India

મુસલમાનોએ કાફીરો સાથે મૈત્રી ન કરવી જોઇએ, ભારત-અફઘાન સંબંધો અંગે પાક.નો ઉકળાટ

By GS Team
3 Aug 20261 min read
TukuTouch Logo
પાકિસ્તાને ભારત વિરુદ્ધ પ્રચાર યુદ્ધ શરૂ કર્યું છે. રાવલપિંડીમાં પાકિસ્તાની સેનાના પ્રવક્તા લેફ્ટનન્ટ જનરલ અહમદ ચૌધરીએ વિવાદાસ્પદ નિવેદન આપ્યું. તેમણે કુરાન ટાંકીને મુસલમાનોને કાફિરો સાથે મિત્રતા ન રાખવા જણાવ્યું. ચૌધરીએ દાવો કર્યો કે ભારત અફઘાનિસ્તાન સ્થિત તાલિબાનો સાથે મળી પાકિસ્તાનમાં અશાંતિ ફેલાવી રહ્યું છે. ભારતે આ આરોપને નકારી કાઢ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

મુસલમાનોએ કાફીરો સાથે મૈત્રી ન કરવી જોઇએ, ભારત-અફઘાન સંબંધો અંગે પાક.નો ઉકળાટ

નવી દિલ્હી: પાકિસ્તાને ભારત વિરૂદ્ધ તેના પ્રોપેગેન્ડા યુદ્ધ શરૂ કર્યું છે : રાવલપિંડી પાસેનાં મુખ્ય સેના મથકે સૈનિકોને કરેલાં સંબોધનમાં પાકિસ્તાન આર્મીના પ્રવક્તા પદે રહેલા (ડીજીઆઈ એસપીઆર) લેફ્ટેનન્ટ જનરલ અહમદ ચૌધરીએ ઘણું વિવાદાસ્પદ નિવેદન કર્યું હતું. તેઓએ કહ્યું કે મુસલમાનોએ કાફીરો સાથે મૈત્રી કરવી ન જોઇએ. આ માટે તેઓએ કુર્રાન-એ-શરીફની આયાત પણ ટાંકી હતી.
આ ઉપરાંત, રાવલપિંડીમાં એક પ્રેસ કોન્ફરન્સમાં જ્યારે તેઓને, ભારત-અફઘાનિસ્તાનના ડીએનએ અંગે પૂછવામાં આવ્યું ત્યારે પણ તેઓે કુર્રાનની તે આયાતનો તર્ક આપતાં કહ્યું કે જે લોકો ભારત અને હિન્દૂઓ સાથે મૈત્રી રાકે છે તેઓ કેટલી હદે ઇસ્લામિક સિદ્ધાંતોને અનુસરે છે તે વિષે પ્રશ્નો ઉઠાવવા જોઇએ.
લેફ્ટ. જન. ચૌધરીએ ફરી એકવાર ભારત વિરૂદ્ધ પ્રોપેગેન્ડા ફાલવતાં આગળ કહ્યું હતું કે ભારત અફઘાનિસ્તાન સ્થિત તાલિબાનોની સાથે મળીને પાકિસ્તાનનાં અશાંતિ ફેલાવી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે ભારતે તો પહેલેથી જ પાકિસ્તાનના આ આક્ષેપને ફગાવી દીધો છે. ફરીથી તેમનું એક ડીએનએ પ્રત્યે ધ્યાન દોરવામાં આવ્યું ત્યારે કહ્યું કે અફઘાનિસ્તાન ઉપર શાસન કરતા તાલિબાનોના ડી.એન.એ. કદાચ ભારત સાથે (હિન્દૂઓ સાથે) મળતા હશે પરંતુ, કચડાયેલી અફઘાન પ્રજાના ડી.એન.એ. હિન્દુઓ સાથે મળતા નથી. જો કે તે માટે તેઓ કોઈ પ્રમાણભૂત વૈજ્ઞાનિક આધાર દર્શાવી શક્યા ન હતા.