Get The App

મુલાયમના પુત્ર પ્રતીકનું 38 વર્ષે હાર્ટ ફેઇલથી મોત, આજે અંતિમ સંસ્કાર

Updated: May 14th, 2026

GS TEAM

Google News
Google News
મુલાયમના પુત્ર પ્રતીકનું 38 વર્ષે હાર્ટ ફેઇલથી મોત, આજે અંતિમ સંસ્કાર 1 - image

- જીમમાં સિક્સ પેક એબ બનાવ્યા પણ લોહીમાં થિકનેસે જીવ લીધો - પ્રતીક લોહી પાતળુ કરવાની, હાઇ બ્લડ પ્રેશરની સારવાર લેતા હતા ઃ વધુ તપાસ માટે ડોક્ટરોએ આખુ હ્ય્દય સાચવી રાખ્યું

- પ્રતીક લોહી પાતળુ કરવાની, હાઇ બ્લડ પ્રેશરની સારવાર લેતા હતા ઃ વધુ તપાસ માટે ડોક્ટરોએ આખુ હ્ય્દય સાચવી રાખ્યું

લખનઉ: ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી મુલાયમસિંહ યાદવના પુત્ર અને સપાના વડા અખિલેશ યાદવના ભાઇ પ્રતીક યાદવનું ૩૮ વર્ષની વયે મોત નિપજ્યું છે. નિયમિત જીમમાં કસરત કરીને સિક્સ પેક એબ બનાવીને ચર્ચામાં રહેતા પ્રતીક યાદવનું અચાનક જ મોત થતા પરિવાર અને ચાહકોમાં દુઃખની લાગણી ફેલાઇ ગઇ છે. પ્રતીકના ફેફસાની લોહીની નળીઓમાં ગઠ્ઠા જામી જવાને કારણે હાર્ટ પર અસર પડી તેથી મૃત્યુ થયું હોવાનું પ્રાથમિક તારણમાં સામે આવ્યું છે. 

લોહીમાં મોટો ગઠ્ઠો થઇ જતા ફેફસાને લોહી ના મળ્યું તેથી શ્વાસોશ્વાસની પ્રક્રિયા અને હ્ય્દય બન્ને બંધ પડી જતાં મૃત્યુ 

સમાજવાદી પાર્ટીના સ્થાપક અને ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી મુલાયસિંહ યાદવના સૌથી યુવા વયના પુત્ર પ્રતીક યાદવનું ૩૮ વર્ષની વયે નિધન થયું હતું, તેના સાવકા ભાઇ અખિલેશ યાદવે આ જાણકારી સોશિયલ મીડિયા પર આપી હતી અને ભાઇના નિધનને પગલે દુઃખ વ્યક્ત કરતા કહ્યું હતું કે પ્રતીક બહુ જ સારો વ્યક્તિ હતો, પોતાના દમ પર કઇક પ્રાપ્ત કરવા માગતો હતો, બે મહિના પહેલા જ મારી તેની સાથે મુલાકાત થઇ હતી.

 દુઃખ સાથે કહેવુ પડે છે કે આજે તે અમારી વચ્ચે નથી. 

લખનઉના કિંગ જ્યોર્જ હોસ્પિટલમાં પ્રતીકનો પીએમ રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો હતો, હોસ્પિટલ દ્વારા જારી એક નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે પ્રતિકના ફેફસામાં લોહીની નસોમાં લોહીના ગઠ્ઠા જામી ગયા હતા.

 એક મોટા કદના ગઠ્ઠાને કારણે શ્વાસ લેવાની શરીરની સિસ્ટમ અને હ્યદય બંધ પડી ગયા હતા. ડોક્ટરોએ સરળ ભાષામાં સમજાવતા કહ્યું હતું કે ફેફસામાં લોહીનો મોટો ગઠ્ઠો જામી ગયો તેથી ફેફસાને મળતું લોહી અટકી ગયું તેથી હ્ય્દય અને શ્વાસોશ્વાસની પ્રક્રિયા બંધ થઇ ગઇ. 

જોકે પ્રતીકના શરીરમાંથી લીધેલા કેટલાક સેમ્પલ ફોરેન્સિક રિપોર્ટ માટે મોકલવામાં આવ્યા છે, આ રિપોર્ટમાં એ ચકાસણી કરવામાં આવશે કે પ્રતીકના શરીરમાં કોઇ કેમિકલ હતું કે કેમ?  જે સેમ્પલ હાલ રાખવામાં આવ્યા છે તેમાં પ્રતીકનું સંપૂર્ણ હ્યદય અને ફેફસામાંથી મળી આવેલ ક્લોટનો સમાવેશ થાય છે. 

બીજી તરફ પ્રતીકની અગાઉ સારવાર કરનારા એક ડોક્ટર રુચિતા શર્માએ કહ્યું હતું કે પ્રતીક હાઇપરટેન્શન, હાઇ બ્લડ પ્રેશર વગેરેની બીમારીઓ હતી, થોડા દિવસો પહેલા જ પ્રતીક અમારી પાસે સારવાર માટે આવ્યા હતા તે સમયે તેમણે શ્વાસ લેવામાં તકલીફની ફરિયાદ કરી હતી, રિપોર્ટમાં લોહીના ક્લોટ પણ જોવા મળ્યા હતા. તેથી તેને લોહી પાતળુ કરવાની સારવાર અપાઇ હતી. ૨૦૧૧માં પ્રતીક યાદવના લગ્ન અર્પણા બિસ્ટ સાથે થયા હતા, અર્પણા યાદવ ભાજપના નેતા છે, બન્ને વચ્ચે સંબંધોેને લઇને પણ વિવાદો ચાલી રહ્યા હતા.

 જોકે બન્નેએ છૂટાછેડા નહોતા લીધા. અર્પણા રાજકારણમાં સક્રિય રહ્યા જ્યારે પ્રતીક રાજકારણથી ઘણા દૂર જોવા મળ્યા હતા. ગુરુવારે પ્રતીકના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.