Baroda

વડોદરા: સમા રોડ પર કોમ્પલેક્સના બેઝમેન્ટમાંથી દારુ ભરેલી કાર મળી

By GS Team
16 Aug 20261 min read
TukuTouch Logo
વડોદરાના સમારોડ પર અર્થ ઇયોન કોમ્પલેક્સના પાર્કિંગમાંથી પોલીસે દારૂ ભરેલી કાર સાથે રાજવીર રાજપૂતને ઝડપી પાડ્યો છે. પોલીસે દારૂની કુલ 298 બોટલ, મોપેડ અને કાર સહિત 3.66 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. પ્રેમ યાદવને વોન્ટેડ જાહેર કરાયો છે. આ દારૂનું વેચાણ પાર્કિંગમાંથી થતું હતું.

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરા: સમા રોડ પર કોમ્પલેક્સના બેઝમેન્ટમાંથી દારુ  ભરેલી કાર મળી

Vadodara: સમારોડ પર કોમ્પલેક્સના પાર્કિંગમાંથી પોલીસે દારૃ ભરેલી કાર સાથે એક આરોપીને ઝડપી પાડયો છે. પોલીસે દારૃની કુલ 298 બોટલ કબજે કરી છે.

સમા પોલીસને માહિતી મળી હતી કે, સમા નવી નગરી ખાતે રહેતો રાજવીર રાજપૂત તથા સમા પૂનમ નગર ખાતે રહેતો પ્રેમ યાદવ એક કારમાં વિદેશી દારૃ લઇને ઉર્મિ બ્રિજ સામે આવેલ અર્થ ઇયોન કોમ્પલેક્સના બેઝમેન્ટના પાર્કિંગમાં મૂકી રાખી છે. આ કારમાંથી રાજવીર તથા પ્રેમ દારૂનું વેચાણ કરે છે. જેથી, પોલીસની ટીમે ઉપરોક્ત સ્થળે જઇને તપાસ કરતા રાજવીર ઉર્ફે રાજુ સોભનસિંગ રાજપૂત, ઉં.વ.19 (રહે. સમા નવી નગરી) મળી આવ્યો હતો. પોલીસને તેના મોપેડની ડીકીમાંથી દારૂની 19 બોટલ મળી આવી હતી. ત્યારબાદ કારમાં તપાસ કરતા તેમાંથી પણ દારૃનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે દારૃની કુલ 298 બોટલ કિંમત રૃપિયા 91,654, એક મોપેડ તથા કાર મળી કુલ રૂપિયા 3.66 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. જ્યારે પ્રેમ યાદવને વોન્ટેડ જાહેર કર્યો છે.