India

‘અમારા મામલામાં બહારના દેશોને નો એન્ટ્રી’, UNGAમાં તુર્કિયેએ કાશ્મીર મુદ્દો ઉઠાવતા ભારતે આપ્યો બે ટૂક જવાબ

By GS Team
29 Sep 20262 mins read
TukuTouch Logo
સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં તુર્કીયેના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગને કાશ્મીર મુદ્દે કરેલી ટિપ્પણીને ભારતે સખત રીતે ફગાવી દીધી છે. વિદેશ મંત્રાલયે સ્પષ્ટ કર્યું કે જમ્મુ-કાશ્મીર ભારતનો અભિન્ન અંગ છે અને આ બાબત ભારતની પ્રાદેશિક અખંડિતતા તથા સાર્વભૌમત્વ સાથે જોડાયેલી છે. આ મુદ્દે કોઈપણ બાહ્ય પક્ષનો કોઈ અધિકાર નથી.

Summarized by AI; it may make mistakes. Check important info

‘અમારા મામલામાં બહારના દેશોને નો એન્ટ્રી’, UNGAમાં તુર્કિયેએ કાશ્મીર મુદ્દો ઉઠાવતા ભારતે આપ્યો બે ટૂક જવાબ

India Rejects Turkey President Kashmir Remarks : તુર્કીયેના રાષ્ટ્રપ્રમુખ રેસેપ તૈયપ એર્દોગન દ્વારા સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA) માં કાશ્મીર મુદ્દે આપવામાં આવેલા નિવેદનને ભારતે સંપૂર્ણપણે ફગાવી દીધું છે. વિદેશ મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે જમ્મુ-કાશ્મીર ભારતનો અવિભાજ્ય અંગ છે અને આ બાબત ભારતની પ્રાદેશિક અખંડિતતા અને સાર્વભૌમત્વ સાથે જોડાયેલી છે. પ્રેસને સંબોધતા વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે UN જનરલ એસેમ્બલીમાં તુર્કીયેના રાષ્ટ્રપ્રમુખ દ્વારા ભારત અને કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીર અંગે કરવામાં આવેલી બિનજરૂરી ટિપ્પણીઓને ભારત નકારે છે.

આ મામલો ભારતની અખંડિતતા અને સાર્વભૌમત્વ સાથે જોડાયેલો: MEA

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જાયસવાલે જણાવ્યું હતું કે, 'આ મામલો ભારતની પ્રાદેશિક અખંડિતતા અને સાર્વભૌમત્વ સાથે જોડાયેલો છે, અને આ મુદ્દા પર કોઈપણ બાહ્ય પક્ષનો કોઈ અધિકાર કે ભૂમિકા નથી.'

કાશ્મીરને લઈને શું બોલ્યા હતા તુર્કીયેના રાષ્ટ્રપ્રમુખ?

24 સપ્ટેમ્બરના રોજ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 81મા સત્રને સંબોધતા એર્દોગને કહ્યું હતું કે દક્ષિણ એશિયામાં એ જરૂરી છે કે કાશ્મીર મુદ્દા સહિત તમામ વિવાદોને સંયુક્ત રાષ્ટ્ર ચાર્ટર અને સંબંધિત પ્રસ્તાવોના દાયરામાં વાતચીત દ્વારા ઉકેલવામાં આવે. પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફની હાજરીમાં તેમણે આ વાત કરી હતી. એર્દોગને કાશ્મીરનો મુદ્દો ઉઠાવવા માટે ફરી UNના મંચનો ઉપયોગ કર્યો હતો, જેની સામે ભારત સતત ત્રીજા પક્ષની દખલગીરીનો વિરોધ કરતું રહ્યું છે.

હોર્મુઝમાં ભારતીય ધ્વજ ધરાવતા 6 કોમર્શિયલ જહાજ: MEA

વિદેશ મંત્રાલયે વધુમાં જણાવ્યું હતું કે ભારતના ધ્વજવાળા 6 કોમર્શિયલ જહાજ હોર્મુઝમાં છે, જ્યારે 6 વિદેશી ધ્વજવાળા જહાજો ભારત તરફ કાર્ગો લાવી રહ્યા છે. આ કુલ 12 જહાજોમાં 163 ભારતીય નાવિકો સવાર છે. આ ઉપરાંત અન્ય જહાજો પર 4500 જેટલા ભારતીય નાવિકો હાજર છે, અને શિપિંગ મંત્રાલય તેમની સુરક્ષા પર સતત નજર રાખી રહ્યું છે.