Get The App

ડીઝલ 25 રૂપિયા મોંઘું, પેટ્રોલના ભાવમાં પણ ભડકો: વધુ એક ખાનગી કંપનીએ કર્યો ભાવવધારો

Updated: Apr 1st, 2026

GS TEAM

Google News
Google News
ડીઝલ 25 રૂપિયા મોંઘું, પેટ્રોલના ભાવમાં પણ ભડકો: વધુ એક ખાનગી કંપનીએ કર્યો ભાવવધારો 1 - image


Petrol-Diesel Price : ઈરાન અને અમેરિકા-ઈઝરાયલ વચ્ચેના સંઘર્ષને કારણે વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ વધતા ભારતમાં ખાનગી ફ્યુઅલ રિટેલર કંપનીઓએ 1 એપ્રિલથી ભાવમાં મોટો વધારો કર્યો છે. શેલ ઈન્ડિયા (Shell India) અને નાયરા એનર્જી જેવી કંપનીઓએ નુકસાનની ભરપાઈ કરવા માટે પેટ્રોલ અને ડીઝલના દરમાં વધારો કરવાની જાહેરાત કરી છે.

પેટ્રોલમાં પ્રતિ લિટર 7.41 રૂપિયાનો વધારો

બેંગલુરુ સહિતના શહેરોમાં શેલ ઈન્ડિયાએ પેટ્રોલના ભાવમાં પ્રતિ લિટર 7.41 રૂપિયાનો વધારો કર્યો છે. આ વધારા બાદ સામાન્ય પેટ્રોલની કિંમત 119.85 રૂપિયા અને પ્રીમિયમ પેટ્રોલની કિંમત 129.85 રૂપિયા પ્રતિ લિટર પર પહોંચી ગઈ છે. ટેક્સના કારણે અલગ-અલગ રાજ્યોમાં આ ભાવમાં થોડો તફાવત જોવા મળી શકે છે.

આ પણ વાંચો : સરકારી તિજોરી ટેક્સના રૂપિયાથી છલકાઈ, માર્ચ મહિનામાં રેકોર્ડ બ્રેક GST કલેક્શન; ગુજરાતમાં 10 ટકાનો ઉછાળો

ડીઝલમાં 25 રૂપિયાનો ધરખમ વધારો

ડીઝલના ભાવમાં થયેલો વધારો સૌથી વધુ ચોંકાવનારો છે. ખાનગી કંપનીઓએ ડીઝલના ભાવમાં એકસાથે 25.01 રૂપિયાનો જંગી વધારો કર્યો છે. હવે સામાન્ય ડીઝલ 123.52 રૂપિયા અને પ્રીમિયમ ડીઝલ 133.52 રૂપિયા પ્રતિ લિટરે વેચાઈ રહ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર જો આંતરરાષ્ટ્રીય સ્થિતિ આવી જ રહી તો આગામી સમયમાં ડીઝલનો ભાવ 148થી 165 રૂપિયા સુધી પહોંચી શકે તેવી આશંકા છે.

ભાવ વધવા પાછળના મુખ્ય કારણો

  • ભારત તેના જરૂરિયાતના ક્રૂડ ઓઈલનો 88% હિસ્સો આયાત કરે છે. ઈરાન સાથેના યુદ્ધને કારણે હોર્મુઝ જળમાર્ગ પર અનિશ્ચિતતા વધી છે, જેનાથી સપ્લાય ચેઈન ખોરવાઈ છે.
  • 28 ફેબ્રુઆરીથી શરૂ થયેલા અમેરિકા-ઈઝરાયલ અને ઈરાન યુદ્ધ બાદ બ્રેન્ટ ક્રૂડના ભાવમાં અંદાજે 60%નો ઉછાળો આવ્યો છે. હાલમાં કાચું તેલ પ્રતિ બેરલ 100 ડોલરની ઉપર ટ્રેડ થઈ રહ્યું છે.
  • સરકારી તેલ કંપનીઓએ હજુ સુધી છૂટક ભાવમાં મોટો ફેરફાર કર્યો નથી, પરંતુ ખાનગી કંપનીઓને સરકાર તરફથી કોઈ સહાય ન મળતી હોવાથી તેમણે વધારાનો બોજ સીધો ગ્રાહકો પર નાખવો પડ્યો છે.

આ પણ વાંચો : સાંકડો રસ્તો અને સુરક્ષા માટે નૌસેના તહેનાત... જાણો હોર્મુઝના 'ખતરનાક' રસ્તેથી કેવી રીતે નીકળ્યા ભારતના જહાજ