India

‘20 લાખ કરોડની તકો ખુલશે’, ઊર્જા ક્ષેત્રે વૈશ્વિક પડકારો વચ્ચે PM મોદીનું નવી દિલ્હીમાં સંબોધન

By GS Team
2 Nov 20262 mins read
TukuTouch Logo
વડાપ્રધાન મોદીએ નવી દિલ્હીમાં 'ભારત રિન્યુએબલ એનર્જી સમિટ'માં જણાવ્યું કે, ભારત આગામી 10-11 વર્ષમાં 500 GW વધારાની રિન્યુએબલ ઊર્જા ક્ષમતા ઉમેરવા સજ્જ છે. તેમણે કહ્યું કે ઊર્જા સુરક્ષા જ સાચી આર્થિક સુરક્ષા છે. ભારતે પેરિસ કરારનો 2030નો લક્ષ્યાંક 2025માં જ હાંસલ કરી લીધો છે. આ ક્ષેત્રમાં રૂ. 20 લાખ કરોડના રોકાણની તકો ઊભી થશે.

Summarized by AI; it may make mistakes. Check important info

‘20 લાખ કરોડની તકો ખુલશે’, ઊર્જા ક્ષેત્રે વૈશ્વિક પડકારો વચ્ચે PM મોદીનું નવી દિલ્હીમાં સંબોધન

PM Modi On Renewable Energy : વિશ્વમાં ચાલી રહેલા તણાવ અને ઊર્જા સંકટ વચ્ચે ભારતે પોતાના આર્થિક વિકાસ અને સ્વચ્છ ઊર્જા તરફ ઝડપી ગતિ જાળવી રાખી છે. નવી દિલ્હી ખાતે આયોજિત 'ભારત રિન્યુએબલ એનર્જી સમિટ એન્ડ એક્સપો 2026'ના ઉદ્ઘાટન સત્રને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, ભારત આગામી 10 થી 11 વર્ષમાં અંદાજે 500 GW (ગીગાવોટ) વધારાની પુનઃપ્રાપ્ય ઊર્જા ક્ષમતા ઉમેરવા માટે સંપૂર્ણ સજ્જ છે.

વૈશ્વિક પડકારો વચ્ચે દેશનો મજબૂત વિકાસ

વડાપ્રધાને જણાવ્યું હતું કે, કોરોના મહામારીથી લઈને પશ્ચિમ એશિયાના તણાવ જેવા મોટા આર્થિક આંચકાઓ વચ્ચે પણ ભારતે પરિસ્થિતિને યોગ્ય રીતે સંભાળીને ઊંચો વિકાસ દર જાળવી રાખ્યો છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે ઊર્જા સુરક્ષા જ દેશની સાચી આર્થિક સુરક્ષા છે. જો છેલ્લા 10 વર્ષમાં સ્વચ્છ ઊર્જા ક્ષેત્રે યોગ્ય પગલાં અને રોકાણ ન કરાયું હોત, તો ભારતમાં ઊર્જા કટોકટી વધુ ગંભીર બની શકી હોત.

પેરિસ કરારનો લક્ષ્યાંક સમય કરતાં વહેલો પૂરો

ભારતની સિદ્ધિઓની વિગતો આપતાં PM મોદીએ જણાવ્યું હતું કે, દેશે પોતાની કુલ વીજ ઉત્પાદન ક્ષમતાનો 50 ટકાથી વધુ હિસ્સો નોન-ફોસિલ (બિન-અશ્મિભૂત) ઇંધણ આધારિત કરી લીધો છે. પેરિસ સમજૂતી મુજબ આ લક્ષ્યાંક 2030 સુધીમાં પૂર્ણ કરવાનો હતો, પરંતુ ભારતે તેને 5 વર્ષ અગાઉ એટલે કે 2025માં જ હાંસલ કરી લીધો છે. હાલમાં દેશની નોન-ફોસિલ ક્ષમતા 300 GW થી વધુ થઈ ચૂકી છે અને 2030 સુધીમાં 500 GW ક્ષમતા હાંસલ કરવાનો પૂરો વિશ્વાસ છે.

રૂ. 20 લાખ કરોડના રોકાણની નવી તકો

PM મોદીએ ઉમેર્યું હતું કે, ભારતમાં રાજકીય અને નીતિગત સ્થિરતાના કારણે રિન્યુએબલ એનર્જી સેક્ટરમાં રોકાણ માટે ઉત્તમ વાતાવરણ બન્યું છે. આ દાયકાના અંત સુધીમાં આ ક્ષેત્રમાં રૂ. 20 લાખ કરોડથી વધુના રોકાણ અને રોજગારની તકો ઊભી થશે. આ સાથે નેશનલ ગ્રીન હાઇડ્રોજન મિશન હેઠળ વાર્ષિક 50 લાખ ટન ઉત્પાદનના લક્ષ્ય તરફ દેશ આગળ વધી રહ્યો છે, જ્યારે ગ્રીન એનર્જી કોરિડોરના બીજા તબક્કા માટે સરકારે રૂ. 2 લાખ કરોડની જોગવાઈ કરી છે.

ખેડૂતો અને સામાન્ય પરિવારો માટે સોલર વિઝન

દેશનો અન્નદાતા હવે ‘ઊર્જા દાતા’ બને તેવો સંકલ્પ વ્યક્ત કરતાં વડાપ્રધાને જણાવ્યું હતું કે, ખેડૂતો પોતાની ખાલી જમીન પર સોલર પેનલ લગાવે તે માટે પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. તેમણે સામાન્ય પરિવારોની રોજિંદી જરૂરિયાતો સોલર એનર્જીથી પૂરી થઈ શકે તેવા નવા ઇનોવેશન લાવવા સ્ટાર્ટઅપ્સ અને સંસ્થાઓને અપીલ કરી હતી. દેશમાં અત્યાર સુધી 44,000થી વધુ સરકારી ઇમારતોને સોલર એનર્જી સાથે જોડવામાં આવી છે, જેનાથી વાર્ષિક આશરે રૂ. 700 કરોડની બચત થઈ રહી છે.