India

રાષ્ટ્રગાન વિવાદ : ટેક્નિકલ ગરબડને અપમાન બતાવનારા ભાજપ IT સેલ ચીફને કોંગ્રેસની નોટિસ

By GS Team
16 Aug 20262 mins read
TukuTouch Logo
રાષ્ટ્રગાન વિવાદે જોર પકડ્યું છે. કોંગ્રેસ નેતા સંદીપ દીક્ષિતે ભાજપ IT સેલ પ્રમુખ અમિત માલવીયાને 15 ઓગસ્ટે કાનૂની નોટિસ મોકલી છે. 13 ઓગસ્ટે દિલ્હીમાં યોજાયેલા કાર્યક્રમમાં રાષ્ટ્રગાન દરમિયાન ટેકનિકલ ખામી સર્જાઈ હતી. ભાજપે આ ઘટનાને ખોટી રીતે રજૂ કરી, રાહુલ ગાંધી પર રાષ્ટ્રગાનના અપમાનનો આરોપ મૂક્યો. કોંગ્રેસે ભાજપ પાસે 48 કલાકમાં માફી અને પોસ્ટ હટાવવાની માંગ કરી છે, અન્યથા માનહાનિનો કેસ કરવાની ચીમકી ઉચ્ચારી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

રાષ્ટ્રગાન વિવાદ : ટેક્નિકલ ગરબડને અપમાન બતાવનારા ભાજપ IT સેલ ચીફને કોંગ્રેસની નોટિસ

Rashtragaan Controversy: કોંગ્રેસ નેતા સંદીપ દીક્ષિત તરફથી ભાજપ IT સેલ પ્રમુખ અમિત માલવીયાને કાનૂની નોટિસ મોકલવામાં આવી છે. આ નોટિસ 15 ઓગસ્ટના રોજ વકીલ અંબુજ દીક્ષિત અને અમરીશ રંજન પાંડેએ મોકલી છે. આ મામલો 13 ઓગસ્ટના રોજ દિલ્હીના કન્સ્ટિટ્યુશન ક્લબ ખાતે યોજાયેલા 'રચનાત્મક કોંગ્રેસ'ના રાષ્ટ્રીય સંમેલન સાથે જોડાયેલો છે, જ્યાં રાષ્ટ્રગાન દરમિયાન એક ટેકનિકલ ગરબડ થઈ હતી.

નોટિસ પ્રમાણે કાર્યક્રમમાં રાષ્ટ્રગાન સામાન્ય રીતે જ વગાડવામાં આવ્યું હતું. મંચ પર ઉપસ્થિત સંદીપ દીક્ષિત, રાહુલ ગાંધી અને અન્ય લોકો રાષ્ટ્રગાન પૂર્ણ થઈ ગયું હોવાનું માનીને આગળ વધી ગયા હતા અને લોકો સાથે મુલાકાત કરવા લાગ્યા હતા.

વીડિયોની સંપૂર્ણ ટાઈમલાઈન

આ જ દરમિયાન ઓડિયો સિસ્ટમમાં ખામીના કારણે ભૂલથી રાષ્ટ્રગાન ફરીથી વાગવા લાગ્યું હતું, જેને ઓપરેટરે તરત જ બંધ કરી દીધું હતું. નોટિસમાં વીડિયોની સંપૂર્ણ ટાઈમલાઈન પણ આપવામાં આવી છે, જેના અનુસાર 59:55 મિનિટે સંદીપ દીક્ષિત લોકોને નારેબાજી ન કરવા અપીલ કરે છે, 1:00:01 વાગ્યે રાષ્ટ્રગાન શરૂ થાય છે, 1:01:01 વાગ્યે પૂર્ણ થાય છે અને 1:01:02 વાગ્યે ભૂલથી ફરી શરૂ થઈને 1:01:08 વાગ્યે બંધ કરી દેવામાં આવે છે.

ભાજપે ઘટનાને ખોટી રીતે રજૂ કરી

નોટિસમાં કહેવામાં આવ્યું છે કે ભાજપના સત્તાવાર X હેન્ડલ @BJP4India પરથી આ ઘટનાને ખોટી રીતે રજૂ કરવામાં આવી હતી. પોસ્ટમાં લખવામાં આવ્યું હતું કે, રાહુલ ગાંધીએ ફરી રાષ્ટ્રગાનનું અપમાન કર્યું છે અને આ તેમનું દેશવિરોધી વલણ દર્શાવે છે. કોંગ્રેસ પક્ષનું કહેવું છે કે. આ એક સામાન્ય ટેકનિકલ ગરબડ હતી, જેને જાણી જોઈને અપમાન તરીકે દર્શાવવામાં આવી, જે સંપૂર્ણપણે અસત્ય અને ગેરમાર્ગે દોરનારું છે.

ભાજપ પાસે માફીની માગ

નોટિસમાં ભાજપ પાસે માગ કરવામાં આવી છે કે, તેઓ આ વિવાદાસ્પદ પોસ્ટ તાત્કાલિક હટાવે, એ જ X હેન્ડલ પરથી બિનશરતી માફી અને સ્પષ્ટતા જારી કરે અને ભવિષ્યમાં આવા આક્ષેપોનું પુનરાવર્તન ન કરે. આ સાથે જ ઘટના સાથે જોડાયેલા તમામ દસ્તાવેજો અને રેકોર્ડિંગ સુરક્ષિત રાખવા માટે પણ કહેવાયું છે. જવાબ આપવા માટે 48 કલાકનો સમય આપવામાં આવ્યો છે, અન્યથા માનહાનિનો કેસ નોંધવાની ચેતવણી આપવામાં આવી છે.