India

પેપર લીક મામલે રાજકારણ ગરમાયું: 26 જુલાઈએ મુંબઈમાં રસ્તા પર ઊતરશે ઠાકરે બંધુઓ

By GS Team
23 Jul 20262 mins read
TukuTouch Logo
મહારાષ્ટ્રમાં વિદ્યાર્થી આંદોલન વચ્ચે ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે 26 જુલાઈએ મુંબઈમાં સંયુક્ત મોરચો કાઢશે. આ મોરચો વિદ્યાર્થીઓ અને વાલીઓનો રોષ સરકાર સુધી પહોંચાડવા માટે છે. ઠાકરે બંધુઓએ જણાવ્યું કે સરકાર વિદ્યાર્થીઓ સાથે ક્રૂરતાપૂર્વક વર્તી રહી છે, પરંતુ હવે વિદ્યાર્થીઓ ડરશે નહીં. તેમણે શાંતિપૂર્ણ મોરચામાં દખલ કરનારાઓને ચેતવણી આપી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

પેપર લીક મામલે રાજકારણ ગરમાયું: 26 જુલાઈએ મુંબઈમાં રસ્તા પર ઊતરશે ઠાકરે બંધુઓ

Uddhav and Raj Thackeray On CJP Student Protest : મહારાષ્ટ્રમાં વિદ્યાર્થી આંદોલન વચ્ચે શિવસેના યુબીટીના વડા ઉદ્ધવ ઠાકરે અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેના(MNS)ના વડા રાજ ઠાકરેએ 26 જુલાઈએ મુંબઈમાં સંયુક્ત મોરચો કાઢવાની જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું કે, આ મોરચો વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓનો રોષ સરકાર સુધી પહોંચાડવા માટે યોજવામાં આવશે.

ઠાકરે બંધુઓની સંયુક્ત પત્રકાર પરિષદ

મુંબઈમાં યોજાયેલી સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, સરકાર વિદ્યાર્થીઓ સાથે ક્રૂરતાપૂર્વક વર્તી રહી છે, પરંતુ હવે વિદ્યાર્થીઓ કોઈનાથી ડરવાના નથી. બીજી તરફ રાજ ઠાકરેએ જણાવ્યું કે વિદ્યાર્થીઓનું આંદોલન હવે મોટું સ્વરૂપ લઈ ચૂક્યું છે, જેના કારણે સરકાર બેકફૂટ પર આવી ગઈ છે અને તે માંગણીઓને અવગણના કરી શકે નહીં.

શાંતિપૂર્ણ મોરચામાં દખલ કરનારા સામે ચેતવણી

રાજ ઠાકરેએ ચેતવણી આપતાં કહ્યું કે 'અમારા શાંતિપૂર્ણ પ્રદર્શનમાં વિક્ષેપ પાડવાનો પ્રયાસ કરનારાઓને બક્ષવામાં નહીં આવે.' બંને નેતાઓએ વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને મોટી સંખ્યામાં આ મોરચામાં જોડાવા અપીલ કરી છે.

આંદોલનની પૃષ્ઠભૂમિ અને પોલીસ કાર્યવાહી

માર્ચ 2026માં NEET પેપર લીક થવાને કારણે રદ થયા હતા. ત્યારબાદ 20 જૂનથી જંતર-મંતર પર CJPનું આંદોલન શરૂ થયું હતું, જેમાં 28 જૂનથી સોનમ વાંગચુક પણ જોડાયા હતા. CJPએ 20 જુલાઈએ 'સંસદ ચલો માર્ચ'નું નેતૃત્વ કર્યું હતું, તે દરમિયાન પોલીસે વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ કર્યો હતો.

વડાપ્રધાન મોદીનું નિવેદન

બીજી તરફ, ગુરુવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આશ્વાસન આપ્યું હતું કે, પેપર લીકના તમામ કેસોમાં દોષિતોને વહેલી તકે કડક સજા થાય તે માટે ફાસ્ટ ટ્રેક કોર્ટની રચના કરવામાં આવશે.