India

'મને અને CJP ને દેશદ્રોહના કેસમાં ફસાવવાની તૈયારી...', સૌરભ દાસનો ચોંકાવનારો દાવો

By GS Team
23 Sep 20262 mins read
TukuTouch Logo
કોકરોચ જનતા પાર્ટી (CJP) ના સહ-સંયોજક સૌરભ દાસે દિલ્હી પોલીસ પર ગંભીર આરોપ લગાવ્યો છે. તેમના મતે, તેમને અને પાર્ટીના અન્ય નેતાઓને AI, ડીપફેક અને નકલી ચેટ્સ દ્વારા દેશદ્રોહી સાબિત કરવાનું કાવતરું ચાલી રહ્યું છે. દાસે સુપ્રીમ કોર્ટના આદેશો યાદ અપાવતા કહ્યું કે, પોલીસે માફિયાઓ સામે કાર્યવાહી કરવી જોઈએ, નહીં કે કાલ્પનિક વાર્તાઓ બનાવવી જોઈએ. તેઓ પોલીસના કોઈપણ પ્રશ્નનો જવાબ આપવા તૈયાર છે.

Summarized by AI; it may make mistakes. Check important info

'મને અને CJP ને દેશદ્રોહના કેસમાં ફસાવવાની તૈયારી...', સૌરભ દાસનો ચોંકાવનારો દાવો

Cockroach Janata Party Saurabh Das : કોકરોચ જનતા પાર્ટી (CJP) ના સહ સંયોજક સૌરભ દાસે ગંભીર આરોપ લગાવ્યો છે કે તેમને અને પાર્ટીના અન્ય નેતાઓને કાવતરા હેઠળ ફસાવવાની તૈયારી ચાલી રહી છે. દાસના જણાવ્યા અનુસાર, તેમને વિશ્વસનીય સૂત્રો દ્વારા માહિતી મળી છે કે દિલ્હી પોલીસ કોઈપણ ભોગે તેમને દેશદ્રોહી સાબિત કરવાનો પ્રયાસ કરી રહી છે અને આ માટે આધાર પુરાવા વગરની બાબતો, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI), ડીપફેક તેમજ બનાવટી ચેટ્સનો સહારો લેવામાં આવી શકે છે. તેમણે જણાવ્યું કે જનતાના ટેક્સના નાણાંનો ઉપયોગ કરીને આ પ્રકારની કાલ્પનિક કહાનીઓ રચવામાં આવી રહી છે, જે અત્યંત ખર્ચાળ સાબિત થઈ શકે છે. આ ખર્ચ પણ દેશના વિકાસ માટે નહી પરંતુ અમારી પાર્ટીના લોકોને ફસાવવા માટે થઇ રહ્યો છે.


સરકાર સામે માંડ્યો હતો મોરચો
ગત જૂન અને જુલાઈ મહિનામાં નીટ પેપર લીક વિરુદ્ધ જંતર-મંતર પર ઉગ્ર આંદોલન ચલાવનાર કોકરોચ જનતા પાર્ટી હાલમાં વિવિધ રાજ્યોમાં 'સ્કૂલ ઠીક કરો' અને 'આદિવાસી સ્કૂલ ઠીક કરો' જેવા અભિયાનો ચલાવી રહી છે. અગાઉ જંતર-મંતર પર થયેલા પ્રદર્શન દરમિયાન નોંધાયેલી એફઆઈઆરને સુપ્રીમ કોર્ટે રદ કરી દીધી છે અને પાર્ટીના નેતાઓને કાયદાકીય કાર્યવાહી સામે વિશેષ રક્ષણ પણ પૂરું પાડ્યું છે. આ સંદર્ભમાં સૌરભ દાસે દિલ્હી પોલીસને સર્વોચ્ચ કોર્ટના આદેશોની યાદ અપાવતા જણાવ્યું હતું કે કોર્ટે પ્રદર્શનકારીઓને કાયદાકીય મામલે સુરક્ષા આપી છે અને કાલ્પનિક કહાનીઓ લખવી એ પોલીસ મેન્યુઅલનો હિસ્સો નથી.

કાર્યવાહી જેની સામે કરવી જોઇએ તેની સામે નથી થતી
દાસે વધુમાં જણાવ્યું હતું કે પોલીસને સાહિત્ય રચવા બદલ કોઈ એવોર્ડ મળવાનો નથી, તેથી જનતાનો સમય અને નાણાં બગાડવાને બદલે પોલીસે માફિયા, હોસ્પિટલ માફિયા અને એજ્યુકેશન માફિયા સામે વાસ્તવિક તપાસ કરવી જોઈએ. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે તેઓ, અભિજિત દીપકે અને આશુતોષ રાંકા પોલીસના કોઈપણ સવાલનો જવાબ આપવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. જો પોલીસ પાસે કોઈ શંકા કે સવાલ હોય તો તેઓ સીધા ફોન કરીને બોલાવી શકે છે અને તેઓ કોઈપણ ડીપફેક વિના પોલીસ સમક્ષ હાજર થઈને તમામ સાચા જવાબો આપવા તૈયાર છે.