હવે 10 અને 20 રૂપિયાની પ્લાસ્ટિક નોટ આવશે બજારમાં, કેન્દ્ર સરકારે RBIના પ્રસ્તાવને આપી મંજૂરી, જાણો શું છે ફાયદા?
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

RBI To Issue Plastic Currency Notes : ભારતમાં ટૂંક સમયમાં જ 10 અને 20 રૂપિયાની પ્લાસ્ટિક એટલે કે પોલિમર (Polymer) નોટ જોવા મળી શકે છે. કેન્દ્ર સરકારે ભારતીય રિઝર્વ બેંક (RBI)ના એ પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે, જે હેઠળ આ નોટોનું ફિલ્ડ ટ્રાયલ હાથ ધરવામાં આવશે, અને સફળતા મળ્યા બાદ તેને નિયમિત રીતે ચલણમાં મૂકવામાં આવશે. રાજ્ય નાણા મંત્રી પંકજ ચૌધરીએ સોમવારે લોકસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં આ માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે, RBI એક્ટ 1934ની કલમ 25 હેઠળ સરકારને 10 અને 20 રૂપિયાના 100-100 કરોડ પોલિમર નોટોના ફિલ્ડ ટ્રાયલ માટે મંજૂરી માંગતો પ્રસ્તાવ મોકલવામાં આવ્યો હતો, જેને સરકારે સ્વીકારી લીધો છે.
જૂની કાગળની નોટો બંધ નહીં થાય
ફિલ્ડ ટ્રાયલ દરમિયાન 10 રૂપિયાના 100 કરોડ અને 20 રૂપિયાના 100 કરોડ પ્લાસ્ટિક નોટ બહાર પાડવામાં આવશે. આ પરીક્ષણમાં નોટ કેટલી ટકાવ છે, ભારતના વિવિધ હવામાનમાં તેનો કેવો દેખાવ રહે છે, અને લોકો તેને કેવી રીતે સ્વીકારે છે, તેનું મૂલ્યાંકન કરાશે. નાણા મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે, હાલમાં કાગળની નોટો અને પોલિમર નોટો બંને સાથે જ ચાલશે, કાગળની નોટો બંધ કરવાનો હાલ કોઈ પ્રસ્તાવ નથી.
પોલિમર નોટોના મુખ્ય ફાયદા
વધુ ટકાવ: કાગળની નોટોની સરખામણીએ પ્લાસ્ટિકની નોટો લાંબો સમય ચાલે છે.
ખર્ચમાં ઘટાડો: નોટની આયુષ્ય વધુ હોવાથી તેને વારંવાર છાપવાનો અને જૂની નોટો નષ્ટ કરવાનો ખર્ચ ઘટશે.
નકલી નોટ પર લગામ: પોલિમર નોટમાં ટ્રાન્સપરન્ટ વિન્ડો અને વિશેષ સિક્યોરિટી ફિચર્સ ઉમેરી શકાય છે, જેનાથી નકલી નોટો બનાવવી અશક્ય બનશે.









