Baroda
વડોદરા: વાડીમાં રહેતા પરિવારના ઘરમાંથી 1.98 લાખની ચોરી
By GS Team
16 Aug 20261 min read
વડોદરાના વાડી નાની શાક માર્કેટ પાસે ભરતભાઈ કનોજીયાના મકાનમાં 14મી તારીખે ચોરી થઈ હતી. ગ્રાઉન્ડ ફ્લોરના રિનોવેશનને કારણે પરિવાર ઉપરના માળે રહેતો હતો. ચોર ટોળકી દરવાજાનો નકૂચો તોડી ઘરમાંથી 2 તોલા સોનાની લગડી, બુટ્ટી, વીંટી, ચાંદીના દાગીના અને રોકડા 40,000 સહિત કુલ 1.98 લાખની મત્તા ચોરી ગઈ હતી. વાડી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara: વાડી નાની શાક માર્કેટ પાસે રહેતા અને ડ્રાઇવિંગ કરતા ભરતભાઇ બંસીલાલ કનોજીયાના મકાનમાં ગ્રાઉન્ડ ફ્લોરનું રિનોવેશન ચાલતું હોઇ તેઓ પરિવાર સાથે ઉપરના માળે રહે છે.ગત 14મી તારીખે તેઓ સવારે જાગીને નીચે આવ્યા ત્યારે જોયું તો મકાનનના દરવાજાનો નકૂચો તૂટેલી હાલતમાં હતો. ચોર ટોળકી ઘરમાંથી સોનાની બે તોલા વજનની લગડી, બુટ્ટી, વીંટી તથા ચાંદીના દાગીના અને રોકડા ૪૦ હજાર મળી કુલ 1.98 લાખની મતા લઇ ગઇ હતી. જે અંગે વાડી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.