India

વન નેશન વન ટાઇમ : તમામ કામકાજ માટે ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઇમ ફરજિયાત

By GS Team
30 Aug 20262 mins read
TukuTouch Logo
નવી દિલ્હી: માર્ચ 2027થી દેશભરમાં તમામ કાયદાકીય, વ્યાપારી, ડિજિટલ અને વહીવટી કાર્યો માટે 'ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઇમ' (IST) ફરજિયાત બનશે. સરકારના નોટિફિકેશન મુજબ, નિયમોનું પાલન ન કરનારને દંડ ફટકારવામાં આવશે. આ 'વન નેશન વન ટાઇમ' અમલથી પેમેન્ટ સિસ્ટમ, સ્ટોક એક્સચેન્જ, 5G સેવાઓ અને પાવર ગ્રીડ જેવી મહત્વપૂર્ણ સિસ્ટમ્સમાં સુમેળ સાધવામાં મદદ મળશે.

Summarized by AI; it may make mistakes. Check important info

વન નેશન વન ટાઇમ : તમામ કામકાજ માટે ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઇમ ફરજિયાત

નવી દિલ્હી : હવેથી દેશભરમાં ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઇમ આઇએસટી મુજબ કામકાજ થશે, આગામી વર્ષે માર્ચ મહિનાથી ભારતની તમામ સંસ્થાઓ માટે કાયદાકીય, કમર્શિયલ, ડિજિટલ અને પ્રશાસનિક કાર્યો માટે ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઇમ એટલે કે આઇએસટીનો અમલ કરવા રહેશે. આઇએસટીનો ઉપયોગ કરવો ફરજિયાત બનાવાશે, આ નિયમોનું પાલન ના કરવા બદલ દંડ પણ લગાવવામાં આવશે.
સરકાર દ્વારા જારી એક નોટિફિકેશન મુજબ લીગલ મેટ્રોલોજી એક્ટ અંતર્ગત ગેઝેટમાં નિયમો પ્રકાશિત થયાના ૧૮૦ બાદથી સમગ્ર દેશમાં ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઇમ મુજબ જ બધુ કામકાજ થશે. માર્ચ ૨૦૨૭ આસપાસ તેનો અમલ થવાની શક્યતાઓ છે. નિયમોનું પાલન ના કરનારાને કાયદા મુજબ પેનલ્ટી ફટકારવામાં આવશે. તમામ કાયદાકીય, વહિવટી અને સત્તાવાર દસ્તાવેજોમાં ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઇમ ફરજિયાત કરાશે. કોઇ પણ દસ્તાવેજ કે ઓફિશિયલ એન્ટ્રીમાં ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઇમ સિવાય અન્ય બીજા કોઇ પણ સમયનો ઉલ્લેખ નહીં કરી શકાય.
સરકારના આ વન નેશન વન ટાઇમના અમલ બાદથી પેમેન્ટ સિસ્ટમ, સ્ટોક એક્સચેન્જ, ટેલીકોમ નેટવર્ક ૫-જી સર્વિસ, ડિજિટલ નેવિગેશન, પાવર ગ્રીડ અને ડેટા સેન્ટર વગેરે માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ પ્રકારના ઓપરેશન્સમાં તાલમેલ બેસાડવા અને નેટવર્કની વિશ્વસનીયતા જાળવી રાખવા માટે સિંક્રોનાઇઝ્ડ ઘડિયાળોનો ઉપયોગ થાય છે. વિવિધ સંસ્થાઓએ ટાઇમ સિંક્રોનાઇઝેશન સિસ્ટમ લગાવવી પડશે. નેટવર્કને સ્પૂફિંગ, જેમિંગ કે સાઇબર હુમલાથી બચાવવાની રહેશે. આ નિયમોના અમલ બાદ ભારતીયોએ વિદેશી સેટેલાઇટવાળા ટાઇમ ઝોન પર નિર્ભર નહીં રહેવું પડે, હાલમાં અનેક સિસ્ટમ વિદેશી સેટેલાઇટના ટાઇમ સોર્સ પર નિર્ભર છે.