India

ફેસબુક પર બ્લોક થયો PM મોદીનો વીડિયો, મેટાની સ્પષ્ટતા- ટેકનિકલ ખામી હતી

By GS Team
28 Jul 20262 mins read
TukuTouch Logo
મેટાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ફેસબુક વીડિયોને બ્લોક કરવા બદલ સત્તાવાર રીતે માફી માંગી છે. ટેકનિકલ ખામીને કારણે આ ઘટના બની હોવાનું કંપનીએ સ્વીકાર્યું છે. ગત અઠવાડિયે, વડાપ્રધાને કોકરોચ જનતા પાર્ટી (CJP) ના આંદોલનો અંગેનો વીડિયો શેર કર્યો હતો, જે ફેસબુક પરથી હટાવી દેવાયો હતો. ભારે ટીકા બાદ મેટાએ વીડિયો પુનઃસ્થાપિત કર્યો છે, પરંતુ આ ઘટનાએ કન્ટેન્ટ મોડરેશન પર સવાલો ઉભા કર્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ફેસબુક પર બ્લોક થયો PM મોદીનો વીડિયો, મેટાની સ્પષ્ટતા- ટેકનિકલ ખામી હતી

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ મેટા (Meta) દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શેર કરવામાં આવેલા એક વીડિયોને ફેસબુક પર પ્રતિબંધિત કરવા મામલે સત્તાવાર રીતે માફી માંગવામાં આવી છે. કંપનીએ સ્પષ્ટતા કરી છે કે આ સમગ્ર ઘટના પાછળ કોઈ ઈરાદાપૂર્વકનું પગલું નહીં, પરંતુ એક ટેક્નિકલ ખામી જવાબદાર હતી. મેટાના પ્રવક્તાએ આ મામલે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, "સંબંધિત કન્ટેન્ટ ભૂલથી હટાવવામાં આવ્યું હતું અને હવે તેને સફળતાપૂર્વક રિસ્ટોર કરી દેવામાં આવ્યું છે."

શું હતો સમગ્ર વિવાદ?

ગયા અઠવાડિયે, વડાપ્રધાન મોદી દ્વારા કોકરોચ જનતા પાર્ટી (CJP) ની આગેવાની હેઠળ ચાલી રહેલા આંદોલનો અને વિરોધ પ્રદર્શનો વિશેનો એક વીડિયો શેર કરવામાં આવ્યો હતો. આ વીડિયોને ફેસબુક પર અસ્થાયી રૂપે પ્રતિબંધિત કરવામાં આવ્યો હતો. જેના કારણે સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા જાગી હતી.

ટીકાનો ભોગ બન્યું મેટા

લોકો અને ટેકનોલોજી વિશેષજ્ઞોએ આ પગલાની આકરી ટીકા કરી હતી. અનેક લોકોએ તેને 'બિગ ટેક' કંપનીઓની મનમાની અને અતિશય હસ્તક્ષેપ ગણાવ્યો હતો. આક્ષેપ કરવામાં આવ્યો હતો કે કોઈપણ પ્રકારની કાનૂની મંજૂરી કે યોગ્ય કારણ વગર દેશના વડા જેવા સર્વોચ્ચ પદ પર રહેલી વ્યક્તિના સોશિયલ મીડિયા કન્ટેન્ટને સેન્સર કરવું એ ગંભીર વિષય છે.

ભુતકાળમાં પણ થયો છે ટકરાવ

આ ટીકાઓ અને વિવાદ બાદ મેટાએ પોતાની ભૂલ સ્વીકારી છે અને વીડિયોને ફરીથી પ્લેટફોર્મ પર ઉપલબ્ધ કરાવ્યો છે. જો કે, આ ઘટનાએ સોશિયલ મીડિયા કંપનીઓની કન્ટેન્ટ મોડરેશન સિસ્ટમ પર ફરી એકવાર મોટા સવાલો ખડા કરી દીધા છે. સરકાર પણ મેટા જવી મલ્ટીનેશનલ કંપનીઓની મંશા અંગે સવાલ ઉઠાવી ચુકી છે અને પોતાની મનમાનીના અનેક કિસ્સાઓ કોર્ટ સુધી પણ પહોંચ્યા છે.