India

હૈદરાબાદ બાદ બેંગ્લુરુની લૉ કોલેજમાં CJIને આમંત્રણ મળતાં વિરોધ, BCI અધ્યક્ષ સામે પણ રોષ

By GS Team
17 Aug 20262 mins read
TukuTouch Logo
બેંગલુરુની NLSIUના 165 ગ્રેજ્યુએટ, 409 વર્તમાન અને 128 પૂર્વ વિદ્યાર્થીઓએ આગામી દીક્ષાંત સમારોહમાં CJI સૂર્યકાંત અને BCI અધ્યક્ષ મનન કુમાર મિશ્રાને આમંત્રિત કરવા સામે પત્ર દ્વારા વિરોધ નોંધાવ્યો છે. તેમણે NALSARના વિદ્યાર્થીઓ સાથે એકતા દર્શાવી, જેમણે CJIના આમંત્રણનો વિરોધ કર્યો હતો. BCIએ અગાઉ NALSARના વિદ્યાર્થીઓને એનરોલ ન કરવાનો આદેશ પાછો ખેંચી માફી માંગી હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

હૈદરાબાદ બાદ બેંગ્લુરુની લૉ કોલેજમાં CJIને આમંત્રણ મળતાં વિરોધ, BCI અધ્યક્ષ સામે પણ રોષ
IMAGE - IANS

NLSIU protest: દેશમાં ચીફ જસ્ટિસ (CJI) વિરુદ્ધ વિરોધ અને અસંતોષ અટકવાનું નામ નથી લઈ રહ્યો. દેશની પ્રમુખ લૉ કોલેજ નેશનલ લૉ સ્કૂલ ઓફ ઈન્ડિયા યુનિવર્સિટી (NLSIU) બેંગલુરુના વર્તમાન અને પૂર્વ વિદ્યાર્થીઓએ આગામી દીક્ષાંત સમારોહમાં ભારતના ચીફ જસ્ટિસ સૂર્યકાંત અને બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયા (BCI)ના અધ્યક્ષ મનન કુમાર મિશ્રાને આમંત્રિત કરવા સામે સખત વિરોધ નોંધાવ્યો છે.

પત્ર દ્વારા વિરોધ દર્શાવ્યો

શનિવારે જાહેર કરવામાં આવેલા એક પત્રમાં 165 ગ્રેજ્યુએટિંગ વિદ્યાર્થીઓ, 409 વર્તમાન વિદ્યાર્થીઓ અને 128 પૂર્વ વિદ્યાર્થીઓએ નેશનલ એકેડમી ઓફ લીગલ સ્ટડીઝ એન્ડ રિસર્ચ (NALSAR) હૈદરાબાદના વિદ્યાર્થીઓ સાથે બિનશરતી એકજૂથતા વ્યક્ત કરી છે. તેમણે BCI અધ્યક્ષના તાજેતરના વર્તનની આકરા શબ્દોમાં ટીકા કરી છે અને પોતાના દીક્ષાંત સમારોહમાં CJIની પ્રસ્તાવિત હાજરી સામે પણ વિરોધ દર્શાવ્યો છે.

NALSAR વિવાદ અને BCIનો નિર્ણય

આ વિરોધ NALSAR હૈદરાબાદમાં તાજેતરમાં થયેલા વિવાદ બાદ સામે આવ્યો છે, જ્યાં કેટલાક વિદ્યાર્થીઓએ CJI સૂર્યકાંતને મુખ્ય અતિથિ તરીકે આમંત્રિત કરવાનો વિરોધ કર્યો હતો. તેના જવાબમાં BCIએ 13 ઓગસ્ટે રાજ્ય બાર કાઉન્સિલોને નિર્દેશ આપ્યો હતો કે તેઓ NALSARના 2026 બેચના ગ્રેજ્યુએટ્સને વકીલ તરીકે નોંધણી (એનરોલ) ન કરે. જોકે, વિરોધ વધતાં ગણતરીના કલાકોમાં જ આ આદેશ પાછો ખેંચી લેવાયો હતો અને મનન કુમાર મિશ્રાએ વિદ્યાર્થીઓની માફી માગી હતી.

અભિવ્યક્તિની સ્વતંત્રતા અને ભવિષ્યની ચિંતા

NLSIUના વિદ્યાર્થીઓએ પોતાના નિવેદનમાં જણાવ્યું છે કે તેઓ સત્તા સામે સત્ય બોલવાની હિંમત અને નૈતિક દ્રઢતા દર્શાવનારા NALSARના સાથી વિદ્યાર્થીઓ સાથે અડીખમ ઊભા છે. વિદ્યાર્થીઓએ BCI પાસે NALSARના વિદ્યાર્થીઓ અને ફેકલ્ટી સમુદાયની બિનશરતી માફીની માંગ કરી છે તથા આરોપ લગાવ્યો છે કે BCIએ વિદ્યાર્થીઓના અભિવ્યક્તિની સ્વતંત્રતાના મૂળભૂત અધિકારને છીનવવાનો પ્રયાસ કર્યો છે. મુદ્દો માત્ર એ નથી કે સમારોહમાં કોણ આવે છે, પરંતુ એ છે કે દેશના લૉ સ્કૂલના વિદ્યાર્થીઓ શક્તિશાળી સંસ્થાઓ કે અધિકારીઓ સામે અસહમતી વ્યક્ત કરતી વખતે પોતાના વ્યાવસાયિક ભવિષ્યને લઈને ડરના વાતાવરણમાં ન રહે.