India

એનપીપીએ કેન્સરની ૫૪૩ દવાના ભાવમાં ૯૦ ટકા સુધી ઘટાડો કર્યો

By GS Team
29 Oct 20262 mins read
TukuTouch Logo
કેન્દ્ર સરકારે કેન્સરની 543 દવાઓના મહત્તમ રિટેલ ભાવમાં નોંધપાત્ર ઘટાડો કર્યો છે. સુપ્રીમ કોર્ટની ટકોર બાદ ડ્રગ પ્રાઇસ રેગ્યુલેટર NPPAએ આ નિર્ણય લીધો. 137 દવાઓના ટ્રેડ માર્જિન 30% સુધી સીમિત કરાતા, 9 નવેમ્બરથી ભાવઘટાડો અમલમાં આવશે. દર્દીઓને વાજબી ભાવે દવાઓ ઉપલબ્ધ કરાવવાનો આશય છે.

Summarized by AI; it may make mistakes. Check important info

એનપીપીએ કેન્સરની ૫૪૩ દવાના ભાવમાં ૯૦ ટકા સુધી ઘટાડો કર્યો
  • દવાઓના ભાવઘટાડાનો નિર્ણય ૯ નવેમ્બરથી અમલમાં આવશે
  • કેન્દ્ર સરકારે કેન્સરની ૧૩૭ દવાઓના માર્જિન ૩૦ ટકા સુધી મર્યાદિત રાખવાનો મહત્ત્વનો નિર્ણય લીધો

નવી દિલ્હી : ડ્રગ પ્રાઇસ રેગ્યુલેટર એનપીપીએએ બુધવારે ૫૪૩ કેન્સર વિરોધી દવાના મહત્તમ રિટેલ ભાવમાં નોંધપાત્ર ઘટાડો કર્યો છે. આ નવા ભાવ પહેલી નવેમ્બરથી અમલમાં આવશે. સુપ્રીમ કોર્ટે કેન્સરની દવાઓના આંખો ફાડી નાખે તેવા ભાવ જોઈને કેન્દ્રની ઝાટકણી કાઢ્યા બાદ સરકારની સૂચનાના આધારે એનપીપીએએ આ પગલું લીધું છે. તેની સાથે કેન્દ્રએ પણ કેન્સરની દવાઓના માર્જિન ૩૦ ટકા સુધી મર્યાદિત કરવાનો નિર્ણય પણ લીધો છે.
નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇસિંગ ઓથોરિટી (એનપીપીએ) સુધારેલી દવાઓની યાદીનું પ્રતિબિંબ ફાર્માસ્યુટિકલ કંપનીઓએ ૨૭ ઓક્ટોબર ૨૦૨૬થી અમલી બનાવવાનું શરુ કરવું પડશે. તેના પછી તેણે કેન્સરવિરોધી દવાઓના ભાવમાં સુધારો કરવો પડશે, એમ રસાયણ અને ખાતર મંત્રલયના ફાર્માસ્યુટિકલ વિભાગની સત્તાવાર યાદીમાં જણાવાયું હતું. આમ એનપીપીએ કેન્સરની દવાઓના ભાવમાં ૮૦થી ૯૦ ટકા સુધીનો ઘટાડો કર્યો છે.
આ ભાવઘટાડો એનપીપીએ ૧૭ ઓક્ટોબરના રોજ ૧૩૭ કેન્સર વિરોધી દવાઓના ટ્રેડ માર્જિન નક્કી કર્યા પછીનું બીપું પગલું છે. સત્તાવાર યાદી મુજબ કેટલીક કેન્સર વિરોધી દવાઓના ભાવમાં નોંધપાત્ર ઘટાડો થાય તેમ મનાય છે. આરપીજી લાઇફ સાયન્સ લિમિટેડની ફુલબ્રેકા (પાંચ એમએલ વાયલ)નો ભાવ રૂ. ૨૬,૦૭૨.૧૬થી ઘટીને રુ. ૫,૪૯૧ થશે. જ્યારે એબોટ હેલ્થકેર પ્રાઇવેટ લિમિટેડની બેવાસિજેબ (૪ એમએલ વાયલ)નો ભાવ રુ. ૨૧,૭૬૭.૭૦થી ઘટીને રુ. ૫,૯૩૦.૧ થશે.
આરપીજી લાઇફ સાયન્સીઝની ઇન્યુટાના ૨૮ કેપ્સ્યુલ્સનો ભાવ રુ. ૬,૫૭૮.૨૦થી ઘટીને રુ, ૨,૨૩૨.૦ થશે. જ્યારે ડો. રેડ્ડીઝ લેબોરેટરીઝની એઝાસિટિન (પેક-૧૦નો ભાવ પણ રુ. ૬,૩૩૭થી ઘટીને રુ. ૧,૪૯૫ થશે. આ ઉપરાંત નેટકો ફાર્માની ડેસન્ટ ૨૦ના ૬૦ ટેબ્લેટના પેકનો ભાવ રુ. ૨,૮૧૨.૫૦થી ઘટીને રુ. ૧,૦૮૫.૯ થશે. એનારઝોલની કિંમત રુ. ૬૯૫.૭૬થી ઘટાડીને રુ. ૭૩ કરવામાં આવી છે.
સરકારનું કહેવું છે કે ટ્રેડ માર્જિન સીમા નક્કી કરવાનો અને કિંમતોની સમીક્ષા કરવાનો હેતુ દર્દીઓ સુધી જરૂરી દવાઓ વધુને વધુ વાજબી ભાવે પહોંચાડવાનો છે. નવા દર લાગુ થયા પછી આખા દેશમાં કેન્સરની સારવાર સાથે જોડાયેલી દવાઓ પહેલાની તુલનાએ ઘણા ઓછા ભાવે હાજર રહેશે.