Get The App

રાજ્યસભાના સૌથી ગરીબ ઉમેદવાર નીતિશ કુમાર, બિહારના CM પાસે ફક્ત 20,552 રૂપિયા રોકડ

Updated: Mar 7th, 2026

GS TEAM

Google News
Google News
રાજ્યસભાના સૌથી ગરીબ ઉમેદવાર નીતિશ કુમાર, બિહારના CM પાસે ફક્ત 20,552 રૂપિયા રોકડ 1 - image


Nitish Kumar Wealth: રાજ્યસભાની ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવનારા ઉમેદવારોએ તેમની સંપત્તિની વિગતો જાહેર કરી છે. બિહારના પૂર્વ મુખ્યમંત્રી નીતિશ કુમારની કુલ સંપત્તિ આ યાદીમાં સૌથી ઓછી છે. તેમની પાસે 1.66 કરોડ રૂપિયાની સ્થાવર અને જંગમ સંપત્તિ છે. 2025માં તેમની કુલ સંપત્તિ ફક્ત 7.87 લાખ રૂપિયા નોંધાઈ હતી.

નીતિશ કુમાર પાસે શું છે?

નીતિશ કુમારના સોગંદનામા મુજબ, તેમની પાસે 20,552 રોકડા રૂપિયા છે. તેમની જંગમ સંપત્તિ કુલ 17.91 લાખ રૂપિયા છે. તેમની પાસે 20 ગ્રામ સોનાની વીંટી અને મોતી જડિત ચાંદીની વીંટી છે, જેની કિંમત આશરે 2.37 લાખ રૂપિયા છે. તેમની પાસે કાર છે, જે 2015માં 11.32 લાખ રૂપિયામાં ખરીદી હતી. તેમની દિલ્હીના દ્વારકામાં સંસદ સહકારી સંસ્થામાં એક ફ્લેટ ધરાવે છે. તેમણે 2004માં આશરે 1,000 ચોરસ ફૂટનો આ ફ્લેટ 13.78 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. આ ફ્લેટની વર્તમાન કિંમત આશરે 1.48 કરોડ રૂપિયા હોવાનો અંદાજ છે.

આ પણ વાંચો: પત્રકારની હત્યા કેસમાં ગુરમીત રામ રહીમ હાઈકોર્ટથી મુક્ત, પણ ડેરા પ્રમુખે જેલમાં જ રહેવું પડશેમ

આ લોકો પાસે નીતિશ કુમાર કરતાં વધુ સંપત્તિ છે

જેડીયુ રાજ્યસભાના સાંસદ રામનાથ ઠાકુર પાસે પૂર્વ મુખ્યમંત્રી નીતિશ કુમાર કરતાં વધુ સંપત્તિ છે. તેની કુલ સંપત્તિ 3.12 કરોડ રૂપિયા છે. આમાં 1.64 કરોડ રૂપિયાની જંગમ સંપત્તિનો સમાવેશ થાય છે. 2024-25 માટે તેમની કુલ આવક 35.77 લાખ રૂપિયા હતી. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીન પાસે કુલ જંગમ સંપત્તિ આશરે 1.16 કરોડ રૂપિયાની છે, અને તેની પત્ની પાસે 84 લાખ રૂપિયાની જંગમ સંપત્તિ છે.

નીતિન નબીન પાસે કેટલી સંપત્તિ છે?

સોગંદનામા મુજબ, નીતિન નબીન પાસે કોઈ સ્થાવર મિલકત નથી, જ્યારે તેમની પત્ની પાસે આશરે 1.47 કરોડ રૂપિયાની સ્થાવર મિલકત છે. નીતિન નબીન પાસે 55,000 રોકડા અને વિવિધ બૅન્કોમાં આશરે 62 લાખ રૂપિયા જમા છે. તેમની પાસે બે કાર છે. તેમની આશરે 32 લાખ રૂપિયાની લોન બાકી છે.