Get The App

ટ્રમ્પ પર હુમલા મુદ્દે વડાપ્રધાન મોદીએ વ્યક્ત કરી ચિંતા, કહ્યું- લોકશાહીમાં હિંસાને સ્થાન નથી

Updated: Apr 26th, 2026

GS TEAM

Google News
Google News
ટ્રમ્પ પર હુમલા મુદ્દે વડાપ્રધાન મોદીએ વ્યક્ત કરી ચિંતા, કહ્યું- લોકશાહીમાં હિંસાને સ્થાન નથી 1 - image


PM Modi reaction Trump shooting: અમેરિકાની રાજધાની વોશિંગ્ટન ડીસીની એક હોટલમાં આયોજિત હાઈ-પ્રોફાઈલ ડિનર દરમિયાન થયેલા ગોળીબારની ઘટનાએ સમગ્ર વિશ્વને હચમચાવી દીધું છે. આ ઘટના પર ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આકરો વિરોધ નોંધાવ્યો છે અને રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સહિતના નેતાઓ સુરક્ષિત હોવા બદલ રાહત વ્યક્ત કરી છે.

PM મોદીએ શું કહ્યું?

વડાપ્રધાન મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને લખ્યું કે, "વોશિંગ્ટન ડીસીની એક હોટલમાં બનેલી તાજેતરની સુરક્ષા ઘટના બાદ એ જાણીને રાહત થઈ છે કે રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ, ફર્સ્ટ લેડી અને ઉપરાષ્ટ્રપતિ સુરક્ષિત છે. હું તેમની નિરંતર સુરક્ષા અને કુશળતા માટે શુભેચ્છા પાઠવું છું. લોકશાહીમાં હિંસા માટે કોઈ સ્થાન નથી અને તેની એક સ્વરે નિંદા થવી જોઈએ."

વૈશ્વિક સ્તરે નિંદા

માત્ર ભારત જ નહીં, પરંતુ વેનેઝુએલાના કાર્યકારી રાષ્ટ્રપતિ ડેલ્સી રોડ્રિગેઝે પણ આ હુમલાની ટીકા કરી છે. તેમણે કહ્યું કે શાંતિમાં માનનારા લોકો માટે હિંસા ક્યારેય વિકલ્પ હોઈ શકે નહીં.

આ પણ વાંચો: દિલ્હી એરપોર્ટ પર 232 મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા, વિમાનનું લેન્ડિંગ ગિયર ફેલ થતાં આગ

શું હતી ઘટના?

વોશિંગ્ટન હિલ્ટન હોટલમાં જ્યારે વ્હાઇટ હાઉસ કોરેસ્પોન્ડન્ટ્સ ડિનર ચાલી રહ્યું હતું, ત્યારે અચાનક ગોળીબારનો અવાજ સંભળાયો હતો. આ કાર્યક્રમમાં ટ્રમ્પ દંપતી ઉપરાંત અનેક વરિષ્ઠ અધિકારીઓ હાજર હતા. ગોળીબાર થતાની સાથે જ સીક્રેટ સર્વિસ એક્શનમાં આવી હતી અને ટ્રમ્પ સહિત તમામ મહાનુભાવોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા.

ટ્રમ્પની પ્રતિક્રિયા પરિસ્થિતિ નિયંત્રણમાં છે

ઘટના બાદ ડોનાલ્ડ ટ્રમ્પે પણ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર પોસ્ટ કરીને જણાવ્યું હતું કે, હવે સ્થિતિ સંપૂર્ણ નિયંત્રણમાં છે. તેમણે સુરક્ષા એજન્સીઓની બહાદુરીના વખાણ કર્યા અને પુષ્ટિ કરી કે શૂટરની ધરપકડ કરી લેવામાં આવી છે. હાલમાં અમેરિકન એજન્સીઓ આ હુમલા પાછળનો ચોક્કસ હેતુ શું હતો તેની તપાસ કરી રહી છે.