Get The App

ચોમાસાના આગમનની તારીખ કન્મફર્મ ! જાણો ગુજરાત સહિત કયા રાજ્યોમાં ક્યારે પડશે વરસાદ

Updated: May 20th, 2026

GS TEAM

Google News
Google News
ચોમાસાના આગમનની તારીખ કન્મફર્મ ! જાણો ગુજરાત સહિત કયા રાજ્યોમાં ક્યારે પડશે વરસાદ 1 - image

Monsoon 2026 Forecast : એકતરફ દેશના અનેક ભાગો અસહ્ય ગરમીનો સામનો કરી રહ્યા છે, ત્યારે ભારતીય હવામાન વિભાગે (IMD) ગુજરાત સહિત તમામ રાજ્યોમાં ચોમાસા અને હિટવેવને લઈને મહત્ત્વની આગાહી કરી છે. આઈએમડીના જણાવ્યા મુજબ દક્ષિણ-પશ્ચિમ ચોમાસું આવતા અઠવાડિયે કેરળમાં દસ્તક દેવાનું છે. પરંતુ આ વખતે ચોમાસાની ગતી ઘણી ધીમી રહેવાની છે, જેના કારણે સમગ્ર દેશને કવર કરવામાં સામાન્ય કરતાં વધુ સમય લાગી શકે છે. આ ઉપરાંત આગામી 7 દિવસ માટે 10 રાજ્યોમાં હીટવેવનું એલર્ટ જાહેર કર્યું છે.

કેરળમાં ક્યારે થશે ચોમાસાનો પહેલો વરસાદ?

સામાન્ય રીતે ચોમાસું 1 જૂનની આસપાસ કેરળ પહોંચે છે, પરંતુ આ વખતે તે થોડું વહેલું એટલે કે 26 મે-2026 સુધીમાં કેરળના દરિયાકાંઠે ટકરાવાનું હોવાથી 22થી 26 મે વચ્ચે એન્ટ્રી કરી શકે છે. આ આગાહમી ચાર દિવસ આગળ-પાછળ હોઈ શકે છે. 2025માં ચોમાસું 24 મેએ કેરળ પહોંચ્યું હતું. અત્યારે ચોમાસું આંદામાન-નિકોબાર દ્વીપસમૂહ અને બંગાળની ખાડીના કેટલાક ભાગોને પાર કરી ચૂક્યું છે. હવામાન વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, આ વખતે ચોમાસાનું આગમન ભલે વહેલું હોય, પરંતુ તેની શરૂઆત બહુ મજબૂત અને વ્યવસ્થિત દેખાઈ રહી નથી.

ચોમાસાની ગતી ધીમી રહેશે અને અટકશે

આ વખતે ચોમાસું સમગ્ર દેશને કવર કરવામાં સામાન્ય કરતાં ક્યાંય વધુ વિલંબ કરી શકે છે. ખરેખર તો, સામાન્ય રીતે ચોમાસું 35થી 38 દિવસમાં સમગ્ર ભારતને કવર કરી લે છે, પરંતુ આ વખતે તેની ગતિ ધીમી રહેવાની આશંકા વધુ છે. જૂનથી સપ્ટેમ્બર દરમિયાન 7થી 14 દિવસ સુધી ચોમાસુ અટકી શકે છે, જેની સીધી અસર ખરીફ પાકની વાવણી પર પડશે. IMD અને મેરીખેતી ડોટ કોમના અંદાજ મુજબ, કયાં રાજ્યમાં ક્યારે અને કેટલા દિવસ સુધી વરસાદ પડશે તેની આગાહી કરાઈ છે.

આ પણ વાંચો : ઓઇલ કંપનીઓને ખોટની વાતો વચ્ચે માર્ચ ક્વાર્ટરમાં રૂ. 26,000 કરોડનો ધૂમ નફો, ભારણ પ્રજા પર

કયાં રાજ્યમાં ક્યારે પહોંચશે ચોમાસું?

દક્ષિણ ભારત

  • કેરળ: 27 મે થી 1 જૂન
  • તમિલનાડુ: 1 થી 6 જૂન
  • કર્ણાટક: 1 થી 5 જૂન (દરિયાકાંઠાના વિસ્તારોમાં 28 મે સુધી)
  • આંધ્રપ્રદેશ: 4 થી 10 જૂન
  • તેલંગાણા: 5 થી 12 જૂન
  • ગોવા: 7 થી 10 જૂન

પશ્ચિમ અને મધ્ય ભારત (જૂનના બીજા સપ્તાહથી રાહત)

  • મહારાષ્ટ્ર: 8 થી 15 જૂન (મુંબઈમાં 5 જૂન સુધી વરસાદની આશા)
  • છત્તીસગઢ: 10 થી 16 જૂન
  • મધ્યપ્રદેશ: 15 થી 22 જૂન
  • ગુજરાત: 18 થી 25 જૂન (આ વખતે મોડું આવવાની સંભાવના)

