India

સિંધુ બાદ પાકિસ્તાનને વધુ એક ઝટકો, ચિનાબ નદી પર હાઈડ્રો પ્રોજેક્ટ માટે ભારત સરકારે ટેન્ડર જાહેર કર્યું

By GS TEAM
8 Feb 20261 min read
TukuTouch Logo
ભારત સરકારે પાકિસ્તાન સાથેના જળ વિવાદ અને સિંધુ જળ સંધિ (IWT) ના તણાવ વચ્ચે જમ્મુ-કાશ્મીરમાં ચિનાબ નદી મામલે એક મોટો વ્યૂહાત્મક પ્રહાર કર્યો છે. NHPC એ અંદાજે ₹5,129 કરોડ ના ખર્ચે તૈયાર થનારા સાવલકોટ હાઈડ્રો પ્રોજેક્ટ માટે ટેન્ડર પ્રક્રિયા શરૂ કરી દીધી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સિંધુ બાદ પાકિસ્તાનને વધુ એક ઝટકો, ચિનાબ નદી પર હાઈડ્રો પ્રોજેક્ટ માટે ભારત સરકારે ટેન્ડર જાહેર કર્યું

પ્રતિકાત્મક તસવીર 



NHPC Sawalkot Hydro Project Tender Out : ભારત સરકારે પાકિસ્તાન સાથેના જળ વિવાદ અને સિંધુ જળ સંધિ (IWT) ના તણાવ વચ્ચે જમ્મુ-કાશ્મીરમાં ચિનાબ નદી મામલે એક મોટો વ્યૂહાત્મક પ્રહાર કર્યો છે. NHPC એ અંદાજે ₹5,129 કરોડ ના ખર્ચે તૈયાર થનારા સાવલકોટ હાઈડ્રો પ્રોજેક્ટ માટે ટેન્ડર પ્રક્રિયા શરૂ કરી દીધી છે.

શું હશે આ પ્રોજેક્ટમાં ખાસ?

NHPC દ્વારા બહાર પાડવામાં આવેલા ટેન્ડર મુજબ, આ આખો પ્રોજેક્ટ એક જ પેકેજ હેઠળ તૈયાર કરવામાં આવશે. જેમાં ડાઈવર્ઝન્ટ ટનલનું નિર્માણ, કોફર ડેમ, માંડિયા નાલા ડીટી અને ડેમ સાથે જોડાયેલા તમામ સહાયક કાર્યોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, રાઈટ બેંક સ્પાઈરલ ટનલ અને એક્સેસ ટનલ જેવા જટિલ એન્જિનિયરિંગ કાર્યો પણ આ પેકેજમાં આવરી લેવામાં આવ્યા છે.

પાકિસ્તાન અને ચીન માટે 'ટેન્શન'

સિંધુ જળ સંધિને લઈને ભારત અને પાકિસ્તાન વચ્ચે છેલ્લા કેટલાક સમયથી ખેંચતાણ ચાલી રહી છે. ચિનાબ નદી પર ભારત જે રીતે એક પછી એક હાઈડ્રો પ્રોજેક્ટ્સ (જેમ કે રાતલે અને સાવલકોટ) ને મંજૂરી આપી રહ્યું છે, તેનાથી પાકિસ્તાનને ભવિષ્યમાં પાણીની અછતનો ડર સતાવી રહ્યો છે. નિષ્ણાતોના મતે, આ પ્રોજેક્ટ જમ્મુ-કાશ્મીરની ઉર્જા જરૂરિયાતો પૂરી કરવા ઉપરાંત ભારતની પાવર ગ્રીડને વધુ મજબૂત બનાવશે અને જળ સંસાધનોના બહેતર ઉપયોગની દિશામાં મોટું કદમ સાબિત થશે.