Assam CM Himanta Biswa Sarma Hate Speech Case : આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ તાજેતરમાં જ એક મોટો વિવાદ ઊભો કર્યો હતો. આસામ ભાજપે સરમાનો રાયફલ સાથેનો અને બે લોકો પર ગોળી ચાલતો એક વીડિયો શેર કર્યો હતો. ત્યારે આ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યા બાદ કોંગ્રેસે તમામ અરજીઓ સાંભળવાનો ઇન્કાર કરી દીધો છે. કોંગ્રેસ તમામ અરજદારોને પહેલા ગુવાહાટીની હાઇકોર્ટમાં અરજી કરવાનો નિર્દેશ આપ્યો છે.
મામલે સીધો સુપ્રીમમાં આવતાં કોર્ટ ચિંતિત
મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત, ન્યાયાધીશ જૉયમાલ્યા બાગચી અને ન્યાયાધીશ નિપુલ એમ. પંચોલીની બેંચે કહ્યું કે, દરેક ચૂંટણી વિવાદ સીધો જ સુપ્રીમ કોર્ટમાં લઈ જવો, તે એક ચિંતાજનક બાબત બની ગઈ છે. કોર્ટે ટિપ્પણી કરી છે કે, તમે ગુવાહાટી હાઇકોર્ટમાં કેમ ન ગયા? તમે હાઇકોર્ટની સત્તાને ઓછી ન આંકો. સાથે જ કોંગ્રેસે હુવાહાટી હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશને આ મામલાની ઝડપી સુનાવણી કરવા વિનંતી કરી છે.
CMનું વારંવાર વિવાદાસ્પદ નિવેદન :
આસામના મુખ્યમંત્રી હેટ સ્પીચ કેસમાં વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવીએ દલીલ કરી હતી કે, મુખ્યમંત્રી વારંવાર વિવાદાસ્પદ નિવેદન આપતા રહે છે, તેથી સુપ્રીમ કોર્ટે કેસને ગંભીરતાથી લઈ અને તેમાં હસ્તક્ષેપ કરવો જોઈએ.
ગુવાહાટી હાઇકોર્ટમાં થશે સુનાવણી
સુપ્રીમ કોર્ટે ચિંતા વ્યક્ત કરીને કહ્યું કે, કેરળની આગામી વિધાનસભા ચૂંટણીને લઈ અનેક રાજકીય મુદ્દાઓ કોર્ટ સુધી પહોંચી રહ્યા છે, જે યોગ્ય નથી. કોર્ટે પક્ષકારોને બંધારણની મર્યાદા જાળવવા અને સંયમ રાખવાની સલાહ આપી છે. સુપ્રીમ કોર્ટે હાઇકોર્ટમાં જવાનો નિર્દેશ આપતા હવે અરજદારો પોતાની અરજી દાખલ કરી શકશે. આ મામલે ગુવાહાટી કોર્ટમાં કાર્યવાહી હાથ ધરાશે.
આસામ ભાજપે વીડિયો કર્યો હતો પોસ્ટ
જોકે, આ વીડિયોને હવે ડિલીટ કરી દેવાયો છે. વીડિયોમાં કથિત રીતે સરમા એક રાઇફલથી નિશાન તાકતા નજરે પડી રહ્યા છે અને બે લોકો પર ગોળી ચલાવતા પણ દેખાઈ રહ્યા હતા - એકે ટોપી પહેરી હતી અને બીજાએ દાઢી રાખી હતી - અને કેપ્શનમાં લખ્યું હતું 'પોઇન્ટ-બ્લેન્ક શૉટ.' આસામ ભાજપે વીડિયોને X પર પોસ્ટ કર્યો હતો, પરંતુ વિવાદ વધતાં તેને હટાવી દેવાયો છે.
આ પણ વાંચો : ટીપુ સુલતાન અંગેનો વિવાદ વકર્યો, ભાજપ-કોંગ્રેસના કાર્યકરો વચ્ચે પથ્થરમારો, 9 ઈજાગ્રસ્ત


