બ્રિક્સના મેન્યુને લઈને પણ રાજકીય વિવાદ, રાહુલ ગાંધીની પોસ્ટ બાદ સરકારનો વળતો પ્રહાર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

BRICS Summit Gala Dinner: દેશની રાજધાની દિલ્હીમાં આયોજિત બ્રિક્સ સમિટ દરમિયાન આયોજિત ગાલા ડિનરના સંપૂર્ણ રીતે વેજિટેરિયન મેન્યૂને લઈને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સવાલ ઉઠાવ્યો છે. લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પર છોલે ભટૂરેની તસવીર શેર કરતા કહ્યું કે-ભારતની 80 ટકા વસ્તી નોન-વેજિટેરિયન છે. રાહુલ ગાંધીએ લખ્યું, 'રેકોર્ડ માટે, 80% ભારતીય નોન-વેજિટેરિયન છે. ભારતીય નોન-વેજ ખાવાનું સ્વાદિષ્ટ છે. મારી બહેનના છોલે ભટૂરે પણ.'
સમિટ ડિનરમાં ભારતીય વેજિટેરિયન વાનગીઓ પીરસાઈ
રાહુલ ગાંધીની આ ટિપ્પણી બ્રિક્સ સમિટ દરમિયાન આયોજિત ગાલા ડિનરના એક દિવસ પછી આવી. ડિનરમાં મહેમાનો માટે સંપૂર્ણ રીતે વેજિટેરિયન વાનગીઓ પીરસવામાં આવી હતી. મેન્યૂમાં ભારતના જુદા જુદા ભાગોની ક્ષેત્રીય પરંપરાઓ સાથે જોડાયેલી ઘણી વાનગીઓ સામેલ હતી. આયોજનમાં ભારતીય ખાનપાનની વિવિધતાને વેજિટેરિયન વાનગીઓ દ્વારા રજૂ કરવામાં આવી હતી. હવે તેના પર ભાજપ નેતા અને કેન્દ્રીય મંત્રી કિરન રિજિજુએ પલટવાર કર્યો છે.
કિરન રિજિજુનો કોંગ્રેસ પર પલટવાર
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની પોસ્ટ પર કેન્દ્રીય મંત્રી કિરન રિજિજુએ કહ્યું કે-
મને વિશ્વાસ નથી થતો કે કોંગ્રેસ પાર્ટી બ્રિક્સ દેશોના નેતાઓને પીરસવામાં આવેલા ભોજનના મેન્યુ પર પણ રાજકારણ કરી રહી છે. આપણાં મહેમાનોએ ભારતીય શાકાહારી ભોજનનો આનંદ લીધો, જે સ્વાદ અને પોષણથી ભરપૂર હતું, તેમાં અલગ અલગ ક્ષેત્રોની પરંપરા પણ સામેલ હતી.
આંતરરાષ્ટ્રીય આયોજનના મેન્યુ પર રાજકારણ કેમ?
બ્રિક્સ સમિટ જેવા આંતરરાષ્ટ્રીય આયોજનમાં પીરસવામાં આવેલા ખાવાને લઈને રાહુલ ગાંધીની ટિપ્પણી પછી કોંગ્રેસ અને સરકાર વચ્ચે રાજકીય નિવેદનબાજી શરૂ થઈ ગઈ છે. એક તરફ રાહુલ ગાંધીએ ભારતમાં નોન-વેજિટેરિયન ભોજનના મોટા હિસ્સાનો ઉલ્લેખ કરી વિવાદને રાજકીય રંગ આપ્યો તો બીજી તરફ સરકારે પણ વિપક્ષ સામે પલટવારના નામે રાજકીય રોટલા શેકી લીધા!