પૂર્વ અને ઉત્તર-પૂર્વ ભારત (જૂનના બીજા અઠવાડિયાથી)

  • ઓડિશા: 10 થી 15 જૂન
  • પશ્ચિમ બંગાળ: 10 થી 16 જૂન
  • ઝારખંડ: 12 થી 18 જૂન
  • બિહાર: 13 થી 20 જૂન (પૂર્વીય ભાગોમાં 15-22 જૂન)
  • ઉત્તરપ્રદેશ: 15 થી 22 જૂન

ઉત્તર અને ઉત્તર-પશ્ચિમ ભારત (જૂનના અંતથી જુલાઈ સુધી રાહ જોવી પડશે)

  • દિલ્હી NCR: 25 થી 30 જૂન
  • હરિયાણા: 26 જૂન થી 1 જુલાઈ
  • પંજાબ: 27 જૂન થી 3 જુલાઈ
  • રાજસ્થાન: 25 જૂન થી 5 જુલાઈ (પશ્ચિમી ભાગોમાં 8 જુલાઈ સુધી)
  • ઉત્તરાખંડ: 27 જૂન થી 4 જુલાઈ
  • હિમાચલ પ્રદેશ: 28 જૂન થી 5 જુલાઈ
  • જમ્મુ-કાશ્મીર: 1 થી 10 જુલાઈ

આ પણ વાંચો : પેટ્રોલમાં 30% ઈથેનોલ મિક્સ કરાશે, સરકારનો નવો આદેશ જાહેર, જાણો તેની અસર

સમાન્ય કરતા ઓછો વરસાદ પડશે

હવામાન વિભાગ અને સ્કાઈમેટ બંનેએ જ આ વખતે સામાન્ય કરતાં ઓછો વરસાદ થવાની આગાહી કરી છે. IMDના જણાવ્યા અનુસાર, 2026માં ચોમાસાનો વરસાદ લોન્ગ પીરિયડ એવરેજ (LPA)ના 92% રહેવાની સંભાવના છે, જેને સામાન્ય કરતાં ઓછી કેટેગરીમાં રાખવામાં આવ્યો છે. સ્કાઈમેટ આને LPAના 94% રહેવાનો અંદાજ લગાવ્યો છે. આનું સૌથી મોટું કારણ પ્રશાંત મહાસાગરમાં વિકસી રહેલી અલ-નીનોની સ્થિતિ છે, જે સામાન્ય રીતે ભારતમાં ચોમાસાને નબળું પાડે છે. 

આગામી 7 દિવસ: 10 રાજ્યોમાં હીટવેવનો પ્રકોપ

ચોમાસાની રાહતની રાહ જોઈ રહેલા ઉત્તર અને મધ્ય ભારતના લોકોને હાલમાં કોઈ રાહત મળવાની આશા નથી. IMDએ આગામી 7 દિવસ માટે 10 રાજ્યોમાં હીટવેવનું એલર્ટ જાહેર કર્યું છે. 18 મેના રોજ ઉત્તરપ્રદેશનું બાંદા 47.6 ડિગ્રી સેલ્સિયસ સાથે દેશમાં સૌથી ગરમ રહ્યું હતું, જ્યારે પંજાબના ભટિંડામાં 47, મહારાષ્ટ્રના વર્ધામાં 46.5 અને રાજસ્થાનના ચિત્તોડગઢ-પિલાનીમાં 46.2 ડિગ્રી સેલ્સિયસ તાપમાન રેકોર્ડ કરવામાં આવ્યું હતું.

10 જિલ્લાઓમાં હીટવેવનું એલર્ટ

20 મેના રોજ રાજસ્થાનના 19 જિલ્લા, યુપીના 33 જિલ્લા અને પંજાબના 10 જિલ્લાઓમાં હીટવેવનું એલર્ટ છે. 21 મેના રોજ રાજસ્થાનમાં ગંભીર હીટવેવનું એલર્ટ છે, જ્યારે છત્તીસગઢ, હરિયાણા, દિલ્હી, મધ્યપ્રદેશ, પંજાબ, તેલંગાણા, ઉત્તરપ્રદેશ અને મહારાષ્ટ્રમાં પણ હીટવેવ ચાલુ રહેશે. સ્કાઈમેટનું તો એવું પણ કહેવું છે કે હીટવેવની અસર જૂનના પહેલા અઠવાડિયા સુધી ચાલુ રહી શકે છે, કારણ કે ચોમાસા પહેલાની ગરમીને ઓછી કરનારા સમર થંડરસ્ટોર્મ આ વખતે નબળા પડી ગયા છે.

આ પણ વાંચો : ઓઇલ ગેસની ચિંતા વચ્ચે હોર્મુઝમાં ભારત મોટું પગલું ભરવાની તૈયારીમાં, ઈન્ડિયન નેવીએ કમર કસી!