India

VIDEO: ઉત્તરાખંડના નૈનિતાલની હોટલમાં વિકરાળ આગ, બે લોકો ફસાયા, રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું

By GS TEAM
9 Dec 20252 mins read
TukuTouch Logo
ગોવા નાઈટ ક્લબ આગકાંડના પડઘા હજુ તો શાંત થયા નથી ત્યાં વધુ એક મોટી આગની ઘટના ઉત્તરાખંડના નૈનિતાલમાં બની છે. ચાઇના બાબા વિસ્તારમાં શિશુ મંદિર સ્કૂલની બાજુમાં આવેલી ઇમારતમાં આગ ચપેટમાં આવી જતાં બે લોકો ફસાયા હતા. જેમને બચાવી લેવામાં આવ્યા છે. આગમાં ઇમારતનો તમામ સામાન બળીને ખાક થઈ ગયો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

VIDEO: ઉત્તરાખંડના નૈનિતાલની હોટલમાં વિકરાળ આગ, બે લોકો ફસાયા, રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું

National News: ગોવા નાઈટ ક્લબ આગકાંડના પડઘા હજુ તો શાંત થયા નથી ત્યાં વધુ એક મોટી આગની ઘટના ઉત્તરાખંડના નૈનિતાલમાં બની છે. ચાઇના બાબા વિસ્તારમાં શિશુ મંદિર સ્કૂલની બાજુમાં આવેલી ઇમારતમાં આગ ચપેટમાં આવી જતાં બે લોકો ફસાયા હતા. જેમને બચાવી લેવામાં આવ્યા છે. આગમાં ઇમારતનો તમામ સામાન બળીને ખાક થઈ ગયો છે.


એક કલાક અને દસ મિનિટમાં આગ પર કાબુ

આગની ઘટનાની વિગત આપતા નૈનિતાલના SDM નવાજીશ ખાલીકે કહ્યું કે ' સાંજે 7:24 વાગ્યે, અમને ચાઇના બાબા વિસ્તારમાં શિશુ મંદિર સ્કૂલની બાજુમાં આવેલી ઇમારતમાં આગ લાગી હોવાની માહિતી મળી હતી. અમે તાત્કાલિક ડિઝાસ્ટર કંટ્રોલ રૂમને સંપર્ક કર્યો હતો. એક કલાક અને દસ મિનિટમાં આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો'

કોઈ જાનહાનિ થઈ નથી

વધુમાં SDM નવાજીશ ખાલીકે જણાવ્યું કે 'આગની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, ફાયર ટીમોએ બે ફસાયેલા લોકોને બચાવી લીધા છે. મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ ઘટનાની નોંધ લીધી છે. તેમણે રાત્રે પણ ફાયર ટેન્કર સાથે ટીમ સ્થળ પર રાખવા નિર્દેશ કર્યો છે'

ઇમારત સંપૂર્ણપણે લાકડાની બનેલી હતી

તો  નૈનિતાલના ચીફ ફાયર ઓફિસર ગૌરવ કિરારે જણાવ્યું કે 'ઇમારત સંપૂર્ણપણે લાકડાની બનેલી હોવાથી, આગ ઝડપથી ફેલાઈ ગઈ. ત્રણ ફાયર ટેન્કરને ઘટનાસ્થળે રવાના કરવામાં આવ્યા હતા. આગ આસપાસની ઇમારતોમાં ફેલાઈ ન હતી. ઘટનામાં કોઈનું મોત થયું નથી'

પ્રત્યક્ષદર્શીએ શું કહ્યું?

મહત્વનું છે કે જ્યાં લાગી તેની પડખે જ શિશુ મંદિર સ્કૂલ આવેલી છે અને પ્રવાસીઓની ભીડ પણ આ વિસ્તારમાં હોય છે, જો આગ વહેલી લાગી હોત તો મોટી દુર્ઘટના સર્જાઇ હોત, પણ સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. હાજર એક પ્રત્યક્ષદર્શીએ ઘટનાની આપવીતી જણાવતા કહ્યું કે સાંજે અચાનક, ઇમારતમાંથી આગની જ્વાળાઓ નીકળવા લાગી. આ જોઈને અમે ગભરાઈ ગયા હતા. અમે તાત્કાલિક પોલીસ અને ફાયર બ્રિગેડને જાણ કરી હતી.  કેટલાક લોકો અંદર ફસાયેલા હતા. આગ એટલી તીવ્ર હતી કે કોઈ અંદર જવાની હિંમત કરી શક્યું ન હતું. ફાયરની ટીમે આવીને બે લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા. 

આ પણ વાંચો: VIDEO : 25 લોકોના જીવ લેનારી ગોવાની નાઇટ ક્લબને તોડી પડાઈ, ફરાર માલિકો વિરુદ્ધ બ્લૂ કોર્નર નોટિસ