જ્ઞાનેશ કુમાર સામે દેશવ્યાપી દેખાવો : સરકારનું ઠંડુ વલણ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- સીજેપીનું ૪૮ કલાકના આંદોલનનું અલ્ટીમેટમ હવે બે ઓક્ટોબર પર મુલત્વી : જેલભરો કાર્યક્રમની ચીમકી
- જ્ઞાનેશ ગદ્દાર, સીઇસી સામેનો વિરોધ તેમના ઘર સુધી પહોંચ્યો કોંગ્રેસના કાર્યકરોએ તેમના ઘરની દીવાલ પર વોટચોર લખ્યું
- જ્ઞાનેશ કુમારે અન્ય બે કમિશ્નરોના વિરોધને અવગણીને લીધેલા ચુકાદાને રદ કરવા સુપ્રીમ કોર્ટમાં અરજી
નવી દિલ્હી : મુખ્ય ચૂંટણી કમિશ્નર (સીઇસી) જ્ઞાનેશ કુમાર સામે કોંગ્રેસ સહિતના વિપક્ષ આકરા પ્રહાર કરી રહ્યા છે. આ સમયે હવે જ્ઞાનેશ કુમાર સામેનો વિરોધ તેમના ઘર સુધી પહોંચી ગયો છે. સોમવારે કોંગ્રેસે આગ્રાના વિજયનગર કોલોનીમાં આવેલા જ્ઞાનેશકુમારના પૈતૃક મકાન સામે ઉગ્ર પ્રદર્શન કર્યુ. તેના ઘરની દીવાલો પર વોટ ચોરની સાથે જ્ઞાનેશ ગદ્દાર એવું લખ્યું.
લગભગ બધા જિલ્લાઓમાં કોંગ્રેસે મોટાપાયા પર વિરોધ પ્રદર્શન કર્યુ. લોકસભામાં કોંગ્રેસના આગેવાન રાહુલ ગાંધીએ પોતે જ્ઞાનેશ કુમાર સામે મોરચો સંભાળ્યો છે. બે દિવસ પહેલા લખનૌ ચૂંટણી કચેરીએ પણ કોંગ્રેસે જ્ઞાનેશ કુમાર સામે વિરોધ પ્રદર્શન કર્યુ હતુ. આ દરમિયાન યુપી કોંગ્રેસના વડા અજય રાય પણ હાજર રહ્યા હતા.
એસઆઈઆર અને જ્ઞાનેશકુમાર પર લાગેલા આરોપોની સાથે હવે તેમની સામે સુપ્રીમ કોર્ટમાં અરજી ફાઇલ કરવામાં આવી છે. આ અરજીમાં કહેવામાં આવ્યું છે કે ચૂંટણીપંચમાં શક્તિનું કેન્દ્રીકરણ કરવામાં આવ્યું છે. બાકીના બંને ચૂંટણી કમિશ્નર સુખબીરસિંહ સંધુ અને વિવેક જોશીની સંમતિ વગર જ મહત્ત્વના નિર્ણયો લેવાયા છે. આ અરજીમાં આ કેસમાં નિષ્પક્ષ તપાસ કરાવવા માટે ન્યાયિક તપાસ કે પછી એસઆઇટી રચવાની માંગ કરવામાં આવી છે.
અરજદારોનું કહેવું છે કે એસઆઈઆર પ્રક્રિયામાં ફેરફાર, ફોર્મ-૬માં ફેરફાર, ઇસીઆઇનેટ દ્વારા ડેટા પર નિયંત્રણ, ઇલેક્ટોરલ રજિસ્ટ્રેશન ઓફિસ પર લાગેલા પ્રતિબંધોની સાથે બંને કમિશ્નરોને જણાવ્યા વગર બંગાળમાં ૧૬.૧૦ લાખ અપીલ ફાઇલ કરવાનો કેસ પણ સામેલ છે. આ અરજીમાં તે રિપોર્ટને આધાર બનાવવામાં આવ્યો છે જેમા કહેવામાં આવ્યું છે કે છેલ્લા દસ મહિનામાં કમસેકમ ૧૪ વખત મુખ્ય ચૂંટણી કમિશ્નરના નિર્ણયો પર બાકીના બંને કમિશ્નર ડો. સુખબીરસિંહ સંધુ અને ડો. વિવેક જોશીએ વાંધો ઉઠાવ્યો હતો, પરંતુ તેમની વાત સાંભળવામાં આવી ન હતી. ચૂંટણીપંચે આ અંગે સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે કોઈ મામલામાં મતભેદ તે આંતરિક વિષય છે અને કામકાજનો હિસ્સો છે. છેવટે જે પણ નિર્ણય લેવાય છે તે સર્વસંમતિથી લેવાય છે. કોકરોચ જનતા પાર્ટી (સીજેપી)એ મુખ્ય ચૂંટણી કમિશ્નર જ્ઞાનેશ કુમારને હટાવવાની માંગને લઈને બીજી ઓક્ટોબરથી વિરોધ પ્રદર્શન શરૂ કરવાની જાહેરાત કરી હતી. તેમણે મુંબઈમાં જેલભરો આંદોલનની જાહેરાત કરી છે.
જ્ઞાનેશકુમારનું નામ સુસાઇડ નોટમાં હતુ : સીપીએમ નેતાનો આક્ષેપ
નવી દિલ્હી : એસઆઇઆર અને સીઇસો જ્ઞાનેશકુમારના નિર્ણયોને લઈને ચાલતા હોબાળા વચ્ચે સીપીએમ નેતા ડો. ટીએમ થોમસે દાવો કર્યો છે કે ૨૦૦૬માં ભારતમાં એક પ્રોજેક્ટના સંદર્ભમાં આવેલા મલેશિયાના એક અધિકારીએ આત્મહત્યા કરી લીધી હતી. તેમની સુસાઈડ નોટમાં અન્ય અધિકારીઓની સાથે જ્ઞાનેશકુમારનું નામ પણ હતુ. તે સમયે કુમાર પીડબલ્યુડીમાં સેક્રેટરી હતા. કેરળમાં વિશ્વબેન્કની કેએસટીપી પરિયોજના હેઠળ માર્ગ પરિયોજનાનો હિસ્સો સંભાળતી મલેશિયન કંપની પાથિબેલ માટે કેરળના એન્જિનિયર હતા. તે પ્રોજેક્ટની વચ્ચે જ કુઆલાલમ્પુર ચાલ્યા ગયા હતા અને આત્મહત્યા કરી લીધી હતી. તેમા ખાસ કરીને જ્ઞાનેશકુમારનું નામ લેવાયું હતું. સુસાઇડ નોટમાં તેમણે જ્ઞાનેશકુમારે લાંચ માંગી હોવાની વાત લખી હતી. જો કે થોમસે જણાવ્યું હતું કે તેમની પાસે સુસાઇડ નોટની નકલ નથી.




