India

છત્તીસગઢમાં સુરક્ષાદળોનું મોટું ઓપરેશન, સુકમામાં 10 અને બીજાપુરમાં 2 નક્સલીઓ એન્કાઉન્ટરમાં ઠાર

By GS TEAM
3 Jan 20261 min read
TukuTouch Logo
છત્તીસગઢના નક્સલ પ્રભાવિત બસ્તર વિસ્તારમાં શનિવારે સુરક્ષાદળો અને નક્સલીઓ વચ્ચે થયેલી ભીષણ અથડામણમાં 12 નક્સલીઓ માર્યા ગયા છે. પોલીસના જણાવ્યા અનુસાર, સુરક્ષાદળોએ સુકમા અને બીજાપુર જિલ્લામાં આ ઓપરેશન પાર પાડ્યું હતું.

Summarized by AI; it may make mistakes. Check important info

છત્તીસગઢમાં સુરક્ષાદળોનું મોટું ઓપરેશન, સુકમામાં 10 અને બીજાપુરમાં 2 નક્સલીઓ એન્કાઉન્ટરમાં ઠાર
(AI IMAGE)

Naxal Encounter: છત્તીસગઢના નક્સલ પ્રભાવિત બસ્તર વિસ્તારમાં શનિવારે સુરક્ષાદળો અને નક્સલીઓ વચ્ચે થયેલી ભીષણ અથડામણમાં 12 નક્સલીઓ માર્યા ગયા છે. પોલીસના જણાવ્યા અનુસાર, સુરક્ષાદળોએ સુકમા અને બીજાપુર જિલ્લામાં આ ઓપરેશન પાર પાડ્યું હતું.

સુકમા અને બીજાપુરમાં એન્કાઉન્ટર

પોલીસ અધિકારીઓએ માહિતી આપી હતી કે, શનિવારે વહેલી સવારે સુકમા જિલ્લામાં થયેલી અથડામણમાં 10થી વધુ નક્સલીઓને ઠાર કરવામાં આવ્યા છે. આ સાથે જ, પડોશી બીજાપુર જિલ્લામાં પણ સુરક્ષાદળોએ બે નક્સલીઓને મોતને ઘાટ ઉતાર્યા હતા.

આ પણ વાંચો: મહારાષ્ટ્રમાં એક પણ વોટ વગર BMCની ચૂંટણીમાં મહાયુતિના 68 કાઉન્સિલર જીતી ગયા

એન્ટી-નક્સલ ઓપરેશન દરમિયાન ફાયરિંગ

એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે, સુકમા જિલ્લાના દક્ષિણ વિસ્તારના જંગલોમાં નક્સલ વિરોધી અભિયાન હેઠળ સુરક્ષાકર્મીઓની એક ટીમ સર્ચ ઓપરેશન પર હતી. આ દરમિયાન જંગલમાં છુપાયેલા નક્સલીઓએ સુરક્ષાદળો પર ફાયરિંગ શરૂ કરી દીધું હતું. જવાબી કાર્યવાહીમાં સુરક્ષાદળોએ આક્રમક પ્રહાર કર્યા હતા, જેમાં મોટી સંખ્યામાં નક્સલીઓ માર્યા ગયા છે. હાલમાં આ સમગ્ર વિસ્તારમાં વધારાની ટીમ મોકલી દેવામાં આવી છે અને સર્ચ ઓપરેશન હજુ પણ ચાલુ હોવાના અહેવાલ છે.