તમિલનાડુ રાજકારણમાં નવા જૂનીના એંધાણ, દિગ્ગજ નેતા DMK છોડી વિજયની TVK માં જવા તૈયાર!
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Tamilnadu Politics : તમિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી અને ધારાસભ્ય ઓ. પન્નીરસેલ્વમ (OPS) અને તેમના પુત્ર ઓ.પી. રવીન્દ્રનાથ ફરી એકવાર રાજકીય મોરચે નારાજ હોવાના અહેવાલો વહેતા થયા છે. ડીએમકે (DMK) માં જોડાયાને છ મહિના જેટલો સમય વીતી ગયો હોવા છતાં, હજુ સુધી તેમને પક્ષમાં કોઈ પણ પ્રકારની જવાબદારી કે હોદ્દો સોંપવામાં આવ્યો નથી.
તેની વિધાનસભા સીટ પરથી વિજેતા બનવા છતાં, થેની લોકસભા ક્ષેત્રમાં તેમની કોઈ ખાસ ભૂમિકા રહી નથી. તેનું મુખ્ય કારણ એ છે કે ત્યાંના DMK સાંસદ થંગા તમિલ સેલ્વનનો વિસ્તારમાં દબદબો છે અને તેઓ જ ત્યાંના રાજકીય મામલા સંભાળી રહ્યા છે.
TVK માં જોડાવાની અટકળો
વિસ્તારમાં પોતાની સતત ઉપેક્ષા અને પક્ષમાં કોઈ મહત્ત્વનું પદ ન મળવાથી નિરાશ થઈને, પન્નીરસેલ્વમ અને તેમના પુત્ર હવે DMK ને અલવિદા કહીને અભિનેતામાંથી રાજનેતા બનેલા વિજયની પાર્ટી તમિલગા વેત્રી કઝગમ (TVK) માં જોડાવા અંગે વિચારણા કરી રહ્યા હોવાના અહેવાલો છે.
અન્ય નેતાઓ પણ TVK માં જોડાયા
તમિલનાડુના મુખ્ય વિપક્ષી દળ AIADMK માંથી પણ અનેક પૂર્વ મંત્રીઓ અને ધારાસભ્યો પક્ષ છોડી રહ્યા છે. તાજેતરમાં જ પૂર્વ મંત્રીઓ ઉડુમલાઈ કે. રાધાકૃષ્ણન, એમ.સી. સંપત, કડમ્બુર સી. રાજુ અને એન.આર. શિવપતિ સહિતના મુખ્ય નેતાઓએ વિજયની TVK પાર્ટીનું સભ્યપદ ગ્રહણ કર્યું હતું.









