર અને ચંદીગઢ સ્થિત ત્રણ સ્થળો પર મની લોન્ડરિંગ નિવારણ અધિનિયમ હેઠળ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. ખરડ સ્થિત એક રહેણાંક સોસાયટી વેસ્ટર્ન ટાવર્સમાં દરોડા દરમિયાન, ED એ બે બેગ જપ્ત કરી હતી, જેમાં કથિત રીતે આશરે 20 લાખ રૂપિયા રોકડા હતા. આ બેગ ઈમારતના નવમા માળેથી નીચે ફેંકી દેવામાં આવી હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

હવે ભગવંત માનના ખાસને ત્યાં ED ત્રાટકી, નોટો ભરેલા બેગ મળ્યા, દરોડાની કાર્યવાહી યથાવત્

Enforcement Directorate Search Operation: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે(ED) ગુરુવારે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનના OSD(ઑફિસર ઓન સ્પેશિયલ ડયુટી)ના નજીકના સહયોગીઓ પર ગાળિયો કસ્યો છે. પંજાબના SAS નગર અને ચંદીગઢ સ્થિત ત્રણ સ્થળો ઉપરાંત કુલ 12 જગ્યાએ મની લોન્ડરિંગ નિવારણ અધિનિયમ હેઠળ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. ખરડ સ્થિત એક રહેણાંક સોસાયટી વેસ્ટર્ન ટાવર્સમાં દરોડા દરમિયાન, EDએ બે બેગ જપ્ત કરી હતી, જેમાં કથિત રીતે આશરે 20 લાખ રૂપિયા રોકડા હતા. આ બેગ ઇમારતના નવમા માળેથી નીચે ફેંકી દેવામાં આવી હતી.

12 સ્થળો પર સર્ચ

મહત્ત્વનું છે કે EDએ સનટેક સિટી પ્રોજેક્ટના સંદર્ભમાં મોહાલી અને ચંદીગઢમાં 12 સ્થળો પર સર્ચ હાથ ધર્યું છે. આ કેસમાં કથિત રીતે અજય સહગલ, ABS ટાઉનશીપ્સ પ્રાયવેટ લિમિટેડ, એટલાસ બિલ્ડર્સ, ધીર કન્સ્ટ્રક્શન અને તેમના સહયોગીઓ સામેલ છે. તેમના પર GMADA પાસેથી CLU લાયસન્સ મેળવવામાં મોટા પાયે છેતરપિંડી કરવાનો અને જનતાને છેતરીને સેંકડો કરોડ રૂપિયા ઠગવાનો આરોપ છે.

રોકડ ભરેલી બેગનો નવમા માળેથી કર્યો ઘા 

આ તપાસ દરમિયાન EDના અધિકારીઓએ ખરડ પાસે છજ્જૂ માજરા સ્થિત વેસ્ટર્ન ટાવર્સના ફ્લેટ નંબર 906માં ગઈ હતી. તરત જ રોકડથી ભરેલી તે બેગને પોતાના કબજામાં લીધી હતી. એક અધિકારીએ જણાવ્યું કે, 'ફ્લેટમાં હાજર લોકોએ તાત્કાલિક રોકડથી ભરેલી બે બેગ નીચે જમીન પર ફેંકી દીધી હતી. EDના અધિકારીઓએ તરત જ તે બેગને પોતાના કબજામાં લીધી અને સ્થળ પર વિખરાયેલા નોટોના બંડલો એકઠા કરી લીધા હતા.'

આ પણ વાંચો: રાતનો સમય, કારનો પીછો, ટાર્ગેટ કિલિંગ...ચંદ્રનાથ રથ હત્યા કેસમાં એક બાદ એક કડી જોડાઈ

શું છે આરોપ?

હાલ ED નીતિન ગોહલના અનેક સ્થળો પર પણ તપાસ કરી રહી છે, કારણ કે તેમના પર કથિત આરોપ છે કે તેઓ એવા બિલ્ડરોને મદદ કરી રહ્યા છે જેમણે GMADAની ફી ચૂકવી નથી અને તેઓ તેમના માટે રાજકીય સંરક્ષણની વ્યવસ્થા કરી રહ્યા છે. તેઓ મુખ્યમંત્રી ભગવંત માનના OSD રાજબીર ઘુમનના નજીકના સહયોગી છે. નીતિન ગોહલ પર પંજાબ CMO વતી એક સંપર્ક અધિકારી તરીકે કામ કરવાની પણ શંકા છે.