Get The App

'અમે સંરક્ષણ દળો સાથે મજબૂતીથી ઉભા છીએ અને જરૂરી પગલાં લઈશું,' PM મોદીનું મોટું નિવેદન

Updated: Feb 15th, 2026

GS TEAM

Google News
Google News
'અમે સંરક્ષણ દળો સાથે મજબૂતીથી ઉભા છીએ અને જરૂરી પગલાં લઈશું,' PM મોદીનું મોટું નિવેદન 1 - image


PHOTO IANS


PM Modi : કેન્દ્રીય બજેટ અને અમેરિકા તથા યુરોપિયન યુનિયન સાથેના મહત્વની ટ્રેડ ડીલ (વેપાર કરાર) બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ન્યૂઝ એજન્સી પીટીઆઈ (PTI) ને એક વિશેષ ઇન્ટરવ્યુ આપ્યો છે. આ બે મોટી ઘટનાઓ પછી કોઈ મીડિયા સાથે તેમણે કરેલી પહેલી મુલાકાત છે. 

વડાપ્રધાન મોદીએ આ ઇન્ટરવ્યુમાં ભારતીય અર્થતંત્ર અને સંરક્ષણ ક્ષેત્ર અંગે કેટલીક પાયાની વાતો અંગે પોતાનું મંતવ્ય વ્યક્ત કર્યું હતું. આ ઉપરાંત કેટલીક બાબતો મામલે સ્પષ્ટતા પણ કરી હતી. વિવિધ ડીલની શરતો પર પણ પ્રકાશ પાડ્યો હતો. 

રોકાણકારોનો વિશ્વાસ: વડાપ્રધાને જણાવ્યું કે દેશમાં રહેલી રાજકીય સ્થિરતાએ વૈશ્વિક રોકાણકારોનો ભારત પરનો વિશ્વાસ ફરી સ્થાપિત કર્યો છે.

પોતાની શરતો પર વ્યાપાર: PM મોદીએ ભારપૂર્વક જણાવ્યું કે, આપણા મજબૂત મેન્યુફેક્ચરિંગ સેક્ટર, સર્વિસ સેક્ટર અને MSME (સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ) સેક્ટરે ભારતને દુનિયાના 38 દેશો સાથે પોતાની શરતો પર વ્યાપાર કરાર કરવામાં સક્ષમ બનાવ્યું છે.

નાના ઉદ્યોગોને પ્રોત્સાહન: પીએમ મોદીના અનુસાર, ભારતના મુક્ત વ્યાપાર કરારો (FTA) ટેક્સટાઈલ, લેધર, કેમિકલ, હેન્ડીક્રાફ્ટ અને જ્વેલરી જેવા ક્ષેત્રોમાં નાના અને મધ્યમ ઉદ્યોગો માટે આંતરરાષ્ટ્રીય બજાર સુધી પહોંચ વધારવાના હેતુથી તૈયાર કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો : જેનેટિકલી મોડિફાઈડ પાક ભારત આવશે? US ટ્રેડ ડીલ મુદ્દે સરકારથી રાહુલ ગાંધીના 5 સવાલ

સંરક્ષણ ક્ષેત્ર અને આધુનિકીકરણ

ડિફેન્સ બજેટમાં કરવામાં આવેલા વધારા અંગે વાત કરતા વડાપ્રધાને કહ્યું કે, "વર્તમાન પરિસ્થિતિઓને અનુરૂપ સંરક્ષણ ક્ષેત્રનું આધુનિકીકરણ કરવું એ સરકારની ફરજ છે. અમારી સરકારે દેશના સંરક્ષણ દળોને સમર્થન આપવા અને તેમને મજબૂત કરવા માટે તમામ શક્ય પ્રયાસો કર્યા છે અને ભવિષ્યમાં પણ કરતી રહેશે."