India

G7 સમિટમાં મોદી-ટ્રમ્પ વચ્ચે થશે મુલાકાત, 17 જૂને આ મુદ્દાઓ પર કરશે દ્વિપક્ષીય વાર્તા

By GS Team
13 Jun 20262 mins read
TukuTouch Logo
ફ્રાન્સમાં યોજાનારી G7 સમિટ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે એક મહત્વપૂર્ણ દ્વિપક્ષીય બેઠક યોજાશે. અમેરિકી વહીવટીતંત્રે આ અંગે સત્તાવાર પુષ્ટિ કરતા જણાવ્યું છે કે, સમિટના અંતિમ દિવસે એટલે કે 17 જૂને બંને વૈશ્વિક નેતાઓ વચ્ચે આ મુલાકાત નક્કી કરવામાં આવી છે. વર્તમાન સમયમાં વૈશ્વિક સ્તરે ચાલી રહેલા વિવિધ પડકારો વચ્ચે આ બેઠકને અત્યંત મહત્વની માનવામાં આવી રહી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

G7 સમિટમાં મોદી-ટ્રમ્પ વચ્ચે થશે મુલાકાત, 17 જૂને આ મુદ્દાઓ પર કરશે દ્વિપક્ષીય વાર્તા

PM Narendra Modi And US President Donald Trump Meeting : ફ્રાન્સમાં યોજાનારી G7 સમિટ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે એક મહત્ત્વપૂર્ણ દ્વિપક્ષીય બેઠક યોજાશે. અમેરિકી વહીવટીતંત્રે આ અંગે સત્તાવાર પુષ્ટિ કરતાં જણાવ્યું છે કે, સમિટના અંતિમ દિવસે એટલે કે 17 જૂને બંને વૈશ્વિક નેતાઓ વચ્ચે આ મુલાકાત નક્કી કરવામાં આવી છે. વર્તમાન સમયમાં વૈશ્વિક સ્તરે ચાલી રહેલા વિવિધ પડકારો વચ્ચે આ બેઠકને અત્યંત મહત્ત્વની માનવામાં આવી રહી છે.

ટ્રમ્પ અનેક દેશોના નેતાઓ સાથે કરશે મુલાકાત

વ્હાઇટ હાઉસના જણાવ્યા અનુસાર, રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વોશિંગ્ટનથી રવાના થઈને ફ્રાન્સના એવિયન પહોંચશે અને સોમવારે બપોરે G7 સમિટમાં ભાગ લેશે. આ પ્રવાસ દરમિયાન તેઓ અનેક દેશોના નેતાઓ સાથે મુલાકાત કરશે. ફ્રાન્સ પહોંચ્યા બાદ સોમવારે સાંજે તેમની પ્રથમ દ્વિપક્ષીય બેઠક ફ્રાન્સના રાષ્ટ્રપ્રમુખ ઈમેન્યુઅલ મેક્રોન સાથે થશે. આ ઉપરાંત મંગળવારે તેઓ કતાર અને સંયુક્ત આરબ અમીરાત(UAE)ના રાષ્ટ્રપ્રમુખ સાથે અલગ બેઠક કરશે, તેમજ યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ વોલોદિમીર ઝેલેન્સકી સાથે પણ એક વિશેષ સત્રમાં ભાગ લેશે.

આ પણ વાંચો : અમેરિકા-ઈરાન વચ્ચે આવતીકાલે શાંતિ કરાર પર થશે હસ્તાક્ષર, ટ્રમ્પની મોટી જાહેરાત

ટ્રમ્પ G7 દેશોના નેતાઓ સાથે આ મુદ્દે ચર્ચા કરશે

અમેરિકી અધિકારીએ આપેલી માહિતી મુજબ, ડોનાલ્ડ ટ્રમ્પ સમિટમાં આર્થિક વિકાસ, વૈશ્વિક વિકાસ ભાગીદારી, સપ્લાય ચેઇન રેઝિલિઅન્સ, ગેરકાયદેસર ઈમિગ્રેશન અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ(AI) જેવા મહત્ત્વના મુદ્દાઓ પર G7 દેશોના નેતાઓ સાથે ચર્ચા કરશે. આ ઉપરાંત, મહત્ત્વપૂર્ણ ખનિજ પુરવઠા સપ્લાયને વધુ મજબૂત કરવા, આર્થિક સુરક્ષા વધારવા અને ડ્રગ્સની તસ્કરીને રોકવા માટે આંતરરાષ્ટ્રીય સહયોગ વધારવા પર ખાસ ભાર મૂકવામાં આવશે.

ભારત અને અમેરિકા વચ્ચે આ મુદ્દાઓ પર થશે વાતચીત

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે બુધવારે યોજાનારી આ મહત્ત્વની બેઠક પર આખી દુનિયાની નજર છે. ભારત અને અમેરિકા વચ્ચે થનારી આ હાઇ-પ્રોફાઇલ બેઠકમાં દ્વિપક્ષીય વેપાર, રોકાણ, આધુનિક ટૅક્નોલૉજી, સંરક્ષણ સહયોગ, ઇન્ડો-પેસિફિક ક્ષેત્રની સુરક્ષા અને વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારી જેવા અત્યંત સંવેદનશીલ અને વ્યૂહાત્મક મુદ્દાઓ પર ઊંડાણપૂર્વક ચર્ચા થવાની સંભાવના છે. આ બેઠક બંને દેશોના ભવિષ્યના સંબંધોની દૃષ્ટિએ માઇલસ્ટોન સાબિત થઈ શકે છે.

આ પણ વાંચો : હોર્મુઝમાં ભારતીયોના મોત પર અમેરિકાની દાદાગીરી ! જયશંકર અને રુબિયો વચ્ચે ઉગ્ર ચર્ચા

સમિટના અંતિમ તબક્કાના કાર્યક્રમો

પીએમ મોદી સાથે મુલાકાત કર્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પ મોટી ટેક કંપનીઓના સીઈઓ (CEO) સાથે ઇનોવેશન અને AI પર આયોજિત વર્કિંગ લંચમાં જોડાશે. ફ્રાન્સથી પરત ફરતાં પહેલા તેઓ ફરી એકવાર રાષ્ટ્રપ્રમુખ ઈમેન્યુઅલ મેક્રોન સાથે મુલાકાત કરશે અને પેલેસ ઑફ વર્સાયમાં આયોજિત ભવ્ય ડિનરમાં ભાગ લઈને પોતાનો પ્રવાસ પૂર્ણ કરશે.

આ પણ વાંચો : શું આ વર્ષે ભારતમાં દુષ્કાળ પડશે? સરળ ભાષામાં સમજો અલ નીનો કેવી રીતે બગાડી શકે છે વરસાદનું ગણિત