Get The App

પ.બંગાળમાં ભાજપના પ્રથમ મુખ્યમંત્રી તરીકે શુભેન્દુ અધિકારીએ લીધા શપથ, PM મોદી રહ્યા હાજર

Updated: May 9th, 2026

GS TEAM

Google News
Google News
પ.બંગાળમાં ભાજપના પ્રથમ મુખ્યમંત્રી તરીકે શુભેન્દુ અધિકારીએ લીધા શપથ, PM મોદી રહ્યા હાજર 1 - image

West Bengal CM: પશ્ચિમ બંગાળના રાજકીય ઇતિહાસમાં આજથી એક નવો અધ્યાય લખાઈ ગયો છે. ભાજપના નેતા શુભેન્દુ અધિકારીએ આજે (નવમી મે) કોલકાતાના ઐતિહાસિક બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડ ખાતે રાજ્યના ભાજપના પ્રથમ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. આ સાથે જ રાજ્યમાં તૃણમૂલ કોંગ્રેસના 15 વર્ષના શાસનનો સત્તાવાર રીતે અંત આવ્યો.



શુભેન્દુ અધિકારીએ સીએમ તરીકે લીધા શપથ 

શુભેન્દુ અધિકારીએ પ.બંગાળના ભાજપના પ્રથમ મુખ્યમંત્રી તરીકે શપથ લઈને ઈતિહાસ રચી દીધો છે. પીએમ મોદી અને 20થી વધુ સીએમની હાજરીમાં ભાજપે અહીં પ્રચંડ શક્તિ પ્રદર્શન કર્યું હતું. રાજ્યપાલે તેમને સીએમ પદના શપથ અપાવ્યા હતા. 

શપથ લેનારા 5 મંત્રીઓ 

દિલીપ ઘોષ 

અગ્નિમિત્રા પોલ 

નિશીથ પ્રમાણિક 

અશોક કીર્તિનિયા 

ખુદીરામ ટૂડું

પીએમ મોદીએ માખણલાલ સરકારના ચરણસ્પર્શ કર્યા 

શુભેન્દુ અધિકારીના શપથગ્રહણ સમારોહ માટે હાજર પીએમ મોદીએ બંગાળ ભાજપના સૌથી જૂના કાર્યકર માખણલાલ સરકારને સન્માનિત કર્યા હતા. પીએમ મોદી તેમને ગળે ભેટ્યા અને પછી ચરણસ્પર્શ કરી તેમના આશીર્વાદ પણ લીધા હતા. 

CM યોગી, ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલ કોલકાતા પહોંચ્યા 

એનડીએ શાસિત 20 જેટલા રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ શુભેન્દુ અધિકારીના શપથ સમારોહમાં ભાગ લેવા માટે કોલકાતા પહોંચી ગયા છે. આ એક પ્રકારે ભાજપનું શક્તિ પ્રદર્શન પણ માનવામાં આવી રહ્યું છે. 

કોણ કોણ લઇ શકે છે શપથ? 

આજે શુભેન્દુ અધિકારીની સાથે સાથે ભાજપના નવા ચુંટાયેલા મહિલા નેતા અગ્નિમિત્રા પોલ, સિલિગુડીથી ચૂંટાયેલા નેતા શંકર ઘોષ પણ શપથ લે તેવી શક્યતા છે. 

બ્રિગેડ ગ્રાઉન્ડ પહોંચ્યા પીએમ મોદી 

વડાપ્રધાન મોદી આજે પ.બંગાળના નવા સીએમ શુભેન્દુ અધિકારીના શપથ સમારોહમાં હાજરી આપવા માટે કોલકાતાના પરેડ ગ્રાઉન્ડ પહોંચી ગયા છે.  

VVIP મહેમાનોનો જમાવડો

આ હાઇ-પ્રોફાઇલ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ વિશેષ ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત ભાજપ શાસિત રાજ્યોના 20 થી વધુ મુખ્યમંત્રીઓ અને નાયબ મુખ્યમંત્રીઓ આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા કોલકાતા પહોંચ્યા છે.

મહેમાનોની યાદીમાં યુપીના નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્ય અને બ્રિજેશ પાઠક, રાજસ્થાનના પ્રેમચંદ બૈરવા, તેમજ મધ્યપ્રદેશના સીએમ મોહન યાદવ અને હરિયાણાના નાયબ સિંહ સૈનીનો સમાવેશ થાય છે. પૂર્વોત્તર રાજ્યોના મુખ્યમંત્રીઓ પેમા ખાંડુ (અરુણાચલ), નેફિયુ રિયો (નાગાલેન્ડ) અને હિમંતા બિસ્વા સરમા પણ હાજરી આપશે.

આ પણ વાંચો: બંગાળમાં 'દાદા'નો રાજ્યાભિષેક: ભાજપે શુભેન્દુ અધિકારીને જ કેમ બનાવ્યા CM? જાણો કારણો

'સોનાર બાંગ્લા'ની થીમ અને વિશેષ આમંત્રણ

સમારોહમાં 'સોનાર બાંગ્લા'ની ઝલક રજૂ કરવાનો પ્રયાસ કરાયો છે. કાર્યક્રમની સૌથી ભાવુક ક્ષણ એ હશે જ્યારે TMC શાસન દરમિયાન રાજકીય હિંસામાં જીવ ગુમાવનારા 200 થી વધુ લોકોના પરિવારોને ખાસ સન્માન સાથે આમંત્રિત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ઉદ્યોગપતિ સંજય બુધિયા, અભિનેત્રી મમતા શંકર અને અનેક ન્યાયિક હસ્તીઓ પણ ઉપસ્થિત રહેશે.

ઐતિહાસિક તૈયારીઓ અને સુરક્ષા

બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડને છાવણીમાં ફેરવી દેવામાં આવ્યું છે.  આશરે 1,000 VVIP અને 9,000 અન્ય ખાસ મહેમાનોને આમંત્રણ અપાયું છે. મુખ્ય સ્થળ પર 50,000 ખુરશીઓ મૂકવામાં આવી છે અને લાખો સમર્થકો માટે 20 થી વધુ પ્રવેશ દ્વાર બનાવવામાં આવ્યા છે. બંગાળ ભાજપના નેતા દિલીપ ઘોષ, અગ્નિમિત્ર પોલ અને નવા ચૂંટાયેલા તમામ ધારાસભ્યો શપથવિધિમાં ભાગ લેશે.