Get The App

મોહમ્મદ શમીની પત્ની હસીન જહાં અને પુત્રી અર્શી વિરુદ્ધ હત્યાના પ્રયાસનો કેસ દાખલ થયાનો દાવો

Updated: Jul 18th, 2025

GS TEAM

Google News
Google News
મોહમ્મદ શમીની પત્ની હસીન જહાં અને પુત્રી અર્શી વિરુદ્ધ હત્યાના પ્રયાસનો કેસ દાખલ થયાનો દાવો 1 - image


Mohammad Shami Estranged Wife News : ભારતીય સ્ટાર બોલર મોહમ્મદ શમીથી અલગ રહેતી પત્ની હસીન જહાં એક નવા વિવાદમાં ફસાઈ ગઇ હોય તેવું લાગે છે. એવા અહેવાલો છે કે હસીન જહાં અને તેની પુત્રી અર્શી જહાં વિરુદ્ધ હત્યાના પ્રયાસનો કેસ નોંધવામાં આવ્યો છે. જોકે, હસીન દ્વારા આ અંગે સત્તાવાર રીતે કંઈ કહેવામાં આવ્યું નથી. તેમના પર પાડોશી પર હુમલો કરવાનો આરોપ છે. આ દાવો એક વીડિયો દ્વારા કરવામાં આવી રહ્યો છે.



વાઈરલ વીડિયો દ્વારા દાવો 

એક વીડિયો દ્વારા એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે હસીન જહાં તેના પડોશીઓ સાથે ઝઘડો કરી રહી છે. આ વીડિયો પશ્ચિમ બંગાળના બીરભૂમનો હોવાનું કહેવાય છે. એવા અહેવાલો છે કે હસીન જહાં અને તેની પુત્રી અર્શી જહાંએ જમીન વિવાદમાં પડોશીઓને માર માર્યો હતો. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે હસીન જહાં ગેરકાયદેસર રીતે જમીન પર કબજો કરવા માંગે છે, જેનો પાડોશીઓ વિરોધ કરી રહ્યા હતા.

કઇ કઈ કલમો હેઠળ કેસ દાખલ 

આ વીડિયો X પર શેર કરવામાં આવ્યો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, "પશ્ચિમ બંગાળના બીરભૂમ જિલ્લાના સુરી ટાઉનમાં મોહમ્મદ શમીની પત્ની હસીન જહાં અને તેની પુત્રી અર્શી જહાં સામે પાડોશી ડાલિયા ખાતુન દ્વારા બીએનએસની કલમ 126(2), 115(2), 117(2), 109, 351(3) અને 3(5) હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે."

Tags :