India

હાઇવે પર ઉતર્યું PM મોદીનું વિમાન! ચીન બોર્ડર નજીક રાફેલ-સુખોઈએ બતાવ્યું પરાક્રમ, ઇમરજન્સી લેન્ડિંગ ફેસિલીટી શરુ

By GS TEAM
14 Feb 20262 mins read
TukuTouch Logo
વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે આસામના પ્રવાસે છે. પીએમ ચાબુઆ એરફિલ્ડ પહોંચ્યા, ત્યારબાદ તેઓ વાયુસેનાના C-130 એરક્રાફ્ટ દ્વારા ડિબ્રુગઢના મોરાન બાયપાસ પર ઇમરજન્સી લેન્ડિંગ ફેસિલીટી (ELF) માટે રવાના થયા હતા. પીએમનું પ્લેન ડિબ્રુગઢ પાસે મોરાન બાયપાસ પર બનેલી ELF પર ઉતર્યું હતું. આ એરસ્ટ્રિપ સૈન્ય વ્યૂહરચના માટે અત્યંત મહત્ત્વની છે, કારણ કે આ વિસ્તાર ચીન સરહદથી માત્ર 300 કિમી દૂર છે.

Summarized by AI; it may make mistakes. Check important info

હાઇવે પર ઉતર્યું PM મોદીનું વિમાન! ચીન બોર્ડર નજીક રાફેલ-સુખોઈએ બતાવ્યું પરાક્રમ, ઇમરજન્સી લેન્ડિંગ ફેસિલીટી શરુ

PM Modi Assam Visit : વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે આસામના પ્રવાસે છે. પીએમ ચાબુઆ એરફિલ્ડ પહોંચ્યા, ત્યારબાદ તેઓ વાયુસેનાના C-130 એરક્રાફ્ટ દ્વારા ડિબ્રુગઢના મોરાન બાયપાસ પર ઇમરજન્સી લેન્ડિંગ ફેસિલીટી (ELF) માટે રવાના થયા હતા. પીએમનું પ્લેન ડિબ્રુગઢ પાસે મોરાન બાયપાસ પર બનેલી ELF પર ઉતર્યું હતું. આ એરસ્ટ્રિપ સૈન્ય વ્યૂહરચના માટે અત્યંત મહત્ત્વની છે, કારણ કે આ વિસ્તાર ચીન સરહદથી માત્ર 300 કિમી દૂર છે.

ભારતનાં તમામ પ્લેન લેન્ડિંગ ફેસિલીટી પર ઉતર્યા

પૂર્વોત્તર ભારતમાં કટોકટીના સમયે મિલિટરી અને સિવિલ એરક્રાફ્ટના લેન્ડિંગ અને ટેક-ઑફમાં મદદ કરવા માટે વાયુસેનાએ ખાસ ELF બનાવી છે. આ સુવિધાથી પૂર્વોત્તરમાં કુદરતી આફતો કે યુદ્ધ જેવી સ્થિતિમાં બચાવ અને રાહત કામગીરીમાં વેગ આવશે. પીએમની હાજરીમાં ELF પર રાફેલ અને સુખોઈ સહિત 16 લડાયક વિમાનો એરિયલ શો કરી રહ્યા છે. આ દરમિયાન વિમાનો હાઇવે પરથી જ લેન્ડિંગ અને ટેક-ઑફ કરીને નિદર્શન કરી રહ્યા છે. આ ડેમો અંદાજે 30-40 મિનિટનો રહેશે.

પીએમ મોદીએ હેલિકોપ્ટરનું એરિયલ ડિસ્પ્લે પણ નિહાળ્યું

મોદીજી ફાઇટર, ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ અને હેલિકોપ્ટરનું 40 મિનિટનું એરિયલ ડિસ્પ્લે પણ માણશે. ત્યારબાદ તેઓ ELFથી C-130માં સવાર થઈને પોતાના પ્રવાસના બીજા ભાગ માટે ગુવાહાટી રવાના થશે. પીએમ આસામ માટે ₹5,450 કરોડના પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન પણ કરશે. છેલ્લા ત્રણ મહિનામાં પીએમ મોદીનો આ ત્રીજો આસામ પ્રવાસ છે. આસામમાં આ વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. રાજ્યમાં 2016થી સતત બે વાર NDAની સરકાર બની છે, જેની પહેલા 2001-2016 સુધી કોંગ્રેસની સરકાર હતી.

આસામમાં બનેલી પૂર્વોત્તરની પ્રથમ ઇમરજન્સી લેન્ડિંગ ફેસિલીટી

મોરાન એરસ્ટ્રિપ NH-127 ના 4.4 કિલોમીટર લાંબા હિસ્સા પર બનાવવામાં આવી છે. આ ભારતની એવી પ્રથમ ઇમરજન્સી લેન્ડિંગ ફેસિલીટી (ELF) છે, જેનો ઉપયોગ સેના અને સિવિલ વિમાનો બંને માટે કરી શકાશે.

ELFનો અર્થ એ છે કે યુદ્ધ અને કટોકટી જેવી સ્થિતિમાં વિમાનોને હાઇવે પર જ ઉતારી શકાય અને ત્યાંથી જ ઉડાન ભરી શકાય તેવી વ્યવસ્થા હોય. આનાથી રસ્તાનો બેવડો ફાયદો થાય છે - રોજિંદા ટ્રાફિક માટે અને સૈન્ય જરૂરિયાતો માટે.

'ડ્યુઅલ-યુઝ ઇન્ફ્રાસ્ટ્રક્ચર'ના કોન્સેપ્ટ પર તૈયાર કરાયેલી આ ELF 40 ટન સુધીના ફાઇટર એરક્રાફ્ટ અને 74 ટન સુધીના મહત્તમ વજન ધરાવતા ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટને હેન્ડલ કરવામાં સક્ષમ છે.

અત્યારે કેટલી જગ્યાએ છે આ સુવિધા?

રાજસ્થાન: બાડમેર (NH-925A)

ઉત્તર પ્રદેશ: આગ્રા-લખનૌ એક્સપ્રેસ-વે

ઉત્તર પ્રદેશ: પૂર્વાંચલ એક્સપ્રેસ-વે

ઓડિશા: બાલાસોર (NH-16)

આંધ્રપ્રદેશ: નેલ્લોર (NH-16)

ભારતીય વાયુસેના અને NHAI એ મળીને દેશમાં કુલ 28 સ્થળોએ આવી સુવિધા વિકસાવવાની યોજના બનાવી છે. આસામમાં હાઇવે આધારિત આ ઇમરજન્સી લેન્ડિંગ ફેસિલીટીની એક મોટી ખાસિયત એ પણ છે કે તે ચીન સરહદની ખૂબ જ નજીક આવેલી છે.