Get The App

બજેટ રજૂ કરતાં પૂર્વે નિર્મલા સીતારામનને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ દહીં અને ખાંડ આપ્યાં

Updated: Feb 1st, 2026

GS TEAM

Google News
Google News
બજેટ રજૂ કરતાં પૂર્વે નિર્મલા સીતારામનને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ દહીં અને ખાંડ આપ્યાં 1 - image


સીતારામને તમિલનાડુના આદર સમાન કાંચીપુરમ્ સાડી પહેરી હતી

નિર્મલા સીતારામનની સાથે, રાજ્ય મંત્રી પંકજ ચૌધરી, કેન્દ્રના મુખ્ય આર્થિક સલાહકાર ડૉ. વી.એ.નાગેશ્વરન્ ભમ્ઘ્ના ચેરમેન અગ્રવાલ વ. ઉપસ્થિત હતા

નવી દિલ્હી: નાણાંકીય વર્ષ ૨૦૨૬-૨૭નું કેન્દ્રીય અંદાજપત્ર રજૂ કરતાં પૂર્વે વિત્તમંત્રી નિર્મલા સીતારામન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળવાં ગયાં ત્યારે તેઓની સાથે વિત્ત મંત્રાલયના રાજ્ય કક્ષાના મંત્રી પંકજ ચૌધરી, કેન્દ્રના મુખ્ય આર્થિક સલાહકાર ડૉ. વી.એ.નાગેશ્વરન્, ચેરમેન ઓફ ધી સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્ષીસ (સીબીડીટી)ના વડા રવિ અગ્રવાલ, તથા વિત્ત મંત્રાલયના કેટલાક વરિષ્ટ અધિકારીઓ પણ ઉપસ્થિત હતા.

અંદાજપત્ર સંસદમાં રજૂ કરતાં પૂર્વે પરંપરાગત રીતે વિત્તમંત્રી રાષ્ટ્રપતિને મળવા જાય છે અને તેઓની અનુજ્ઞાા પ્રાપ્ત કરી પછી લોકસભામાં પહોંચે છે તે પ્રમાણે આ વખતે પણ નિર્મલા સીતારામન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળવાં ગયા ત્યારે સુશ્રી મુર્મુએ તેઓને દહીં ખાંડ આપી શુકન કરાવ્યું હતું. નિર્મલા સીતા રામને તમિલનાડુની પરંપરાના આદર સમાન હાથ શાળની જાંબલીરંગની કાંચીપુરમ સાડી પહેરી હતી. ખભા ઉપર રાષ્ટ્રચિન્હનો બ્રોશર પહેર્યો હતો.