India

VIDEO: MPના મુખ્યમંત્રીનું હેલિકોપ્ટર હવામાં ડોલવા લાગ્યું! ધૂળની ડમરી વચ્ચે થયું કંટ્રોલ

By GS TEAM
16 Feb 20262 mins read
TukuTouch Logo
મધ્યપ્રદેશના મુખ્યમંત્રી ડૉ. મોહન યાદવ શનિવારે ખંડવા જિલ્લાના પ્રવાસે હતા, જ્યાં એક કાર્યક્રમ બાદ તેમના હેલિકોપ્ટરના ટેક-ઓફ સમયે અચાનક ખરાબી સર્જાઈ હતી. જ્યારે મુખ્યમંત્રીનું હેલિકોપ્ટર ઉડાન ભરી રહ્યું હતું, ત્યારે તે અચાનક હવામાં ડોલવા લાગ્યું હતું અને આગળ વધવાને બદલે પાછળની તરફ જવા લાગ્યું હતું. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

VIDEO: MPના મુખ્યમંત્રીનું હેલિકોપ્ટર હવામાં ડોલવા લાગ્યું! ધૂળની ડમરી વચ્ચે થયું કંટ્રોલ

Madhya Pradesh News : મધ્યપ્રદેશના મુખ્યમંત્રી ડૉ. મોહન યાદવ શનિવારે ખંડવા જિલ્લાના પ્રવાસે હતા, જ્યાં એક કાર્યક્રમ બાદ તેમના હેલિકોપ્ટરના ટેક-ઓફ સમયે અચાનક ખરાબી સર્જાઈ હતી. જ્યારે મુખ્યમંત્રીનું હેલિકોપ્ટર ઉડાન ભરી રહ્યું હતું, ત્યારે તે અચાનક હવામાં ડોલવા લાગ્યું હતું અને આગળ વધવાને બદલે પાછળની તરફ જવા લાગ્યું હતું. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

સુરક્ષામાં મોટી ચૂક અને ધૂળની ડમરીઓ

હેલીપેડ પર બનેલી ઘટનામાં પીડબ્લ્યુડી (PWD) વિભાગની બેદરકારી સામે આવી રહી છે. કાળઝાળ ગરમી અને તડકાને કારણે ધૂળ ન ઉડે તે માટે હેલીપેડ પર પાણીનો છંટકાવ કરવો જરૂરી હતો. જોકે, મુખ્યમંત્રી ડૉ.મોહન યાદવ (CM Mohan Yadav)ના વિમાને જેવી ઉડાન ભરી કે તરત જ ધૂળની ભયાનક ડમરીઓ ઉઠી હતી, જેના કારણે પાયલોટને જોવામાં સમસ્યા થઈ હતી અને હેલિકોપ્ટર થોડી ક્ષણો માટે અસંતુલિત થઈ ગયું હતું. પાયલોટે સમયસૂચકતા અને સૂઝબૂઝ બતાવી તરત જ સ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો અને સુરક્ષિત રીતે ઊંચાઈ પકડી લીધી હતી.

આ પણ વાંચો : હરિયાણામાં 'રહસ્યમય બીમારી'! 15 દિવસમાં 12 લોકોના જીવ ગયા, દર્દીઓની તાત્કાલિક તપાસ શરુ

વહીવટી તંત્રએ લીધો રાહતનો શ્વાસ

હેલિકોપ્ટર સુરક્ષિત રીતે ભોપાલ પહોંચી જતાં વહીવટી અધિકારીઓ અને જનપ્રતિનિધિઓએ રાહતનો શ્વાસ લીધો હતો. જોકે, મુખ્યમંત્રીની સુરક્ષામાં થયેલી આ ચૂકને લઈને હવે તપાસના આદેશ આપવામાં આવ્યા છે. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો અને ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો : ‘તમે હાઈકોર્ટ કેમ ન ગયા...’, આસામના મુખ્યમંત્રી વિરૂદ્ધ હેટ સ્પીચ મામલે થયેલી અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી