CJP આંદોલનમાં પાકિસ્તાનની ડિજિટલ ઘૂસણખોરી! દિલ્હી પોલીસનો મોટો ખુલાસો, 480 સોશિયલ મીડિયા એકાઉન્ટ બ્લોક
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Pakistan Cyber Propaganda Exposed In CJP Protest : દિલ્હીના જંતર-મંતર પર ચાલી રહેલા કોકરોચ જનતા પાર્ટી (CJP)ના વિરોધ પ્રદર્શન વચ્ચે દિલ્હી પોલીસે મોટો ખુલાસો કર્યો છે. પોલીસે પાકિસ્તાનથી ઓપરેટ થતા 480 સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ બ્લોક કર્યા છે. પોલીસના જણાવ્યા અનુસાર આ એકાઉન્ટ્સ દ્વારા પ્રદર્શનને ભડકાવવા અને ખોટી અફવાઓ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો.
સોશિયલ મીડિયા પર અફવાઓ અને સુરક્ષા વ્યવસ્થા
દિલ્હી પોલીસે જણાવ્યું કે, પાકિસ્તાનને એક હેન્ડલ દ્વારા પ્રદર્શનમાં સાત વિદ્યાર્થીઓના મોત થયા હોવાની અફવા ફેલાવવામાં આવી હતી. આ સિવાય અન્ય એકાઉન્ટ્સથી પણ ભ્રામક માહિતી શેર કરાઈ હતી. સ્થિતિને નિયંત્રણમાં રાખવા માટે પોલીસે જંતર-મંતરના 1.5 કિલોમીટરના વિસ્તારમાં મોડી રાત સુધી મોબાઈલ ઈન્ટરનેટ સેવાઓ બંધ કરી દીધી છે અને ભારે પોલીસ કાફલો તૈનાત કર્યો છે. પોલીસે યુવાનોને માત્ર સત્તાવાર માહિતી પર જ વિશ્વાસ કરવા અપીલ કરી છે.
CJPની માંગણીઓ અને મંત્રીના રાજીનામાનો આગ્રહ
બીજી તરફ, CJP એ પેપર લીક કેસ માટે ફાસ્ટ-ટ્રેક કોર્ટ બનાવવાની વડાપ્રધાનની જાહેરાતનું સ્વાગત કર્યું છે, પરંતુ તેઓ પોતાની મૂળ માંગણીઓ પર અડગ છે. CJPના અભિજીત દીપકે સ્પષ્ટ કર્યું કે સૌથી પહેલા શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું લેવામાં આવે. આ ઉપરાંત NEET પેપર લીકના કારણે આત્મહત્યા કરનારા વિદ્યાર્થીઓના પરિવારોને 1-1 કરોડ રૂપિયાનું વળતર આપવામાં આવે અને પ્રદર્શનકારીઓ પર નોંધાયેલા કેસ પરત ખેંચવામાં આવે.
સરકારી પ્રતિનિધિઓ સાથે બેઠક અને અટકાયતનો મુદ્દો
આ અગાઉ CJPના પ્રતિનિધિમંડળે કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડા અને જીતેન્દ્ર સિંહ સાથે મુલાકાત કરી હતી. બેઠક બાદ પ્રવક્તા સૌરભ દાસ અને આશુતોષ રાંકાએ જણાવ્યું કે તેમણે દિલ્હી પોલીસ દ્વારા નિર્દોષ યુવાનોની કરાતી અટકાયતનો મુદ્દો સરકાર સમક્ષ ઉઠાવ્યો છે.
પોલીસ કાર્યવાહી અંગે સરકારની ખાતરી
સૌરભ દાસે આરોપ લગાવ્યો કે પોલીસ ઘર તરફ જઈ રહેલા વિદ્યાર્થીઓ, વિરોધ સ્થળે આવતા લોકો અને ભોજન પહોંચાડનારાઓની પણ અટકાયત કરી રહી છે તેમજ વકીલો સાથે પણ અયોગ્ય વર્તન થઈ રહ્યું છે. તેમણે કહ્યું કે, 'આવી કાર્યવાહીથી સરકાર અને યુવાનો વચ્ચે અવિશ્વાસ વધશે.' સરકારે શરૂઆતમાં આવી ઘટનાઓનો અસ્વીકાર કર્યો હતો, પરંતુ બાદમાં ખાતરી આપી હતી કે જો આવું બની રહ્યું હશે તો તેને તાત્કાલિક રોકવામાં આવશે અને પોલીસને જરૂરી સૂચનાઓ અપાશે.









