નાયરાની રિફાઈનરીએ સૌથી વધુ 10 લાખ બેરલ પેટ્રોલ રશિયા મોકલ્યું
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

નવી દિલ્હી : એશિયામાં રશિયા અને યુક્રેન વચ્ચે ચાર વર્ષ કરતાં વધુ સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે. આ યુદ્ધમાં બંને દેશ એકબીજાના એનર્જી સ્રોત પર હુમલા કરી રહ્યા છે. ભારતને અમેરિકા-ઈરાન યુદ્ધથી ક્રૂડ ઓઈલની આયાતમાં નુકસાન થઈ રહ્યું છે જ્યારે રશિયા-યુક્રેન યુદ્ધથી ક્રૂડ ઓઈલની આયાતમાં લાભ થઈ રહ્યો છે. વધુમાં આ યુદ્ધ ગુજરાત સ્થિત વાડિનાર રિફાઈનરી માટે સૌથી વધુ લાભદાયક બની રહ્યું છે.
યુક્રેને વિશેષ રણનીતિ હેઠ રશિયાની ઓઈલ રિફાઈનરીઓને નિશાન બનાવતા તેના ઓઈલ ઉત્પાદનમાં ગંભીર અવરોધો ઊભા થયા છે. યુક્રેને જુલાઈ અને ઓગસ્ટમાં રશિયન રિફાઈનરીઓ પર ૩૨ હુમલા કર્યા છે. આવી સ્થિતિમાં રશિયા માટે ભારત રિફાઈન્ડ પેટ્રોલ પૂરું પાડનાર સૌથી મોટા દેશ તરીકે ઉભરી આવ્યો છે, તેમાં પણ ગુજરાતમાં સ્થિત વાડીનાર રિફાઈનરીને સૌથી વધુ લાભ થયો હોવાનું મીડિયા અહેવાલોમાં જણાવાયું છે. રશિયામાં યુક્રેનના હુમલા વધતા ગુજરાતની વાડીનાર રિફાઈનરીને સૌથી વધુ લાભ થયો છે. રશિયાની રોસનેફ્ટની ૫૦ ટકા ભાગીદારીવાળી નાયરા એનર્જીની ગુજરાત સ્થિત વાડિનાર રિફાઈનરીએ બે મહિનામાં ભારતથી ૧૦ લાખ બેરલ ગેસોલીનની રશિયામાં નિકાસ કરી છે. એનર્જી વિશ્લેષક કંપની વોર્ટેક્સાના આંકડા મુજબ ઓગસ્ટમાં સમુદ્ર માર્ગે રશિયાની આયાત અંદાજે દૈનિક ૧.૨૫ લાખ બેરલના વિક્રમી સ્તરે પહોંચી ગઈ હતી, જે સમગ્ર મહિના માટે અંદાજે ૪.૭ લાખ ટન જેટલી છે. રશિયાની રિફાઈનરીઓ પર થઈ રહેલા સતત ડ્રોન હુમલાથી રશિયાના ઘરેલુ ઈંધણ ઉત્પાદન ક્ષમતામાં ૭૦ ટકા જેટલો ઘટાડો થયો છે, જેથી હવે રિશાયે રિફાઈન્ડ પેટ્રોલની આયાત કરવી પડી રહી છે. જૂન અને જુલાઈમાં ભારતે દૈનિક ૨૬ લાખ બેરલથી વધુ રશિયન ક્રૂડ ઓઈલની આયાત કરી, જે ફેબુ્રઆરીમાં અંદાજે દૈનિક ૧૦ લાખ બેરલ હતું. રશિયામાંથી આવતા ક્રૂડ ઓઈલને રિફાઈન્ડ કરીને રશિયા પાછું મોકલવામાં આવી રહ્યું છે.




