India

પાસપોર્ટ સંબંધિત સેવાઓ મોંઘી થઈ, 1 જુલાઈથી નવા દરો થશે લાગુ

By GS TEAM
25 Jun 20261 min read
TukuTouch Logo
કેન્દ્ર સરકારે પાસપોર્ટ અને સંબંધિત સેવાઓના ચાર્જમાં મોટો વધારો કર્યો છે. વિદેશ મંત્રાલયે પાસપોર્ટ (સુધારા) નિયમો, 2026 જાહેર કરીને આ નિર્ણય લીધો છે. 1 જુલાઈ, 2026થી નવા દરો અમલમાં આવશે, જેનાથી સામાન્ય નાગરિકો માટે પાસપોર્ટ ₹2,000 સુધી મોંઘો થશે. સરકારે 1980ની જૂની ફી યાદી નાબૂદ કરી નવી ચાર્જ યાદી લાગુ કરવાની સત્તાવાર જાહેરાત કરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

પાસપોર્ટ સંબંધિત સેવાઓ મોંઘી થઈ, 1 જુલાઈથી નવા દરો થશે લાગુ

Passport Fee Increase : કેન્દ્ર સરકારે પાસપોર્ટ અને તેની સાથે જોડાયેલી સેવાઓના ચાર્જમાં મોટો વધારો કર્યો છે. દેશમાં પાસપોર્ટને નાગરિકતાના પુરાવા તરીકે માન્ય રાખવા અંગે ચાલી રહેલી ચર્ચા વચ્ચે વિદેશ મંત્રાલયે આ નિર્ણય લીધો છે. મંત્રાલયે પાસપોર્ટ (સુધારા) નિયમો, 2026 જાહેર કરીને નવી ફી વસૂલવાની મંજૂરી આપી દીધી છે.

1 જુલાઈથી નવો નિયમ લાગુ

નવા નિયમો મુજબ આગામી 1 જુલાઈ 2026થી પાસપોર્ટના નવા દરો અમલમાં આવી જશે. આ ફેરફારને કારણે હવે સામાન્ય નાગરિકો માટે પાસપોર્ટ કઢાવવો 2,000 રૂપિયા સુધી મોંઘો થઈ શકે છે. સરકાર દ્વારા આ અંગેનું સત્તાવાર નોટિફિકેશન પણ બહાર પાડી દેવામાં આવ્યું છે.

આ પણ વાંચો : સોનાના ભાવમાં 10 વર્ષનો સૌથી મોટો કડાકો! ચાંદીની કિંમત પણ રેકોર્ડ હાઈથી અડધી, જાણો કારણ


જૂની ફી સિસ્ટમ નાબૂદ

આ નવી વ્યવસ્થા લાગુ થતાં જ નવો પાસપોર્ટ કઢાવવા, જૂનો પાસપોર્ટ રીન્યુ કરાવવા કે અન્ય સંબંધિત સેવાઓ માટે લોકોએ વહેલી તકે સુધારેલી ફી ચૂકવવી પડશે. આ માટે સરકાર વર્ષ 1980ની જૂની ફી યાદી (શેડ્યૂલ-IV)ને કાયમ માટે હટાવીને નવી ચાર્જ યાદી લાગુ કરવા જઈ રહી છે.

આ પણ વાંચો : ભારતમાં 48 અબજ ડોલરનું રોકાણ કરશે એમેઝોન! PM મોદી સાથે બેઠક બાદ CEOની જાહેરાત