India

'હવે આગામી વખતે પાર્ટી કદાચ મને મુખ્યમંત્રી બનાવે...', ભાજપના કદાવર નેતાએ યોગીનું ટેન્શન વધાર્યું

By GS Team
30 Aug 20263 mins read
TukuTouch Logo
ઉત્તર પ્રદેશના ડેપ્યુટી CM કેશવ પ્રસાદ મૌર્યએ મુખ્યમંત્રી બનવાની ઈચ્છા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે, આગામી સમયમાં હું CM કે અન્ય કોઈ ભૂમિકામાં દેખાઈ શકું છું, પરંતુ આ પાર્ટી નક્કી કરશે. હાલ અમારું લક્ષ્ય બહુમતી મેળવવાનું છે. યોગી આદિત્યનાથ સાથે મળીને કામ કરવાની વાત કરતાં, મૌર્યએ 300થી વધુ બેઠકો જીતવાનો દાવો કર્યો.

Summarized by AI; it may make mistakes. Check important info

'હવે આગામી વખતે પાર્ટી કદાચ મને મુખ્યમંત્રી બનાવે...', ભાજપના કદાવર નેતાએ યોગીનું ટેન્શન વધાર્યું

Keshav Prasad Maurya: ઉત્તર પ્રદેશના ડેપ્યૂટી સીએમ કેશવ પ્રસાદ મૌર્યએ સ્પષ્ટ રીતે મુખ્યમંત્રી બનવાની મહત્વકાંક્ષા જાહેર કરી દીધી છે. તેમણે કહ્યું કે, એવું બની શકે કે, આગામી સમયમાં તમે મને સીએમ તરીકે કે અન્ય કોઈ રીતે જોવો. આ તો પાર્ટી નક્કી કરશે, મારી મહત્વકાંક્ષાથી કશું નક્કી થતું નથી. મારી પણ મહત્વકાંક્ષા છે કે, હું મુખ્યમંત્રી બનું. પરંતુ મારા વિચારવાથી નહીં થાય. મારી પાર્ટીનું નેતૃત્વ નક્કી કરશે કે કોણ શું કરશે. હાલ તો અમારું લક્ષ્ય એ જ છે કે, અમે બહુમત લાવીએ. ત્યારબાદ ધારાસભ્ય દળ નક્કી કરશે અને દિલ્હીથી આવનારા સુપરવાઇઝર નક્કી કરશે.

એક ટીવી ચેનલના ઇન્ટરવ્યૂમાં યોગી આદિત્યનાથ સાથે મળીને કામ કરવાની વાત પણ કરી હતી. બંને નેતાઓ વચ્ચેની પ્રતિસ્પર્ધાને લઈને કેશવ પ્રસાદ મૌર્યએ કહ્યું હતું કે, અમે લોકો સાથે મળીને કામ કરીએ છીએ. તેમણે કહ્યું કે, સીએમ અને ડેપ્યૂટી સીએમ સાથે મળીને કામ કરે છે. આ જ કારણ છે કે અમે સતત સત્તામાં છીએ. તેમણે દાવો કર્યો હતો કે, વિકસિત ભારત બને ત્યાં સુધી સપા અને દેશમાં કોંગ્રેસના હાથમાં સત્તા નહીં જાય. અમારી સરકાર નિષ્પક્ષ થઈને કામ કરે છે. નોકરીઓ પણ આપી છે તો દરેક વર્ગને ધ્યાને રાખીને આપી છે.

અખિલેશને પડકાર - એક પણ વ્યક્તિ લાવીને બતાવો, જે કહે પૈસાથી નોકરી મળી

છેલ્લા 9 વર્ષથી ઉપમુખ્યમંત્રી રહેલા કેશવ મૌર્ય કહે છે કે, ‘અખિલેશ યાદવને હું પડકાર આપું છું કે, એક પણ વ્યક્તિ એવો લાવે, જે કહે કે તેણે લાંચ આપીને નોકરી મેળવી છે. ભાજપ જ્યાં આવે છે, ત્યાં વારંવાર આવે છે અને ત્રીજી વખત પણ આવે છે.’ આ દરમિયાન તેમને આર્થિક સ્થિતિને આધારે અનામત માગવાની વાત અંગે પણ સવાલ કરવામાં આવ્યો હતો. જેમાં તેમણે જવાબ આપતા કહ્યું હતું કે, ‘અનામતમાં કોઈ બદલાવ કરવામાં આવશે નહીં. હાલ સામાન્ય વર્ગના ગરીબોને પણ 10 ટકા અનામત આપવામાં આવે છે. 40 ટકા અનામતનો ભાગ પણ તમામ વિદ્યાર્થીઓ માટે છે.’ અનામતનો આ નિયમ રહેશે જ.

અંકિત બાલિયાન મર્ડર કેસમાં એન્કાઉન્ટરની માગ અંગે શું કહ્યું

પ્રયાગરાજમાં આવેલા પૂર પર અખિલેશ યાદવે સરકાર પર પ્રહાર કર્યા હતા. ત્યારે મૌર્યએ કહ્યું કે, સપાના રાજમાં કોઈ વિકાસ થયો નથી. અમે હવે કામ શરૂ કર્યું છે. પ્રયાગરાજમાં આવેલા પૂરની સમસ્યા અંગે મેં પોતે પગલાં લીધા છે અને નાળા અંગે અધિકારીઓને ઝાટક્યાં હતા. શામલીમાં હરિયાણવી ગાયક અંકિત બાલિયાનની હત્યા અંગે કેશવ પ્રસાદ મૌર્યએ કહ્યું કે, હત્યારાઓને કડકમાં કડક સજા અપાવીશું. જો કોઈ પ્રતિભાશાળી વ્યક્તિની હત્યા કરવામાં આવે તો અમારા માટે ચિંતાનું કારણ છે અને કડક પગલાં લઈશું.

‘UPની ચૂંટણીમાં 300થી વધુ સીટ લાવીને રહીશું’

પરિવાર તરફથી એન્કાઉન્ટરની માગ અંગે કેશવ પ્રસાદ મૌર્યએ કહ્યું કે, કોઈ પણ પીડિત આવી માગણી કરે છે, પરંતુ પોલીસ એક્શન લે છે, ત્યારે જાણ થાય છે કે શું થશે. જો કોઈ કાર્યવાહી કરવામાં આવે છે અને આરોપી સામે ફાયરિંગ કરે તો પછી એકાઉન્ટરની પરિસ્થિતિ પેદા થાય છે. તેમણે દાવો કર્યો કે, ભાજપ આગામી વિધાનસભા ચૂંટણીમાં 300 સીટો લાવશે. અખિલેશ યાદવ મુંગેરી લાલનું હસીન સપનું જોવે છે!