Get The App

વાહન ચાલકો સાવધાન: આવતીકાલથી ટોલ ટેક્સના નિયમમાં ફેરફાર, જાણો સરકારની નવી ગાઇડલાઇન

Updated: Apr 14th, 2026

GS TEAM

Google News
Google News
વાહન ચાલકો સાવધાન: આવતીકાલથી ટોલ ટેક્સના નિયમમાં ફેરફાર, જાણો સરકારની નવી ગાઇડલાઇન 1 - image


Toll Tax New Rules : નેશનલ હાઇવે પર ટ્રક અને માલવાહક વાહનો ચલાવતા ચાલકો માટે મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. કેન્દ્ર સરકાર દ્વારા ઓવરલોડિંગના નિયમોમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે, જે આવતીકાલે એટલે કે 15 એપ્રિલથી સમગ્ર દેશમાં લાગુ થશે.

વાહનમાં 10% વધુ વજન હશે તો...

નવા નિયમો મુજબ વાહન માલિકોને રાહત આપતાં સરકારે નક્કી કર્યું છે કે, જો ગાડીમાં નિર્ધારિત ક્ષમતા કરતાં 10 ટકા સુધી વધારાનું વજન હશે, તો કોઈ દંડ વસૂલવામાં આવશે નહીં. નાની ભૂલોને કારણે ટ્રાન્સપોર્ટરોને આર્થિક નુકસાન ન થાય તે હેતુથી આ રાહત આપવામાં આવી છે.

આ પણ વાંચો : VIDEO : છત્તીસગઢમાં મોટી દુર્ઘટના : વેદાંતા પાવર પ્લાન્ટમાં બોઈલર ફાટતા 10ના મોત, 40થી વધુ શ્રમિકો દાઝ્યા

વાહનમાં 40% વધુ વજન હશે તો...

જોકે, 10 ટકાથી વધુ વજન હોય તો ભારે દંડનો નિયમ બનાવાયો છે. જો ઓવરલોડિંગ 10 ટકાથી 40 ટકાની વચ્ચે હશે, તો સામાન્ય ટોલ ટેક્સ કરતાં બમણો ટેક્સ ભરવો પડશે. જ્યારે 40 ટકાથી વધુ ઓવરલોડિંગના કિસ્સામાં ટોલ ટેક્સના ચાર ગણા નાણાં ચૂકવવા પડશે. હાઇવે પર મૂકાયેલા વેઇંગ મશીન દ્વારા વજનની ચકાસણી કરવામાં આવશે અને આ દંડની રકમ સીધી FASTagમાંથી કાપવામાં આવશે.

ટોલ ટેક્સના નિયમમાં ખાસ શરત મૂકાઈ

નિયમમાં ખાસ શરત એ છે કે, જો કોઈ ટોલ પ્લાઝા પર વજન કરવાનું મશીન ન હોય અથવા ખરાબ હોય, તો વાહન ચાલક પાસેથી વધારાનો કોઈ દંડ લેવામાં આવશે નહીં. આવા સંજોગોમાં માત્ર સામાન્ય ટોલ જ ચૂકવવાનો રહેશે. આ સાથે જ ઓવરલોડિંગ કરનારા વાહનોનો ડેટા સીધો સરકારી 'વાહન' પોર્ટલ પર અપડેટ થશે.

આ પણ વાંચો : PHOTO: ભક્તોને દર્શન આપવા અમરનાથ પ્રગટ થયાં, પૂર્ણ સ્વરૂપમાં બાબા બર્ફાનીની પ્રથમ તસવીર