Get The App

વડાપ્રધાન મોદીએ તારિક રહેમાન સાથે કરી વાતચીત, BNPની પ્રચંડ જીત પર આપ્યો ખાસ મેસેજ

Updated: Feb 13th, 2026

GS TEAM

Google News
Google News
વડાપ્રધાન મોદીએ તારિક રહેમાન સાથે કરી વાતચીત, BNPની પ્રચંડ જીત પર આપ્યો ખાસ મેસેજ 1 - image


PM Modi Congratulates Tarique Rahman : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બાંગ્લાદેશની સમાન્ય ચૂંટણીમાં ભવ્ય જીત મેળવનાર બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી(BNP)ના અધ્યક્ષ તારિક રહેમાન સાથે ટેલિફોનિક વાતચીત કરીને અભિનંદન પાઠવ્યા છે. વડાપ્રધાને આ જીતને બાંગ્લાદેશી પ્રજાની અપેક્ષા અને લોકશાહીના વિશ્વાસનું પ્રતિક ગણાવ્યું છે.

PM મોદીએ તારિક રહેમાન સાથે વાત કરી

વડાપ્રધાન મોદીએ સોશિયલ મીડિયા એક્સ પર પોસ્ટમાં લખ્યું છે કે, તેમણે તારિક રહેમાન સાથે વાતચીત કરી છે અને ચૂંટણીમાં ઐતિહાસિક જીત બદલ શુભકામના પાઠવી છે. તેમણે લખ્યું છે કે, તેઓ બાંગ્લાદેશની પ્રજાની અપેક્ષાઓ પૂરી કરવાના રહેમાનના પ્રયાસો માટે શુભકામના પાઠવે છે.

આ પણ વાંચો : બાંગ્લાદેશમાં ધરખમ ફેરબદલ! PMની સત્તા ઘટી, જનમત સંગ્રહમાં YES VOTEથી બદલાયા સત્તાના સમીકરણ

PM મોદીએ બંને દેશોના સંબંધોનો પણ ઉલ્લેખ કર્યો

વડાપ્રધાન મોદીએ પોતાના સંદેશમાં ભારત-બાંગ્લાદેશ વચ્ચેના ઐતિહાસિક અને સાંસ્કૃતિક સંબંધોનો પણ ઉલ્લેખ કર્યો છે. તેમણે લખ્યું છે કે, ‘મિસ્ટર તારિક રહેમાન સાથે વાત કરીને ખુશી થઈ. મેં તેમને બાંગ્લાદેશ ચૂંટણીમાં શાનદાર જીત બદલ અભિનંતન પાઠવ્યા. બાંગ્લાદેશના લોકોની અપેક્ષાઓ પૂરી કરવાના રહેમાનના પ્રયાસો માટે હું શુભકામના અને સમર્થન આપું છું.’

ચૂંટણીમાં BNPની પ્રચંડ જીત

ઉલ્લેનીય છે કે, બાંગ્લાદેશમાં ગઈકાલે 12 ફેબ્રુઆરીના રોજ યોજાયેલી 13મી સંસદીય ચૂંટણીમાં BNPએ ભવ્ય જીત મેળવતા અનૌપચારિક પરિણામોમાં 200 બેઠકનો આંકડો પાર કરી લીધો છે. જોકે જમાત એ ઇસ્લામીના નેતૃત્વ હેઠળના ગઠબંધનના ખાતામાં ફક્ત 68 જ બેઠક આવી છે. આ જીત બાંગ્લાદેશના રાજકારણમાં મોટો ફેરફાર માનવામાં આવે છે. પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાને સત્તામાંથી હાંકી કાઢવામાં આવ્યા બાદ આ પ્રથમ ચૂંટણી હતી.

આ પણ વાંચો : બાંગ્લાદેશમાં તારિક રહેમાનની BNPની 'ડબલ સેન્ચુરી', 17 વર્ષ બાદ સત્તામાં પુનરાગમન નિશ્ચિત